થરાવડા ( ભડલી ) પાટીદાર મહિલા મંડળના પ્રમુખપદે સોનલબેન શેઠીયાની વરણી... મહિલા મંડળ દ્વારા વરસાદ માટે પર્જન્ય યજ્ઞ પણ યોજાયો.
તા.૨૯/૮/૨૦૨૧, રવિવારને સાતમના રોજ શ્રી થરાવડા પાટીદાર મહિલા મંડળની સામાન્ય સભા પ્રમુખ શાન્તાબેન પ્રેમજી દિવાણીના અધ્યક્ષ સ્થાને થરાવડા ખાતે મળેલ. જેમાં ભારતભરમાંથી મોટી સંખ્યામાં બહેનોએ હાજરી આપી હતી.
આ સભાને સફળ બનાવવા ઉપસ્થિત દરેક મહિલાઓનું મહામંત્રી શ્રી ચંદ્રિકાબેન રમેશ દિવાણી દ્રારા શાબ્દિક સ્વાગત કરવામાં આવેલ. ત્યાર બાદ એજન્ડા મુજબ નવી કારોબારીની વરણી કરવામાં આવેલ. નવનિયુક્ત હોદ્દેદારોની વરણી નીચે મુજબ કરવામાં આવેલ..
થરાવડા ( ભડલી ) પાટીદાર મહિલા મંડળ
પ્રમુખ :- શ્રીમતી સોનલબેન ઈશ્વરભાઈ શેઠીયા
ઉપપ્રમુખ :- શ્રીમતી કાંતાબેન બાબુલાલ દિવાણી
મહામંત્રી :- શ્રીમતી કૈલાસબેન જયંતિલાલ દિવાણી
મંત્રી :- શ્રીમતી દર્શનાબેન અમૃતલાલ દિવાણી
ખજાનચી :- શ્રીમતી પ્રેમીલાબેન પ્રભુલાલ દિવાણી
સહખજાનચી :- શ્રીમતી હંસાબેન સંજય પરવાડીયા
અંતમાં આ સભામાં ઉપસ્થિત રહી નિખાલસતા પૂર્વક ચર્ચા કરવા બદલ તેમજ પોતાના પર વિશ્વાસ મુકી પ્રમુખપદે નિયુક્તિ કરવા બદલ સોનલબેન શેઠીયાએ દરેક બહેનોનો ખરા દિલથી હૃદયપૂર્વક આભાર માનેલ.
વરસાદ માટે પર્જન્ય યજ્ઞ યોજાયો
ત્યારબાદ સર્વે બહેનો દ્રારા મેઘાને રીઝવવા સોનલબેન શેઠિયાના નેતૃત્વમાં ભાવ , ભક્તિ અને હૃદયની પુરી શ્રધ્ધાથી પર્જન્ય વૃષ્ટિ હવન કરવામાં આવેલ. હવન વિધિ સોનલબેન દ્વારા જ કરવામાં આવેલ.