આફત : ચિપલુણ વિસ્તારમાં ભયંકર પુરથી જ્ઞાતિજનોની માલ-મિલ્કતને કરોડોનું નુકસાન.
જિલ્લા અને ઝોન સમાજના હોદ્દેદારોએ રૂબરૂ મુલાકાત લીધી
( રમણીકલાલ ઠાકરાણી- દેવગડ દ્વારા )
રત્નાગીરી - સિંધુદુર્ગ જિલ્લા પાટીદાર સમાજ અને DMG ઝોન સમાજના અગ્રણીઓ દ્વારા મહારાષ્ટ્રના પુરગ્રસ્ત ચિપલુણ વિસ્તારની મુલાકાત લઈ જ્ઞાતિના અસરગ્રસ્ત પરિવારોને થયેલ નુકસાન ની સર્વે કરવામાં આવી હતી અને હૈયાધારણ સાથે સહાય માટે યોગ્ય કરવા ધરપત આપી હતી.
તા. 25-7-2021 ના રોજે શ્રી રત્નાગિરિ- સિંધુદુર્ગ જિલ્લા પાટીદાર સમાજના પ્રમુખ છગનભાઇ ધોળુ, સમાજના ipp નરશીભાઈ છાભૈયા,ઉપપ્રમુખ અને DMG ઝોન મહામંત્રી પુરષોત્તમભાઈ રૂડાણી, મહામંત્રી અને DMG ઝોન મંત્રી કાંતિલાલ ઠાકરાણી, DMG રિજીયન પ્રમુખ દિનેશભાઈ રૂડાણી, જિલ્લા સમાજ ખજાનચી મોહનભાઇ લીંબાણી, જિલ્લા સમાજ મંત્રી વિનોદભાઈ ધોળુ, DMG રિજીયન સલાહકાર વિશ્રામભાઈ રૂડાણી, જિલ્લા યુવા સંઘ ipp અને DMG ysk કન્વીનર રમણિકલાલ ઠાકરાણી એમ સર્વે હોદેદારો દ્વારા ચિપલુન મુકામે પૂરગ્રસ્ત સમાજના ભાઈઓની મુલાકાત લીધી હતી.
ચિપલુણમાં આઠથી દશ ફૂટ પાણી
ચિપલુણના નીચાણવાળા વિસ્તારમાં આવેલ મહારાષ્ટ્ર સો મિલ, ભારત સો મિલ, ગજાનંદ સો મિલમાં સાધારણ 8 થી10 ફૂટ પુરના પાણી આવી જતાં પાણીના તેજ પ્રવાહમાં plywood,ગોળ લાકડા અને તૈયાર સાઈઝના લાકડા ભારે માત્રામાં વહી ગયેલ હતા અને દરેક હાર્ડવેરની દુકાનોમાં સાડા ચારથી સાત ફૂટ સુધી પુરના પાણી અને કિચડ ભરાઇ જતાં માલ સામાનનું અતિશય નુકસાન થયેલ છે. સાથે સાથે દરેકના રહેઠાણમાં પણ પુરના પાણી ભરાઇ જતા ઘર સામાન અને પાર્કિંગમાં રહેલાં નાના મોટા દરેક વાહનોનું અતિ ભારે નુકસાન થયેલ છે.
આર્થિક મદદ માટે આશ્વાસન અપાયું
ચિપલુનની પુરી બજારપેઠમાં માલ સામાનનું અતિશય નુકસાન થયેલ છે. અતિશય વિકટ પરિસ્થિતિમાં આપણા ચિપલૂન સમાજજનોની રૂબરૂ મુલાકાત લઈને આ પુરની આર્થિક મહા સંકટના સમયમાં પુરી સમાજ અને રિજીયન તેમજ ઝોન સમાજ આપની સાથે જ છે અને દરેક પરિવારોના થયેલ માલ સામાનની નુકસાનની નોંધ લીધી હતી અને પરિસ્થિતિ અનુરૂપ આર્થિક મદદ માટે જરૂર પ્રયાસો કરીશું તેવા ધીર આશ્વાસન આપેલ હતાં.
ચિપલુણ ઉપરાંત સંગમેશ્વર મુકામે પણ આપણાં ભાઈઓની મુલાકાત કરીને માલ સામાનનું થયેલ નુકસાનની માહિતી લીધી હતી.
ઝોન સમાજને અપીલ
પ્રિય સમાજ બાંધવો
મહારાષ્ટ્ર konkan વિભાગમાં ચિપલુણ , મહાડની મહાપુરની વિનાશક સ્થિતિથી આપ સૌ માહિતગાર હશો. માણસોના જીવન સંસાર, વ્યવસાયને મોટા પ્રમાણમાં નુકસાન થયેલ છે જેમાં આપણી સમાજના ભાઈઓના વ્યવસાય પણ પ્રભાવિત થયેલ છે. પૂરમાં વ્યવસાયને મોટા પ્રમાણમાં નુકસાન થયેલ છે જેમાં વ્યવસાયમાં રહેલ સ્ટોક પૂર્ણપણે નષ્ટ થયેલ છે.
આ સમગ્ર ઘટનાને ધ્યાનમાં લઈને સમવિચારી મંતવ્ય છે કે આપણી ઝોન સમાજની લગભગ વીસથી પચ્ચીસ પેટા સમાજો હશે, દરેક સમાજ પાસે પોતાનું ફંડ હોય છે તો આ ફંડમાંથી દરેક પેટા સમાજ દીઠ( દા. ત.)રૂપિયા એક લાખ અથવા ઓછા વધુ મદદરૂપે એકત્ર કરી કરી શકાય જેથી ૨૦ થી ૨૫ લાખ રાહત ફંડ એકત્ર થઈ શકે. આ રકમ પૂરગ્રસ્તોને તેમના નુકસાનના આધારે અથવા સમપ્રમાણમાં પૂરગ્રસ્તોને રાહત નિધિ વિના કોઈ પરત આપવાની શરતે આપવી જોઈએ જેથી એ સમાજ બાંધવોને આર્થિક રાહત મળી શકે.
આવો આપણે સંકટ સમયે સમાજ બાંધવોને મદદરૂપ થઈએ
- સમ વિચારી સમાજ બાંધવો.