પાટીદાર પાવર : કચ્છમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઠેર ઠેર વિજય વાવટા ફરકાવતા પાટીદારો...હવે ઉપસરપંચ માટે કાવા-દાવા શરૂ !
ગ્રામ્ય સંસદ કહેવાય તેવી ગ્રામપંચાયતની ચૂંટણીઓ પુરી થઈ ગઈ અને પરિણામો પણ ગઈકાલે આવી ગયાં... ગામના મુખી કે ગામધણી કહેવાય એવા સરપંચના હોદ્દા માટે આ વખતે કચ્છના ગામડામાં રસાકસી પણ જોરદાર હતી અને ધારાસભાની ચૂંટણીની જેમ કેટલીક જગ્યાએ સારો એવો ખર્ચ થતો જોવા મળ્યો હતો !
કચ્છમાં પાટીદાર ગામો તો ૧૦૦ ઉપરાંત છે પણ જે ગામોમાં ચૂંટણી થઈ હતી તેમાં ૫૦ ટકા ઉપરના ગામોમાં તો અનાતમ સીટના કારણે આમેય પાટીદાર ઉમેદવારો માટે કોઈ ચાન્સ નહોતો ! પણ જ્યાં સામાન્ય સીટ ઉપર પાટીદાર ઉમેદવારો ઉભા હતા ત્યાં જ્ઞાતિના ઉમેદવારોએ નોંધપાત્ર દેખાવ કર્યો છે તે પરિણામો જોતાં જણાય છે.
લખપત તાલુકામાં પાટીદારોનું સંગઠન અકબંધ છે
સરહદી લખપત તાલુકામાં પાટીદાર જ્ઞાતિના ઉમેદવારોએ જોરદાર દેખાવ કર્યો છે. તાલુકા મથક દયાપર ઉપરાંત ઘડુલી અને સિયોતમાં પાટીદાર ઉમેદવારોએ શાનદાર જીત મેળવી છે અને સંગઠનના દર્શન કરાવ્યા છે. દયાપરમાં ભાજપના અગ્રણી હસમુખભાઈ પોકારના ધર્મપત્ની જયાબેન પોકાર વિજયી થયા છે તો ઘડુલીમાં વર્તમાન સરપંચ નીતિનભાઈ રૂડાણીના ધર્મપત્ની વિજેતા થયાં છે. અહીં સરપંચ પદ માટે બે પાટીદાર મહિલાઓ વચ્ચે ખરાખરીનો જંગ ખેલાયો હતો.
આ વાત જરા ખટકે તેવી છે...
રવાપર, નેત્રા, રામપર(રોહા), મથલ, ટોડીયા જેવા પાટીદારોની મોટી વસતિવાળા ગામોમાં જ્ઞાતિના ઉમેદવારોએ સરપંચપદ માટે દાવેદારી જ ન નોંધાવતાં આશ્ચર્ય સર્જાયું છે ! સંગઠનની તાકાતના ગમે તેટલાં બણગાં ફૂંકીએ પણ ખરા સમયે આમ પાણીમાં બેસી જવાની ‘પ્રકૃતિ’ ખતરનાક સાબિત થઈ શકે છે !
મતદાન માટે કચ્છ બહારથી પણ પાટીદારો ઉમટ્યા...
આ વખતે પણ કચ્છમાં યોજાયેલી ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં પોતાના ગામમાં જ્ઞાતિના ઉમેદવારને જીતાડવા માટે કચ્છ બહાર રહેતા ઘણા ભાઈઓ મતદાન કરવા માટે માદરે વતન ઉમટી પડ્યા હતા. દયાપર,ઘડુલી,સિયોત,ટોડીયા,નેત્રા જેવા ગામમાં મહારાષ્ટ્ર અને ગુજરાતમાંથી ખાસ વાહનો કરીને આવ્યાના પણ અહેવાલો છે.
અનામતને કારણે જે પાટીદાર ગામોમાં સરપંચપદે પાટીદારો આવી શક્યા નથી ત્યાં ઉપસરપંચનું પદ પાટીદારને ભાગે આવે તે માટે જરૂરી રાજનીતિ જે તે ગામના અગ્રણીઓએ હવે અપનાવવી જોઈએ. કચ્છમાં આવા ગામોની સંખ્યા મોટી છે અને આજકાલ વર્ચસ્વ જમાવવાની જે હોડ ચાલી રહી છે તે જોતાં જરૂરી પણ છે.
વિજેતા સરપંચ અને સભ્યોને અભિનંદન !
નખત્રાણા તાલુકા પંચાયતના પ્રમુખ જયસુખભાઈ ડાયાણી અને તાલુકા ભાજપ પ્રમુખ દિલીપભાઈ નરસિંગાણીએ વિજેતા સરપંચો અને સભ્યોને અભિનંદન આપી હવે આગામી પાંચ વર્ષ સુધી ગામના વિકાસના યજ્ઞમાં જોડાઈ જવા અપીલ કરી છે.
વિજેતા પાટીદાર સરપંચો
નખત્રાણા તાલુકો
૧. પાલનપુર (બાડી) - પ્રવિણભાઈ બાબુલાલ છાભૈયા
૨. દેવીસર - તુલસીબેન ડાહ્યાભાઈ રૂડાણી
૩. ભડલી - હરિલાલ અમૃતભાઈ ભગત
૪. પલીવાડ - જયાબેન મનસુખભાઈ રૂડાણી
૫. જીંજાય - કસ્તુરબેન ડાહ્યાભાઈ લીંબાણી
૬. આમારા - વિમળાબેન ધીરજભાઈ ચૌહાણ
૭. ઐયર - રાજેશ નરસિંહભાઈ ભાવાણી
૮. આણંદસર (વિથોણ) - જયાબેન રમેશભાઈ રૂડાણી
૯. કલ્યાણપર - પાર્વતીબેન ચંદુલાલ
૧૦. આણંદપર (યક્ષ) - જયાબેન મનસુખલાલ
૧૧. હરીપર - વિમળાબેન જાદવજી પોકાર (બિનહરીફ)
૧૨. વેરસલપર - રવિલાલ નારાણ વાલાણી (બિનહરીફ)
૧૩. ઘડાણી - રેખાબેન વિનોદભાઈ રંગાણી (બિનહરીફ)
૧૪. સાંગનારા - શંકરભાઈ ગોપાલભાઈ લીંબાણી( બિનહરીફ )
૧૫. જીયાપર - અલ્પાબેન પ્રકાશભાઈ પોકાર ( બિનહરીફ )
૧૬. અંગિયાનાના - હંસાબેન મહેન્દ્રભાઈ પારસિયા ( બિનહરીફ )
લખપત તાલુકો
૧. દયાપર - જયાબેન હસમુખભાઈ પોકાર
૨. ઘડુલી - નીલમબેન નીતિન રૂડાણી
૩. સિયોત - ગંગારામ અરજણ રૂડાણી
માંડવી તાલુકો
૧. દરશડી - નરસિંહભાઈ કાનજીભાઈ સેંઘાણી
૨. મમાયમોરા - સરોજબેન પરસોત્તમ સેંઘાણી
૩. બિદડા - જયાબેન પ્રવિણચંદ્ર છાભૈયા
૪. રત્નાપર - મહેન્દ્રભાઈ શાંતિલાલ રામાણી (બિનહરીફ)
અબડાસા તાલુકો
૧. કનકપર - ચંદ્રીકાબેન કલ્પેશભાઈ રંગાણી ( બિનહરીફ )
ભુજ તાલુકો
૧. દેશલપર (વાંઢાય) - જયશ્રીબેન પરસોતમવાસાણી
૨. આણંદસર (મંજલ) - શાંતિલાલ ભાવાણી
આ પાટીદાર ગામોના સરપંચ કોણ બન્યા તે જાણવું જરૂરી છે...
ઐયર - કાદર ગનીમામદ લુહાર
જતાવીરા - ઈન્દુબેન હરેશદાન ગઢવી
અરલનાની - મંછાબા દિલાવરસિંહ જાડેજા
ઉખેડા - તુષારગીરી વિશ્રામગીરી ગોસ્વામી
મથલ - હુસેન સીધીક ખલીફા
રામપર (રોહા) - બુધાભાઈ સોમાભાઈ રબારી
રસલિયા - જયંતિલાલ પેથાભાઈ પરમાર
રવાપર - પરેશ વિશનજી રૂપારેલ
લક્ષ્મીપર (નેત્રા) - ઓસમાણ મામદભાઈ સુમરા
રામપર (સરવા) - ઈશ્વરદાન ખોડીદાન ગઢવી
થરાવડા - ઉમરશીભાઈ માલાભાઈ છાંગા
ટોડીયા - જીતુભા નાનુભા આમર
ખોંભડી મોટી - ધર્મિષ્ઠાબેન હીરાલાલ કાપડી
ધાવડા મોટા - લીલાવંતીબેન નવીનગીરી ગુંસાઈ
વાલ્કા મોટા - સુમાર કમાભાઈ હરીજન
નવાવાસ - રતનબેન રામજી લોંચા
ખીરસરા (નેત્રા) - પાલીબાઈ રાણાભાઈ રબારી
નાગલપર - રમેશભાઈ વિશ્રામસીજુ
પાનેલી - સતીશકુમાર પુનાભાઈ હરિજન
નાગવીરી - મરિયાબાઈ રમજાન લુહાર
કોટડા (જ) - કોકીલાબેન મુકેશ ચાવડા
નખત્રાણા - રિધ્ધિબેન મયૂર વાઘેલા