શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર યુવાસંઘ ના કચ્છ રીજીયનનું વિભાજન કરી પૂર્વ અને પશ્ચિમ કચ્છ એમ બે રીજીયનની રચના કરવામાં આવી છે.
નખત્રાણા પાટીદાર વિદ્યાર્થી ભવન ખાતે ૩ ઓક્ટોબરના યોજાયેલી યુવાસંઘની સભામાં આ મહત્વપૂર્ણ કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. આ પ્રસંગે યુવાસંઘ, મહિલાસંઘ અને કેન્દ્રીય સમાજના પદાધિકારીઓ સહિત સમગ્ર કચ્છમાંથી મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.
કચ્છ જિલ્લાના વિશાળ વિસ્તારને ધ્યાનમાં લઈ કામગીરીમાં સરળતા રહે અને કેન્દ્રીય સમાજના ઝોન સાથે એકવાયતા જળવાઈ રહે તે હેતુથી રીજીયન વિભાજનને બહાલી આપવામાં આવી હતી.
ઉર્જાવાન કાર્યકરોની વરણીથી ઉત્સાહનો માહોલ...
આ બંને રીજીયનની નવી કારોબારી અને હોદ્દેદારોની પણ સભામાં સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. જે રીતે બંને રીજીયનમાં નવા તરવરીયા યુવાનોને લેવામાં આવ્યા છે તે જોતાં યુવાસંઘ દ્વારા નવા કાર્યક્રમોની અપેક્ષા લોકો રાખી રહયા છે.
પશ્ચિમ કરછ રીજીયન
વર્ષ 2021/2023 ના નવનિયુક્ત હોદ્દેદારો
ચેરમેન - શાંતિલાલ ગોપાલ નાયાણી -વિથોણ
વાઇસ પ્રેસિડેન્ટ - હસમુખ મણીલાલ નાકરાણી - નવી મંજલ
મહામંત્રી - રાજેશ હરજી સાંખલા - નેત્રા
મંત્રી - તુલસીદાસ લધારામ લીંબાણી -આણંદસર( વિથોણ )
ખજાનચી - પ્રકાશ નરશી ભીમાણી - વેરસલપર ( રોહા )
સહખજાનચી - વસંત અબજી સાંખલા - રસલીયા
PRO - મનોજ મહેશ વાઘાણી - નાના અંગિયા
પૂર્વ કચ્છ રીજીયન
વર્ષ 2021/2023 ના નવનિયુક્ત હોદ્દેદારો
ચેરમેન - સુરેશભાઈ મોહનભાઈ ભગત - ગુણાતીતપુર
વાઇસ પ્રેસિડેન્ટ - અશોકભાઈ લખમશી ઠાકરાણી - જનકપુર
મહામંત્રી - રમેશભાઈ કાન્તીલાલ રામાણી- બિદડા
મંત્રી - વિનોદભાઈ નારણભાઈ લીંબાણી- ગાંધીધામ
ખજાનચી - મહેશભાઈ સામજીભાઈ રવાણી-ગાંધીધામ
સહખજાનચી - અજયભાઈ શાંતિલાલ પરવાડિયા-ગઢશીશા
PRO - જીતેશભાઈ રતનશી હળપાણી-રત્નાપર-મઉ
ડિવિઝન પ્રમુખ - કર્મભૂમિ
જ્યેન્દ્રભાઈ નારશીભાઈ રૂડાણી-ગુણાતીતપુર
ડિવિઝન મંત્રી- કર્મભૂમિ
રાજેન્દ્રભાઇ મણીલાલ ભીમાણી-કલ્યાણપર
ડિવિઝન પ્રમુખ - માંડવી
મનોજભાઈ અમૃતલાલ દડગા-મમાયમોરા
ડિવિઝન ઉપપ્રમુખ - માંડવી
મુકેશભાઈ ગોવિદભાઈ વાસાણી-ગોધરા