ખેલે પાટીદાર : મૈસુર રોડ યુવક મંડળ દ્વારા આયોજીત વોલીબોલ સ્પર્ધામાં સહારા-એ ટીમનો વિજય. ગણેશ વોરિયર્સ રનર્સઅપ બની.
શ્રી પાટીદાર પરિવાર સમાજ યુવક મંડળ મૈસૂર રોડ બેંગ્લોર આયોજિત વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન તા 20.02.2022 ને રવિવારના રોજ સમાજની નવી ખરીદેલી જમીન પર કરવામાં આવેલ. જેમાં R R Rangers, WOC, Sahara A, Sahara B, Ganesh Staikers A, Ganesh Straikar B, Ganesh Warriors એમ સાત ટીમોએ ભાગ લીધો હતો.
સવાર ના 7.30 કલાકે શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન તથા કુળદેવી મા ઉમિયાજીના દીપ પ્રાગટય તથા જયઘોષ સાથે યુવક મંડળના પ્રમુખ શ્રી પ્રવિણભાઈ ધીરજભાઈ પટેલ, આઈ.પી.પી. વસંતભાઈ પચાણભાઈ ચૌધરી તથા સમાજના વડીલોના હસ્તે ખેલનો શુભારંભ કરવામાં આવેલ.
સાતે ટીમોને આઈપીએલના ફોર્મેટથી રમાડવામાં આવેલ, જેમાંથી ટોપ ચાર ટીમો ગણેશ વોરીયર્સ, સહારા-એ, ગણેશ સ્ટ્રાઇકર અને આર.આર. રેંજર્સ સેમીફાઈનલમાં પહોંચી હતી,જેમાં ગણેશ વોરીયરસ સામે સહારા-એ રમેલ, જેમાં ગણેશ વોરીયર્સ વિજેતા થઈને ફાઈનલમાં પોતાની દાવેદારી નોંધાવી હતી.
ત્યારબાદ એલીમીનેટર મેચ ગણેશ સ્ટ્રાઇકર-એ સામે આર.આર.રેંજર્સ, અને સહારા-એ સામે ગણેશ સ્ટ્રાઇકરને રમાડવામાં આવેલ જેમાં સહારા-એ વીજેતા થઈને ફાઈનલમાં પહોચી હતી. ત્યારબાદ બપોરે ભોજન સૌએ સાથે લીધેલ.
ત્યારબાદ ગણેશ વોરીયરસ સાથે સહારા-એ ફાઈનલ મેચના ખુબજ રસાકસીભર્યા મુકાબલામાં સહારા-એ 22-25 સાથે ફાઈનલ મુકાબલાની મેચ જીતી ટુર્નામેન્ટની વિજેતા ટીમ બનેલ.
બેસ્ટ ખેલાડીઓને સન્માનિત કરાયા
ઈનામ વિતરણ સમારોહમાં બેસ્ટ લીફ્ટર બ્રીજેશ કાન્તીલાલ પોકાર, બેસ્ટ સ્મેશર મંથન ભવાનભાઈ ભાદાણી તથા મેન ઓફ ધી ટુર્નામેન્ટ હાર્દિક મોહનભાઇ છાભૈયાને દાતાશ્રીઓના વરદ હસ્તે ટ્રોફી સાથે સન્માનીત કરવામાં આવેલ. ત્યારબાદ રનર્સ અપ ટીમ ગણેશ વોરીયરસના દરેક પ્લેયર્સને ટ્રોફી તથા રનર્સઅપ કપ સાથે સન્માનિત કરીને ટુર્નામેન્ટ વિજેતા સહારા-એ ટીમના દરેક પ્લેયર્સને ટ્રોફી તથા ટુર્નામેન્ટ કપ સાથે સન્માનિત કરવામાં આવેલ.
યુવક મંડળને ખેલકૂદના કાર્યક્રમ કરતા રહેવા અપીલ
અંતમાં સમાજના ઉપપ્રમુખ શ્રી રમેશભાઈ વાગડીયાએ પોતાના વ્યક્તવ્યમાં દરેક ખીલાડી તથા ઉપસ્થિત સમાજજનો તથા યુવક મંડળને આવા કાર્યક્રમો કરતા રહેવા પ્રોત્સાહિત કરેલ. બાદ યુવક મંડળના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ ધીરજ પોકારે યુવક મંડળના સર્વે કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ સર્વેએ ઉભા થઈ રાષ્ટ્રગીત ગાઈને રમતોત્સવને પુર્ણ જાહેર કરેલ.
આ ટુર્નામેન્ટનું આયોજન શ્રી પાટીદાર પરિવાર સમાજ મૈસૂર રોડ બેંગ્લોર યુવક મંડળના સ્પોર્ટ્સ સમિતિના અધ્યક્ષ સંદિપભાઈ નારણભાઈ છાભૈયા તથા હીતેષભાઈ હરીલાલ લીંબાણીના નેજા હેઠળ યુવક મંડળના તથા સ્પોંસર્સના સહયોગથી કરવામાં આવેલ. દીપકભાઈ જબુવાણીએ કોમેન્ટેટરની જવાબદારી ખુબજ સરસ રીતી નિભાવી હતી.
ટુર્નામેન્ટ દરમિયાન સ્થાનિક એરીયાના રાજકીય મેમ્બર્સ શ્રી વેણુગોપાલ તથા શ્રી ચેતન ઉપસ્થિત રહ્યા હતા.
ટુર્નામેન્ટના દાતા તરીકે વિજેતા કપના દાતા એલ.એન.ટી ડોર્સ, રનર્સઅપ કપના દાતા કાકા ડોર્સ, મેન ઓફ ધી ટુર્નમેન્ટ કેન-બી ડોર્સ,બેસ્ટ સ્મેસર્સના દાતા ભવાની ટીંબર ટ્રેડર્સ, ચા-પાણીના દાતા શંકર ઈન્ટરપ્રાઈઝસ અને મેડીકલ કીટના દાતા મારુતિ ગ્લાસ એન્ડ પ્લાયવુડ રહ્યા હતા.