ચોથી સમાજ ! : નખત્રાણામાં રહેતા ૫૭ ગામના પાટીદારોએ મળી બનાવી છે આ નૂતન સમાજ...
શ્રી નખત્રાણા પાટીદાર સનાતન સમાજની વિધિવત્ રચના...
આખરે નખત્રાણામાં જેની લાંબા સમયથી ચર્ચા થઈ રહી હતી તે ચોથી સમાજ 'શ્રી નખત્રાણા પાટીદાર સનાતન સમાજ' ની વિધિવત્ રચના થઈ ગઈ છે. નખત્રાણામાં રહેતા ૫૭ ગામના ૧૦૫૦ જેટલા સભ્યોને હવે પોતીકી સમાજ મળી ગઈ છે.
દ્રિતિય સ્નેહમિલનમાં નૂતન સમાજની વિધિવત્ રચના
કન્યા છાત્રાલય નખત્રાણા ખાતે તા.૨૮/૧૧/૨૦૨૧ ના સમાજના કાર્યકારી પ્રમુખ અરવિંદભાઈ રૂડાણીના અધ્યક્ષસ્થાને યોજાયેલ શ્રી ઉમિયા સનાતન મિત્ર મંડળના દ્રિતિય સ્નેહમિલન અને સામાન્ય સભામાં નૂતન સમાજની રચનાને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. સમાજનું નામ પણ 'શ્રી ઉમિયા સનાતન મિત્ર મંડળ'ના બદલે 'શ્રી નખત્રાણા પાટીદાર સનાતન સમાજ' રાખવા સર્વાનુમતે ઠરાવવામાં આવ્યું હતું.
ત્રણેય પાંખના હોદ્દેદારોની પણ વરણી થઈ...
આ સભામાં નૂતન સમાજની કારોબારી અને હોદ્દેદારોની પણ વરણી કરવામાં આવી હતી.નૂતન સમાજના પ્રમુખ તરીકે દેશલપર (વાંઢાય)ના અરવિંદભાઈ જેઠાભાઈ રૂડાણી અને મહામંત્રી તરીકે થરાવડાના ચંદુલાલ ભાણજીભાઈ દિવાણી સહિત ના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. તે જ રીતે યુવક મંડળ અને મહિલા મંડળની પણ વિધિવત્ રચના કરવામાં આવી હતી.
કચ્છમાં સૌથી વધુ સમાજ હવે નખત્રાણામાં !
નખત્રાણામાં અત્યાર સુધી મધ્ય વિભાગની સત્યનારાયણ સમાજ, પશ્ચિમ વિભાગ લક્ષ્મીનારાયણ સમાજ અને નવાવાસ પાટીદાર સમાજ એમ ત્રણ સમાજ અસ્તિત્વમાં હતી. હવે ૫૭ ગામના પાટીદારોની બનેલ ચોથી સમાજ શ્રી નખત્રાણા પાટીદાર સનાતન સમાજની રચના થતાં કચ્છમાં સૌથી વધારે સમાજ હવે નખત્રાણા ગામમાં થઈ છે.
વસતિ વધતાં નવા સમાજની જરૂર પડી...
નખત્રાણામાં ત્રણ ત્રણ સમાજ હોવા છતાં જ્ઞાતિની મોટી વસતિને કારણે નવા સભ્યોને દાખલ કરવામાં ઘણા બધા પ્રશ્નો ઉભા થઈ રહ્યા હતા. ખાસ કરીને જન્માષ્ટમી કે નવરાત્રિ પર્વ પર જગ્યાની સંકડાશની મોટી સમસ્યા હતી. આ સંજોગોમાં નખત્રાણામાં વેપારી કામકાજ માટે જે ૫૭ ગામના પાટીદારો વરસોથી અહીં રહેતા હતા તેઓ પોતાની પણ એક સમાજ હોવી જોઈએ તેવું ઈચ્છતા હતા. આ લાગણી પ્રબળ બનતાં આખરે ચોથી સમાજની રચનાનું સપનું સાકાર થતાં લોકોમાં આનંદની લાગણી ફેલાઇ છે...
આ નૂતન સમાજની રચના માટે મળેલ મીટિંગમાં અગાઉના ખર્ચના હિસાબોના મુદ્દે કેટલાક સભ્યોએ પ્રશ્નો કરતાં સભામાં ગરમા-ગરમી થઈ હતી પણ મોવડી મંડળની દરમિયાનગીરીથી સમગ્ર મામલો થાળે પડ્યો હતો.
શ્રી નખત્રાણા પાટીદાર સનાતન સમાજ
ટ્રસ્ટી મંડળ
૧. શ્રી ડો. શાંતિલાલ મેઘજીભાઈ સેંઘાણી - કોટડા (જ)
૨. શ્રી ઈશ્વરભાઈ માવજીભાઈ ભગત - કોટડા(જ)
૩. શ્રી શંકરભાઈ હંસરાજભાઈ કાનાણી- વિરાણીમોટી
૪. શ્રી ડો.રસિકલાલ પચાણભાઈ માકાણી - કોટડા(ચકાર)
૫. શ્રી જીવરાજભાઈ માવજીભાઈ લીંબાણી - સાંગનારા
૬. શ્રી શાંતિભાઈ કરમશીભાઈ વેલાણી - માનકુવા
૭. શ્રી શંકરભાઈ લાલજીભાઈ વાડિયા - કોટડા(જ)
૮. શ્રી ગોવિંદભાઈ અરજણભાઈ દિવાણી - થરાવડા
૯. શ્રી નાનજીભાઈ અબજીભાઈ લીંબાણી - આણંદસર
૧૦. શ્રી લખમશીભાઈ મુળજીભાઈ દિવાણી - જતાવીરા
સમાજના હોદ્દેદારો
પ્રમુખ - શ્રી અરવિંદભાઈ જેઠાભાઈ રૂડાણી- દેશલપર ( વાંઢાય)
ઉપપ્રમુખ - શ્રી જગદીશભાઈ લાલજીભાઈ વાડિયા- કોટડા(જ)
ઉપપ્રમુખ - શ્રી શાંતિભાઈ અખૈઈભાઈ પોકાર- કાદિયાનાના
મહામંત્રી - શ્રી ચંદુલાલ ભાણજીભાઈ દિવાણી- થરાવડા
મંત્રી - શ્રી કિશોરભાઈ પ્રેમજીભાઈ ઉકાણી- નેત્રા
સહમંત્રી - શ્રી મયૂરભાઈ તેજાભાઈ સાંખલા
ખજાનચી - શ્રી અંબાલાલ વિશ્રામભાઈ ભગત- કલ્યાણપર
સહખજા - શ્રી જગદીશભાઈ વીરજીભાઈ સાંખલા- રતડીયા
નવયુવક મંડળ
પ્રમુખ - શ્રી શંકરભાઈ બાબુભાઈ ભીમાણી- આણંદપર(યક્ષ)
મહામંત્રી - શ્રી વિપુલભાઈ ધનસુખભાઈ પારસિયા- સાંયરા(યક્ષ)
મહિલા મંડળ
પ્રમુખ - શ્રીમતી નયનાબેન વિનોદભાઈ- હરીપુરા(માંડવી)
મહામંત્રી - શ્રીમતી છાયાબેન રજનીકાંતભાઈ ચોપડા- જીયાપર
|