સાવધાન ! : આગામી ૨૪ જુલાઈના રોજ ધરતી સાથે અથડાઈ શકે છે સ્ટેડિયમ જેટલો વિશાળ એસ્ટેરોઈડ...
કોરોના સંકટ, વાવાઝોડું, પૂર અને ભૂકંપના કારણે દરેક બાજુથી આફત અનુભવાઈ રહી છે. આ બધા વચ્ચે હવે એક સ્ટેડિયમ જેટલો વિશાળ એસ્ટેરોઈડ ખૂબ જ ઝડપથી પૃથ્વી તરફ આગળ વધી રહ્યો છે અને 24 જુલાઈના રોજ તે ધરતી સાથે અથડાઈ શકે છે. અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસાના વૈજ્ઞાનિકોએ તેને ખૂબ જ ખતરનાક ગણાવ્યો છે.
અહેવાલ પ્રમાણે આ વિશાળ એસ્ટેરોઈડ 8 કિમી પ્રતિ સેકન્ડ એટલે આશરે 28,800 હજાર કિમી પ્રતિ કલાકની ઝડપે પૃથ્વી તરફ આવી રહ્યો છે. તેની ધરતી તરફ આગળ વધવાની ગતિ એટલી વધારે છે કે, જો કોઈ ગ્રહ કે વસ્તુ કોઈ એસ્ટેરોઈડ સાથે અથડાય તો તબાહ થઈ જાય. એસ્ટેરોઈડ નિયર અર્થ ઓબ્જેક્ટ (એનઈઓ) 20 મીટર પહોળો છે અને તે 28,70,847,607 કિમી દૂરથી પણ દેખાશે, જે પૃથ્વી અને ચંદ્રમા વચ્ચેના કુલ અંતરનું 8 ગણું છે.
એનઈઓ 24 જુલાઈની રાતે અપોલો નામની કક્ષામાંથી પસાર થશે. જોકે તેની પૃથ્વી સાથે અથડાવાની કોઈ જ સંભાવના નથી. તેમ છતાં વૈજ્ઞાનિકોએ તેને સંભવિત ખતરનાક એસ્ટેરોઈડની શ્રેણીમાં રાખ્યો છે. આ કારણે નાસાના વૈજ્ઞાનિકો સતત તેનું મોનિટરિંગ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ એસ્ટેરોઈડ 2021KT1 પૃથ્વીની કક્ષામાંથી પસાર થયો હતો, જે એફિલ ટાવરના આકાર જેવડો હતો.
100 વર્ષોમાં 22 એસ્ટેરોઈડ બની શકે છે ધરતી માટે જોખમી
એસ્ટેરોઈડ સામાન્ય રીતે ગુરૂ ગ્રહની કક્ષામાં જોવા મળે છે. કેટલાક એસ્ટેરોઈડ બીજા ગ્રહોની કક્ષામાં ફરતા જોવા મળ્યા છે અને સાથે સાથે સૂરજની પરિક્રમા પણ કરતા રહે છે.
વૈજ્ઞાનિકો પાસે અત્યાર સુધીમાં આશરે 10 લાખ એસ્ટેરોઈડની જાણકારી છે. તે પૈકીના 22 આગામી 100 વર્ષોમાં પૃથ્વી માટે જોખમી બની શકે છે. નૈનીતાલ ખાતે આવેલી ઈન્સ્ટિટ્યુટ ઓફ રિસર્ચ એન્ડ ઓબ્ઝર્વેશનલ સાયન્સીઝના અંતરિક્ષ વિજ્ઞાની ડૉ. શશિ ભૂષણ પાંડેએ જણાવ્યું કે, આશરે 4.5 અબજ વર્ષો પહેલા જ્યારે આપણી સૌર પ્રણાલી વિકસિત થઈ રહી હતી તે સમયે ગેસ અને ધૂમાડાના કેટલાક એવા વાદળ જે ગ્રહ તરીકે વિકસિત ન થઈ શક્યા તે બાદમાં એસ્ટેરોઈડ બની ગયા હતા.