Contact Us

Address :

Email :

Tel :

Opp. Kanya Shala, Nakhatrana, Gujarat 370615

info@paatidarsaurabh.com

+91 98256 39106

અંતે ધાર્યું જ કર્યું : સમાજની ગરિમાના ભોગે છઠ્ઠી વખત ઉમિયા માતાજી સંસ્થાન વાંઢાયના પ્રમુખ બનતા હંસરાજ દેવજી ધોળુ... છેલ્લું અઠ્ઠહાસ્ય સર્વોદય ટ્રસ્ટવાળાનું !!27912791 Views

અંતે ધાર્યું જ કર્યું : સમાજની ગરિમાના ભોગે છઠ્ઠી વખત ઉમિયા માતાજી સંસ્થાન વાંઢાયના પ્રમુખ બનતા હંસરાજ દેવજી ધોળુ... છેલ્લું અઠ્ઠહાસ્ય સર્વોદય ટ્રસ્ટવાળાનું !!

સમાજ હિતચિંતકોના વ્યાપક વિરોધને અવગણીને હંસરાજ દેવજી ધોળુએ છઠ્ઠી વખત ઉમિયા માતાજી સંસ્થાન વાંઢાયનું સુકાન ભલે સંભાળ્યું છે પણ સમાજની ગરિમાના હનન સાથે ધર્મની ગાદી પર બેઠેલા લોકો કેવા ખેલ કરી શકે છે તે સભાએ નજરોનજર નિહાળ્યું... બેશક, સમાજ માટે આજનો દિવસ દુર્ભાગ્યપૂર્ણ હતો.

કેન્દ્રીય સમાજના પ્રમુખ 'ટ્રેપ' માં સપડાયા

વાંઢાય ખાતે ૧૯ ઓગસ્ટના બપોર પછી ભજવાયેલ ચાર કલાકના આ એપિસોડમાં બધું પ્રિ-પ્લાન મુજબ જ નિર્ધારીત પટકથા પ્રમાણે ચાલ્યું હતું અને હંસરાજભાઈ ધોળુએ ગોઠવેલ ‘ટ્રેપ’માં કેન્દ્રીય સમાજના પ્રમુખ પણ આબાદ સપડાઈ જતાં સભાના હાથ હેઠા પડ્યા હતા. દર વખતે ભજવાતા આવા ‘ખેલ’માં ઘણાને સારી ફાવટ આવી ગઈ છે.

'દાગી' લોકોને ન લેવા અપીલ કરી પણ...

નવી કારોબારીની વરણી મુદ્દો શરૂ થતાં જ પ્રખર સનાતની રમેશ વાગડીયા, ચંદ્રકાન્ત છાભૈયા, રતનશીભાઈ દિવાણી, ગોપાલભાઈ ભાવાણી, જયંતિ લાકડાવાળા જેવા આગેવાનોએ પ્રમુખ તરીકે હંસરાજભાઈ ધોળુના નામની દરખાસ્તને ટેકો આપી સમાજના વિશાળ હિતમાં નવી વરણીમાં ‘દાગી’ લોકોને બાકાત રાખવા હાથ જોડી વિનવણી કરી હતી પણ હંસરાજભાઈ ધોળુ સહિત સંસ્થાના એક પણ હોદ્દેદાર પર તેની કોઈ અસર થઈ નહોતી !

‘દાગી’ લોકોને સંસ્થામાં ન લેવા અંગે હંસરાજભાઈ ધોળુએ કરેલ ખુલાસાનો સૂર એવો હતો કે કેન્દ્રીય સમાજ સામે બગાયત પોકારનાર લોકોએ જો ઉમિયા માતાજી સંસ્થાનના નીતિ નિયમનો કોઈ ભંગ ન કર્યો હોય કે કોઈ ગુનો ન કર્યો હોય તો અમે એવા લોકોને સંસ્થામાં આવતા અટકાવી શકતા નથી ! આ સંસ્થા માત્ર તેના ૪૫૦૦ આજીવન સભ્યો માટે જ જવાબદાર છે !

...તો હું પ્રમુખપદ પણ નહીં સ્વીકારું !

હંસરાજભાઈ ધોળુએ માંડવી પ્રકરણે એવું જણાવેલ કે, કોરોનાને કારણે છેલ્લા દોઢ-બે વર્ષમાં કોઈ પ્રગતિ થઈ નથી પણ સર્વોદય ટ્રસ્ટવાળાએ હકારાત્મક પ્રતિસાદ આપ્યો હોઈ, આગામી દિવસોમાં બધું સમૂંસુતરું પાર પડી જશે તેથી મારા પર વિશ્વાસ રાખો. બાકી ‘દાગી’ઓને ન લેવા તેવી માંગણીનો સ્પષ્ટ અસ્વીકાર કરતાં જો સભા આ બાબતે દુરાગ્રહ રાખશે તો પોતે પ્રમુખપદ સ્વીકારવા તૈયાર નથી તેવી ગર્ભિત ધમકી આપતાં સભામાં સોપો પડી ગયો હતો.

અબજીભાઈ લાચાર થઈ તમાશો જોતા રહયા !

રતનશીભાઈ દિવાણીએ હંસરાજભાઈને કેન્દ્રીય સમાજની અસાધારણ સભામાં લેવાયેલા એ નિર્ણયની પણ યાદ અપાવી હતી પણ હંસરાજ ધોળુ ટસના મસ થયા નહોતા. કેન્દ્રીય સમાજના પ્રમુખ અબજીભાઈ કાનાણી ચૂપચાપ આ સમગ્ર તમાશો જોઈ રહ્યા હતા. કેન્દ્રીય સમાજનો પ્રમુખ આટલી હદે લાચાર થઈ શકે છે તે સમગ્ર સભાએ અનુભવ્યું.

પાંચે-પાંચ પંચો પોતા માટે હોદા પાકા કરી ઉઠયા !

નવી વરણીમાં પણ રાબેતા મુજબ જ પંચોએ જૂના ‘દાગી’ સભ્યોને પુનઃ કારોબારીમાં લેતાં સભામાં આશ્ચર્ય સર્જાયું હતું. જે પાંચ સભ્યો હંસરાજ દેવજી ધોળુ, રામજી કરમશી નાકરાણી, મણિલાલ હીરજી ભગત, ગંગારામ રામાણી અને રતિલાલ મનજી પોકાર પંચ તરીકે બેઠા હતા તેઓ તમામે પોતાના માટે પણ હોદ્દો પાકો કરી ઉઠ્યા હતા ! પંચવાળી આ પ્રથાના રીતસરના ધજાગરા ઉડ્યા હતા !

વૃધ્ધ સતા લાલચુઓને સમાજમાંથી રવાના કરો..

કેન્દ્રીય સમાજના ટ્રસ્ટી રામજી કરમશી નાકરાણી અને મણિલાલ હીરજી ભગત વાંઢાયમાં પણ હોદ્દા ભોગવે છે. કેન્દ્રીય સમાજનું હિત જોવાને બદલે પોતાના અંગત સ્વાર્થ માટે સમાજના કાંડા કાપી આપતા હોય તેવા આ વૃદ્ધ સતાલાલચુઓનો ભાર સમાજે હવે શા માટે વેંઢારવો જોઈએ તેવો વેધક સવાલ વાંઢાયના પ્રકરણ બાદ સમાજમાં પુછાઈ રહ્યો છે. કેન્દ્રીય સમાજના પ્રમુખ અબજીભાઈ કાનાણી પણ અહીં ટ્રસ્ટીનો હોદ્દો સ્વીકારી ફોટો સેશનમાં ભાગ લેતા હોય તો હવે લોકોએ ધાં ક્યાં નાખવી?

હવે ૩ વરસ 'દાગી' સાથે ઉઠબેસ ?

 કેન્દ્રીય સમાજના પ્રમુખના દાવેદાર મનાતા ગોપાલભાઈ ભાવાણીને પણ કારોબારીમાં સ્થાન મળ્યું છે ! તે ઉપરાંત જયંતિ લાકડાવાળા, મોહન ધોળુ (યુવા સંઘ મહામંત્રી) સહિતના કેટલાક લોકો પણ નવી સૂચીમાં છે તેનો મતલબ એ થયો કે આ નેતાઓને હવે ત્રણ વર્ષ સુધી ‘દાગી’ લોકો સાથે ઉઠ-બેસ કરવી પડશે?!

જ્ઞાતિના લોકોને તો રોજ આવા ખેલ જ જોવાના છે. સમગ્ર સભામાં જે બે-ચાર આગેવાનોએ હિંમતપૂર્વક રજૂઆત કરી તેઓ બધા બહારથી આવેલા સમાજના શુભચિંતકો હતા. પણ સ્થાનિકના ઘણા યુવાનો પણ સભામાં હતા પણ તેમનો અંતરાત્મા જરાયે જાગ્યો નહોતો...

ઉમિયા માતાજી સંસ્થાન વાંઢાયની નવી ટીમ

પ્રમુખ               -  હંસરાજ દેવજી ધોળુ - ભુજ

ઉપપ્રમુખ       -  મણિલાલ હીરજી ભગત - બીદડા

ઉપપ્રમુખ       -  ડા.પ્રેમજી રામજી ગોગારી - ગાંધીધામ

મહામંત્રી        -  બાબુલાલ ચોપડા - જીયાપર

સહમંત્રી        -  ઈશ્વર ભાવાણી - કોટડા ચકાર

સહમંત્રી        -  રમેશ ધોળુ - નાગલપર

સહમંત્રી        -  પ્રવિણ શામજી ધનાણી – નખત્રાણા

ટ્રસ્ટી

૧.      હંસરાજભાઈ દેવજી ધોળુ - ભુજ

૨.      ગંગારામશિવદાસ રામાણી - ભુજ

૩.      રામજી કરમશી નાકરાણી - રાયપુર

૪.      અબજી વિશ્રામકાનાણી - મુંબઈ

૫.      ધનજી શિવગણ રૂડાણી - મુંબઈ

૬.      ઈશ્વર માવજી પટેલ - નાસિક

૭.      પ્રો. કે.પી.પાટીદાર - ભુજ

૮.      શીવજી નાનજી કાનાણી - ભુજ

૯.      રવિલાલ કેશરા રામજીયાણી - મુંબઈ

૧૦.     શામજી નારાણ નાકરાણી - મુંબઈ

૧૧.     મોહન રતનશી રામજીયાણી - મુંબઈ

Contact

Email : info@patidarsaurabh.com

Tel : +91 98256 39106