અભિનંદન! : કેન્દ્રીય સમાજમાંથી બાકાત થયેલા પ્રવિણભાઈ ધોળુની ઉમિયા માતાજી સંસ્થાન વાંઢાયના મંત્રીપદે ગૌરવશાળી નિમણૂંક.
નખત્રાણા તાલુકાના નાગલપરના પ્રવિણભાઈ નારણભાઈ ધોળુની ઉમિયા માતાજી સંસ્થાન વાંઢાયના મંત્રીપદે ગૌરવભરી વરણી કરવામાં આવી છે.
આજે શ્રી ઉમિયા માતાજી સંસ્થાન વાંઢાયની કારોબારી સભા મળી હતી જેમાં મંત્રીશ્રીની ખાલી પડેલ જગ્યા પર પ્રવીણભાઈ ધોળુની સમાજના વિવિધ ક્ષેત્રોમાં સમર્પિત સેવાઓની નોંધ લઇ શ્રી ઉમિયા માતાજી સંસ્થાન વાંઢાયના મંત્રી તરીકે નિયુક્તિ કરવામાં આવી હતી.
કેન્દ્રીય સમાજના મંત્રી રહી ચૂક્યા છે પ્રવિણભાઈ
યુવાસંઘના કાર્યકર તરીકે સામાજિક ક્ષેત્રે પદાર્પણ કરનાર પ્રવિણભાઈ ધોળુએ યુવાસંઘના કચ્છ રીજીયનના ૨૦૧૩ થી ૨૦૧૪ ના પ્રમુખ તરીકે સેવા આપ્યા બાદ કેન્દ્રીય સમાજના મંત્રી તરીકે ૨૦૧૫ થી ૨૦૨૧ સુધી બે ટર્મ સેવા આપી હતી.
...પણ કેન્દ્રીય સમાજની છેલ્લી વરણીમાં 'આઉટ' થઈ ગયા હતા!
કેન્દ્રીય સમાજની છેલ્લી વરણીમાં છેલ્લે સુધી તેમના સમાવેશ અંગે અટકળો ચાલી હતી પણ ગમે તે કારણસર તેમની બાદબાકી થઈ હતી જેને લઈ તેઓ કેન્દ્રીય સમાજના કેટલાક અગ્રણીઓથી નાખુશ ચાલી રહ્યા હતા.
વાંઢાય સંસ્થાએ તેમની કદર કરી...
પણ ઉમિયા માતાજી સંસ્થાન વાંઢાયના પ્રમુખ હંસરાજભાઈ ધોળુએ તેમની સેવાનો લાભ લેવા તેમની મંત્રીપદે કરેલ નિમણૂંકથી તેમના ચાહક વર્ગમાં આનંદની લાગણી ફેલાઇ ગઇ છે.
તેમના પિતા નારણભાઈ ધોળુએ પણ કેન્દ્રીય સમાજમાં અને અનેકવિધ સેવાભાવી સંસ્થાઓમાં સેવા આપી હતી એટલે સમાજ સેવા તેમને વારસામાં મળેલી છે.