Contact Us

Address :

Email :

Tel :

Opp. Kanya Shala, Nakhatrana, Gujarat 370615

info@paatidarsaurabh.com

+91 98256 39106

ટોપીરામ : મંગવાણાના ફૂલેકાબાજ વેપારી શૈલેષ નાકરાણીએ ખેડૂતોના કરોડો રૂપિયા ડૂબાડયા...અગાઉ પણ ત્રણ-ત્રણ વાર ઘણાની ટોપી ફેરવી હોવા છતાં લાલચુ ખેડૂતો ફસાયા !471471 Views

ટોપીરામ : મંગવાણાના ફૂલેકાબાજ વેપારી શૈલેષ નાકરાણીએ ખેડૂતોના કરોડો રૂપિયા ડૂબાડયા...અગાઉ પણ ત્રણ-ત્રણ વાર ઘણાની ટોપી ફેરવી હોવા છતાં લાલચુ ખેડૂતો ફસાયા !

ઊંચા ભાવે એરંડાની ખરીદી કર્યા બાદ નખત્રાણા વિસ્તારના સંખ્યાબંધ ખેડૂતોના કરોડો રૂપિયા સલવાડી દેનાર મંગવાણા ગામના વેપારી શૈલેષ નટવરલાલ નાકરાણી સામે નખત્રાણા તાલુકાના પાવરપટ્ટી વિસ્તારના છ ગામના ખેડૂતોએ વિશ્વાસઘાત અને ઉચાપત સહિતની કલમો હેઠળ જુદા જુદા છ ગુના દાખલ કરતાં ખળભળાટ મચી ગયો છે.
કચ્છના અનેક ખેડૂતો શૈલેષને શોધી રહ્યા છે !
અમરગઢના ખેડૂત દિનેશ રતનશી પટેલ ઉપરાંત બીબર, પાલનપુર,ચંદનનગર,ગોધિયાર અને ઓરીરા ગામના ખેડૂતોએ આ છ ફરિયાદ દાખલ કરાવી છે. સલવાયેલા નાણાંનો આંકડો ત્રણ કરોડની નજીક પહોંચ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ બીબરમાં ૧.૦૧ કરોડ, પાલનપુરમાં ૧૨ લાખ, ચંદનનગરમાં ૨૨.૫૧ લાખ, અમરગઢમાં ૬૩ લાખ ઉપરાંત બીજા કેટલાક ખેડૂતોના પૈસા પણ સલવાયા છે.
આ કેસના ફરિયાદી પાસેથી આરોપી વેપારીએ એરંડાની ખરીદી કર્યા બાદ આ માલની કિંમતના અંદાજીત રૂપિયા ૪૫ લાખની રકમ આજદિન સુધી ન ચૂકવીને આરોપીઓ દ્વારા ટોપી ફેરવાઈ છે. આ માલ લેવા માટે સહ આરોપી એવો હિસાબી કર્મચારી સુરેશ રબારી ટ્રક લઈને અમરગઢ આવ્યો હતો અને વજન કરી ભાવતાલ સહિતની બીલની ચિઠ્ઠી બનાવી માલ લઈને ગયો હતો તેવું ફરિયાદમાં લખાવાયું છે.
વેપારીએ આપેલ ચેકો પણ પાછા ફર્યા...
ગત તારીખ પહેલી મેના અમરગઢથી ખરીદાયેલો એરંડાનો જથ્થો લઈ જવાયા બાદ વેપારી પેઢી દ્વારા તેના રૂપિયા ચુવાયા ન હતા. અવારનવાર રૂબરૂ ઉઘરાણી કરવા છતાં વિવિધ બહાને રૂપિયાનું ચુકવણું ન કરાયું. આ વચ્ચે આ રીતે તાલુકાના અન્ય ખેડૂતોના રૂપિયા પણ મોટાપાયે સલવાયા હોવાની અને વેપારીએ ઉઠમણું કર્યાની વાત પ્રસરતાં આ કિસ્સો ચકચારી બન્યો છે.
આવું કંઈ પહેલી વાર થોડું કર્યું છે?!
આરોપી વેપારી શૈલેષ નાકરાણીએ ભૂતકાળમાં પણ ખેડૂતોના પૈસા ડૂબાડયા હોવાની વિગતો જાણવા મળી છે. બજાર કરતાં ઊંચા ભાવની લાલચ આપી ખેડૂતોને આંટામા લેવાની કળામાં પારંગત શૈલેષ નાકરાણીનું આ ત્રીજું પરાક્રમ હોવાનું કહેવાય છે. મંગવાણા વિસ્તારના પાટીદાર આગેવાનોના જણાવ્યા મુજબ ભૂતકાળમાં પણ આવા ઘણા કિસ્સા પ્રકાશમાં આવેલા હોવા છતાં અજાણ્યા ખેડૂતો લાલચમાં આવી ફસાઈ જાય છે પણ આ વખતે ખેડૂતોએ આરોપીને સબક શીખવાડવા એક સાથે છ-છ ફરિયાદ દાખલ કરી દીધી છે અને પોલીસે આ પ્રકરણની તપાસ શરૂ કરી દીધી છે.
બીજા કરતાં આ વેપારી ઊંચા ભાવ કઈ રીતે આપી શકે છે ? તે બાબતે જરાયે વિચાર્યા વગર આંખ મીંચીને આવા લેભાગુ વેપારીની જાળમાં ફસાઈ જતા ખેડૂતોએ હવે ધડો લેવાની જરૂર છે... 
 
 
 
 
ReplyForward

Contact

Email : info@patidarsaurabh.com

Tel : +91 98256 39106