VASANTBHAI RETURNS ! : વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા વૈશ્વિક યુવા સંગઠનના ચેરમેન તરીકે કેન્દ્રીય યુવાસંઘના ડો.વસંતભાઈ ધોળુની ગૌરવરૂપ વરણી...
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન નિર્મિત વૈશ્વિક યુવા સંગઠનના ચેરમેન તરીકેની મહત્વપૂર્ણ જવાબદારી આપણી સમાજના કેન્દ્રીય યુવાસંઘના તત્કાલીન વાઈબ્રન્ટ યુવા પ્રમુખ ડો. વસંતભાઈ ધોળુને સોંપવામાં આવી છે. કચ્છના કડવા પાટીદાર સમાજ માટે આ ગૌરવરૂપ ઘટના છે.
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન શું છે?
વિશ્વના સૌ કડવા પાટીદારોને ઉમાના છત્ર હેઠળ સંગઠિત કરી ધાર્મિકતા સાથે શિક્ષણ, સામાજિક, બિઝનેસ અને અન્ય ક્ષેત્રે કડવા પાટીદારોના સર્વાંગી વિકાસના ઉદ્દેશ્ય સાથે સ્થપાયેલ સંસ્થા એટલે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન.
વૈષ્ણોદેવી મંદિર પાસે જાસપુર, અમદાવાદમાં 100 વીઘાના કેમ્પસમાં 1000 કરોડના પ્રોજેકટમાં વિધાર્થીઓ માટે, બિઝનેસ મિત્રો માટે અને સ્ત્રી સશક્તિકરણ કેન્દ્ર સાથે વડીલો માટેની વિવિધ સુવિધાઓ સાથે વિશ્વનું સૌથી ઊંચું મા ઉમાનું મંદિર પણ નિર્મિત થઈ રહ્યું છે.
હવે યુવા સંગઠન પર ધ્યાન...
આ વૈશ્વિક સંગઠનમાં યુવાઓ પાયાની ભૂમિકામાં છે. તેઓને સંગઠિત કરી, તેમના સર્વાંગી વિકાસ માટેની પ્રવૃત્તિઓ યોજી, તેમની શક્તિઓને સમાજ વિકાસમાં ઉપયોગી બનાવવાના હેતુસર વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન વૈશ્વિક યુવા સંગઠન ઊભું કરવા જઈ રહ્યું છે. આ વૈશ્વિક યુવા સંગઠનના ચેરમેન તરીકેની જવાબદારી આપણી સમાજના કેન્દ્રીય યુવાસંઘના તત્કાલીન વાઈબ્રન્ટ યુવા પ્રમુખ ડો. વસંતભાઈ ધોળુને સોંપવામાં આવી છે..
નવા-નવા કાર્યક્રમો આપવામાં માહેર છે ડો.વસંત ધોળુ...
સ્નેહગાંઠ, મોદપરિષદ, પંચામૃત, મિશન IAS, YSK, શ્રી નારાયણ કથા, વાઈબ્રન્ટ બિઝનેસ સમિટ, સુવિધા કેન્દ્ર, યુવા ઓલિમ્પિક રમતોત્સવ, અતિથિ દેવો ભવ: અને વિદ્યાલક્ષ્મી અમૃતકુંભ જેવી અનેક પ્રવૃત્તિઓની સમાજને ભેટ ધરનાર સાયન્સ કોલેજ, તલોદના વનસ્પતિ શાસ્ત્રના પ્રોફેસર એવા ડો. વસંત ધોળુને યુવા સંગઠનના ચેરમેન તરીકેની મળેલ આ જવાબદારીથી આપણી સમાજને એક વૈશ્વિક જોડાણ અને નવી ઊંચાઈ પ્રાપ્ત થશે તેવી આશા જ્ઞાતિજનોમાં નિર્માણ થઈ છે.