SUNDAY SPECIAL
સાવધાન : સોશ્યલ મીડિયાથી પ્રેમ પાંગર્યો અને શરૂ થઈ પ્રેમ કહાની... મોડાસાની બે પરિણીત યુવતીઓ ગુમ થયા પછી આણંદમાં પ્રેમી પાસેથી મળી !
દરેક માતા-પિતા ખાસ વાંચે.. નહીં તો પસ્તાશે...
ગયા રવિવારે મોડાસાના માર્બલના બે વેપારીઓની પત્નીઓ એકાએક ગુમ થયા પછી મચેલા હડકંપ બાદ પોલીસે કુનેહ વાપરી આ બંનેને શોધી તો કાઢી છે પણ આ સમગ્ર કિસ્સામાં જે ચોંકાવનારુ સત્ય બહાર આવ્યું છે તે સાંભળશો તો પગ નીચેથી જમીન સરકી જાય તેવું છે...
મોડાસાના આ ચકચારી પ્રકરણમાં સંડોવાયેલ બે
કેકેપી સમાજની એક યુવતી અને એક યુવક સામેલ...
પરણિત મહિલા પૈકી એક મહિલા કચ્છ કડવા પાટીદાર સમાજની હોવાનું અને સામે પ્રેમની જાળમાં ફસાવનાર બે યુવક પૈકી એક યુવક પણ જ્ઞાતિનો હોવાનું બહાર આવતાં સાબરકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં આપણા સમાજમાં પણ આ કિસ્સો 'ટૉક ઑફ ધ ટાઉન' બની ગયો છે. જ્ઞાતિના વોટ્સએપ ગ્રુપોમાં પણ આ ગુમ થયેલ મહિલાઓની વિગતો ફોટો સાથે ચમકી હતી !
મોડાસા ટુ આણંદ...વાયા વડોદરા !
સોશ્યલ મીડિયા થકી પરિચયમાં આવ્યા બાદ બંને વચ્ચે પ્રેમ પાંગર્યો અને પછી શરૂ થઈ પ્રેમ કહાની...બહાર આવેલ વિગતો મુજબ બે પૈકીની એક પરિણીતાને ફેસબુક પર સંપર્કમાં આવેલા આણંદના અમિત પટેલ નામના યુવાન સાથે પ્રેમ સંબંધ બંધાયો અને મળવા માટે પોતાની સખી બનેલી પાર્ટનરની પત્નીને લઈને તે આણંદ પહોંચી હતી. પોલીસ તપાસ દરમ્યાન આ બંને યુવતીઓએ વડોદરામાં પ્રેમીના સંબંધીના ત્યાં રોકાણ કર્યાનું પણ બહાર આવ્યું છે.
પોલીસે તો એક સુખી સંસારને બચાવ્યો પણ...
મોડાસામાં માર્બલની ફેકટરી ધરાવતા બે પાર્ટનરની પત્નીઓ રવિવારે એકાએક ગુમ થતાં અનેક પ્રકારની અટકળો શરૂ થઈ હતી. કોઈ ઉઠાવી ગયું હશે કે પછી કોઈ પ્રેમ પ્રકરણ હશે...? તેવી અનેક થીયરી પર પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસ દ્વારા પરિણીતાઓ બજારમાં ખરીદી માટે ગઈ હતી તે થીયરીને ધ્યાને રાખી કેટલાક સી.સી.ટીવી કેમેરા અને અન્ય વિગતો એકત્ર કરી તપાસ આદરી હતી અને હાઈટેક ટેકનોલોજીના સહારે ગુમ પરિણીતાઓ મંગળવારના આણંદ નજીકથી મળી આવી હતી.
પોલીસે આ સમગ્ર પ્રકરણમાં એક સુખી સંસારને ઉજજડ થતો અટકાવવાનો સુંદર પ્રયાસ કર્યો છે તે સરાહનીય છે પરંતુ આ સમગ્ર પ્રકરણમાં બહાર આવેલ હકીકતો સભ્ય સમાજને વિચારવા માટે મજબૂર કરે તેવી છે.
સભ્ય સમાજ હવે જાગે તો સારું...
સોશ્યલ મીડિયાના સદુપયોગ કરતાં તેના દુરુપયોગના કિસ્સાઓ દિનપ્રતિદિન વધી રહ્યા છે. વિકૃત માનસ ધરાવતા શખ્સોના સોશ્યલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મના દુરુપયોગના કિસ્સાઓ રોજેરોજ ચમકી રહ્યા છે અને સંખ્યાબંધ મામલા છેલ્લે સાયબર ક્રાઇમ સેલમાં પહોંચી રહ્યા છે.
પરંતુ મોડાસાની આ ઘટના ખુબ જ આશ્ચર્ય પમાડે તેવી છે. ટીનએજર છોકરીઓ આવા પ્રેમ પ્રકરણમાં ફસાય તેવા કિસ્સા અનેક છે પણ અહીં પરિણીત બે મહિલાઓ દ્વારા જે રીતે કાંડ કરવામાં આવ્યો તે જાણી સભ્ય સમાજ ચોંકી ઉઠ્યો છે.
બ્લેકમેઇલના કિસ્સા પઢ વધી રહ્યા છે...
સામાન્ય રીતે આવા લોકો ફેસબુકમાં મિત્રતા કરી શરૂઆતમાં સામાન્ય વાતચીત અને ત્યાર બાદ મિત્રતા થોડી સારી થઈ જાય તે પછી સેક્સ અને નીજી જીવનની વાતો કરી સંબંધ આગળ વધારતા હોય છે અને ત્યાર બાદ તેમની વાતો વધારે પર્સનલ થઈ જતી હોય છે. મોટા ભાગના કિસ્સાઓમાં ભાન ભૂલેલી છોકરીઓ તરફથી આવેલા સેક્સ રીલેટેડ મેસેજોને આધારે તેઓ છોકરીઓને બ્લેકમેઇલ કરતા રહે છે અને રૂબરૂ મળવા માટે મજબૂર કરતા હોય છે. આવા કાંડમાં ફસાયેલી લગભગ છોકરીઓ સમાજના ડરથી પોતાના પર વિતેલી આપવીતી કોઈને પણ જણાવી શકતી નથી...
મોડાસાના કેસ બાદ દરેક ફેસબુક યુઝર્સે સાવચેત રહેવું જોઇએ. આ રીતે કોઈ ફેસબુકનો ઉપયોગ કરીને આવી ઘટનાઓને અંજામ આપી શકે છે. ખાસ કરીને મહિલાઓએ આ વાત પર ખુબજ સાવચેત રહેવું જોઈએ. અજાણી વ્યક્તિની રીકવેસ્ટ કે મેસેજ આવે તો તેનો સ્વીકાર કરવો નહીં તેમાં જ દરેકની ભલાઈ છે.
આ લેખ વધુમાં વધુ શેર કરો જેથી દરેક ફેસબુક યુઝર્સ આ ઘટનાથી અવગત થાય અને ભવિષ્યમાં સાવચેત રહે...