અભિનંદન : દયાપરના શ્રી સત્યનારાયણ પાટીદાર સમાજ અને યુવા મંડળના નવા સુકાની વરાયા
કડવા પાટીદાર સત્યનારાયણ સમાજ દયાપરની વાર્ષિક સાધારણ સભા તા - 30 / 8 /2021 ના જન્માષ્ટમીના રોજ સવારના 9.00 કલાકે દયાપર મુકામે સમાજના પ્રમુખ શ્રી મણીલાલભાઈ પારસીયા સુરતના અધ્યક્ષસ્થાને મળી હતી.
સૌ પ્રથમ પ્રાર્થના, દીપ પ્રાગટયથી સભા શરૂઆત અને શાંતિ મંત્ર બોલીને દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ગત સભાની મીનીટસનું વાંચન હીરાલાલભાઈ દિવાણી મોરબી દ્વારા અને હિસાબોનું વાંચન ખજાનચી રજનીકાંતભાઈ વાઘડીયા, સુરત દ્વારા કરવામાં આવ્યું હતું.
વિશેષ પ્રતિભા ધરાવનારનું સન્માન કરાયું
ત્યારબાદ સમાજમાં વિશેષ પ્રતિભા ધરાવતા સભ્યો કે જેઓની અલગ અલગ હોદ્દા પર વરણી થઈ હતી તેઓનાં સન્માન કરવામાં આવ્યા. જેમાં નાનજીભાઈ શિવજી વાડીયા જામનગર - સૌરાષ્ટ્ર ઝોન સમાજના પ્રમુખ તરીકે પુનઃ વરણી, લક્ષ્મીનારાયણ સંસ્કારધામમાં કારોબારી સભ્ય તથા ઉમિયા માતાજી સંસ્થાન વાંઢાયમાં કારોબારી સભ્ય તરીકે વરણી બદલ, અને
રમેશભાઈ વાલજી પારસીયા - સુરત - દક્ષિણ ગુજરાત ઝોન સમાજ ના પ્રમુખ અને ઉમા એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના મહામંત્રી તરીકે વરણી બદલ,નરસિંહભાઈ રતનશી લીંબાણી - નડિયાદ - મધ્ય ગુજરાત ઝોન સમાજના ખજાનચી તરીકે વરણી બદલ, રજનીકાંતભાઈ વાઘડીયા - સુરત ને - સુરત સમાજના મહામંત્રી તરીકે પુનઃવરણી બદલ... આ સૌ સભ્યોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
લેન્ડ જેહાદ અને લવ જેહાદથી સાવચેત રહો...
આપણી જમીન અને આપણી મિલકત વિશે "લેન્ડ જેહાદ" અને "લવ જેહાદ" નો ભોગ ના બનીએ તે માટે સાવચેતીનાં પગલાં અને જાગૃતિ માટેની સંપૂર્ણ માહિતી રમેશભાઈ પારસીયા દ્વારા રજૂ કરવામાં આવી. યુવા મંડળનાં નવનિયુક્ત પ્રમુખ શ્રી ગૌતભાઈ હળપાણી બોરસદએ "વડીલો ની આંખ અને યુવાનો ની પાંખ" ઉક્તિ મુજબ સમાજના વડીલોના માર્ગદર્શન હેઠળ સમાજ વિકાસના કાર્યો કરવા માટે હંમેશા તત્પર રહેવા ખાતરી આપેલ.
ઓપન સેશન માં જેન્તીભાઇ પારસિયા સુરતએ સંસ્કાર સંવર્ધન અંગે, હિતેષ લીંબાણી દયાપરએ માતૃત્વ અને ગર્ભ સંસ્કાર વિષે, ચંદુલાલ વાડિયા નડિયાદએ મોબાઈલના વિવેકપૂર્ણ ઉપયોગ વિષે તથા શારદાબેન અને લીલાબેન પોકારએ પુ. દાદાના વિચારોને જીવનમાં આત્મસાત કરવા ઉપયોગી સૂચનો કરેલ.
પ્રમુખસ્થાને થી મણીલાલભાઈ પારસિયાએ કોરોના કાળમાં ગુમાવેલ સ્વજનો અંગે દિલસોજી વ્યક્ત કરેલ અને સમગ્ર ટર્મ દરમિયાન ગામજનો તરફથી મળેલ સાથ અને સહકાર બદલ આભાર માનેલ અને ચાલુ કારોબારીના કાર્યકાળની સમાપ્તિ ની જાહેરાત કરેલ.
નવી કમીટીની રચનામાં સૌ પ્રથમ સભા દ્વારા ટ્રસ્ટી શ્રીઓની નિમણુક કરવામાં આવી અને ત્યાર બાદ નવી કારોબારીની રચનાની જવાબદારી ટ્રસ્ટીશ્રીઓને સોંપવામાં આવી જેમણે પ્રથમ જુદા જુદા વિસ્તારમાંથી આવતા 21 કારોબારી સભ્યોની પસંદગી કરેલ જેને સભાએ તાળીઓના ગડગડાટ થી વધાવી લીધેલ અને આ સભ્યો અને ટ્રસ્ટી શ્રી સાથે મળીને સર્વાનુમતે ટર્મ 2021-24 માટે હોદ્દેદારો ની વરણી કરવામાં આવી જે નીચે મુજબ છે.
શ્રી કડવા પાટીદાર સત્યનારાયણ સમાજ,દયાપર
વર્ષ ૨૦૨૧-૨૪ માટેના કર્ણધારો
૧.પ્રમુખ:શ્રી રમેશભાઈ વાલજીભાઈ પારસિયા,સુરત
૨.ઉપપ્રમુખ: શ્રી વિનોદભાઈ નારાણભાઈ મૈયાત,દયાપર .
૩.ઉપપ્રમુખ: શ્રી મણીલાલ રામજીભાઈ પોકાર, મુંબઈ.
૪.મહામંત્રી: શ્રી મનસુખભાઇ કાનજીભાઈ પારસિયા, નડીયાદ.
૫.ખજાનચી: શ્રી રજનીકાંત દેવશીભાઇ વાગડીયા,સુરત.
૬.સહ ખજાનચી: શ્રી ગંગારામભાઈ નથુભાઈ મૈયાત,દયાપર.
૭.મંત્રી: શ્રી હીરાલાલ રતનશીભાઈ દિવાણી, મોરબી .
૮.મંત્રી: શ્રી ભાવિનભાઈ ભવાનભાઈ લીંબાણી,દયાપર.
નવ નિયુક્ત પ્રમુખ શ્રી રમેશભાઈ પારસિયાએ સૌ નો સાથ સમાજનો વિકાસ તેમજ જ્ઞાતિજનોના કલ્યાણની ભાવના સાથે તેમનામાં મુકેલ વિશ્વાસ બદલ સમાજનોનો આભાર માનેલ....
અંતમાં આભારવિધી સમાજના ખજાનચી રજનીકાંતભાઈ વાઘડીયા દ્વારા કરવામાં આવી અને સમગ્ર સભા સંચાલન મહામંત્રી શ્રી મનસુખ ભાઈ પારસિયા નડિયાદ દ્વારા કરવામાં આવ્યું હતું.
શ્રી કડવા પાટીદાર સત્યનારાયણ યુવા મંડળ દયાપર
શ્રી KPSYM ની વાર્ષિક સાધારણ સભા નું આયોજન પ્રમુખ શ્રી ચંદુલાલ વાડિયાના અધ્યક્ષ સ્થાને તા.29-8-21 શીતળા સાતમના રોજ રાત્રે 9.00 કલાકે નારાયણ રૈયા ચોક, સત્યનારાયણ મંદિર પરિસર, દયાપરમાં યોજેલ હતી. એજન્ડા મુજબ ની કાર્યવાહીમાં સભા સંચાલન મહામંત્રી ગૌતમ હળપાણી બોરસદ દ્વારા, પ્રાર્થના અને દિવંગત આત્માઓને શ્રધ્ધાંજલી બાદ સ્વાગત પ્રવચન ઉપપ્રમુખ નવીન લીંબાણી નડિયાદ દ્વારા, ગત સામાન્ય સભાની મિનિટસનું વાંચન મંત્રી શ્રી ભાવેશ પારસીયા મહેસાણા દ્વારા, આવક જાવકના હિસાબોની રજૂઆત સહખજાનચી હરેશ પારસિયા દ્વારા, ચાલુ ટર્મ દરમિયાન થયેલ કાર્યોનો અહેવાલ IPP શ્રી જેન્તીલાલ પારસિયા સુરત દ્વારા, તથા સમાજ અને મંડળમાં રહેલી વિશેષ પ્રતિભાઓને અભિનંદન સાથે શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યા હતા. મંડળની રચનાને દશ વર્ષ થયેલ જે દસ વર્ષની કાર્ય સમીક્ષાનો અહેવાલ ઉપપ્રમુખ નરેશ પારસિયા સુરત દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો.
પ્રમુખસ્થાનેથી શ્રી ચંદુલાલ વાડિયા સુરતએ સમગ્ર ટર્મ દરમિયાન સાથ અને સહકાર આપનાર સર્વેનો આભાર અને ઋણ સ્વીકાર સાથે સભા સમાપ્તિ ની જાહેરાત કરેલ અને નવી ટર્મની કારોબારીની વરણી માટે વડીલ સલાહકાર શ્રીઓ નાનજીભાઈ વાડિયા જામનગર, રમેશભાઈ પારસિયા સુરત અને મનસુખભાઈ પારસિયા નડિયાદને ચૂંટણી પંચ તરીકેની વરણી કરવામાં આવેલ.
ચૂંટણી પંચ દ્વારા વિવિધ વિસ્તાર માંથી આવેલ પ્રતિનિધિઓ સાથે વિચાર વિમર્શ કરીને આગામી વર્ષ 2021-24 માટે ની ટીમની જાહેરાત કરેલ, જે નીચે મુજબ છે.
શ્રી કડવા પાટીદાર સત્ય નારાયણ યુવા મંડળ દયાપર વર્ષ 2021-24 માટે નવનિયુકત ટીમ
પ્રમુખ: ગૌતમ લખમસીભાઈ હળપાણી,બોરસદ
IPP: ચંદુલાલ દેવજીભાઈ વાડિયા, નડિયાદ
V.P: હિતેષ ભવાનજી ભાઈ લીંબાણી, દયાપર
V.P: ગોવિંદ માવજીભાઈ મૈયાત, ડીસા
V.P: નવીન રતનશીભાઈ મૈયાત, પલુસ
મહામંત્રી: ભાવેશ કાન્તિલાલ પારસીયા, મહેસાણા
મંત્રી. : જીતેન્દ્ર દેવજીભાઈ ગોગારી, ગાંધીનગર
મંત્રી : ચેતન રમેશભાઈ પારસીયા, દયાપર
મંત્રી: કેતન શંકરભાઈ રંગાણી, સુરત
ખજાનચી: નવીન ભાણજી ભાઈ પારસીયા,સુરત
સહખજાનચી: નીતિન હરેશભાઈ પારસીયા,ડભોઇ
સહખજાનચી : પરેશ જેન્તિલાલ વાડિયા,નડિયાદ
સલાહકારશ્રીઓ
1. મણીલાલ રતનશી ભાઈ લીંબાણી, વડોદરા
2.જેન્તીલાલ દેવજીભાઈ પારસીયા, સુરત
3. નરેશ મણીલાલ પારસીયા, સુરત
4. મહેશ દેવશીભાઇ વાગડીયા, સુરત
5. હરેશ શિવજીભાઈ પારસીયા, હાલોલ
6. નવીન હીરાલાલ બાથાણી,દયાપર
7.રાજેશ નારણભાઈ વાડિયા, રાજકોટ
8.નવીન વિરજીભાઈ લીંબાણી,નડિયાદ
નવા વરાયેલા પ્રમુખ શ્રી ગૌતમ હળપાણી બોરસદએ તેમનામાં મુકેલ વિશ્વાસ બદલ સમસ્ત યુવા મંડળના સભ્યોનો આભાર માનેલ અને સૌના સાથ અને સહકારની અપેક્ષા સાથે સોંપેલ જવાબદારી માટે તન મન અને ધનથી પ્રયત્નશીલ રહેવા ખાતરી આપેલ. અંતમાં આભાર દર્શન નવા વરાયેલાં ઉપપ્રમુખ શ્રી હિતેષ ભવાનજીભાઈ લીંબાણી, દયાપર દ્વારા કરવામાં આવ્યું અને રાષ્ટ્રગીતના ગાન બાદ સભા સમાપ્તિની જાહેરાત કરવામાં આવી હતી.