એવોર્ડ વિજેતા : બેંગલોરની Relyon Softech Ltd. ને TIOL 2021 એવોર્ડ એનાયત...કંપનીના CEO તેમજ ડાયરેક્ટર છે વિગોડીના નીતિન શામજી કાલરીયા.
બેંગલોરની Relyon Softech Ltd. ને શ્રી નીતિન ગડકરીજી અને શ્રી સુશીલ મોદીજીની હાજરીમાં ' ટેક્સ ટેક્નોલોજી સેવા પ્રદાતા ' ની શ્રેણીમાં TIOL 2021 એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ એવોર્ડ કંપનીના CEO તેમજ ડાયરેક્ટર નીતિન શામજી પટેલે સ્વીકારેલ હતો.
ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયધીશ, સુપ્રિમ કોર્ટેના ન્યાયાધીશ, નાણાં સચિવ, સરકારી અધિકારી, પ્રતિષ્ઠિત પત્રકાર અને અર્થશાસ્ત્રીનો સમાવેશ કરતી પેનલ દ્વારા આ એવોર્ડ નક્કી કરવામાં આવ્યા હતા.
આ એવોર્ડ નીતિન શામજી પટેલને મળ્યો છે જેની સોફ્ટવેર કંપની છે. તે કંપનીએ ઈન્કમટેકસ રિટર્ન ભરવાનું એક એવું સોફ્ટવેર બનાવ્યું છે કે તે બહુ જ પ્રખ્યાત છે અને ઘણા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આને વાપરે છે તે બદલ એને એવોર્ડ મળ્યો છે.
કંપની SARAL બ્રાંડ ટેક્ષ અને પેરોલ સોફ્ટવેર બનાવે છે
Relyon કંપની SARAL બ્રાંડ અંતર્ગત તેમનું ટેક્ષ અને પેરોલ સોફ્ટવેર સોલ્યુસન નાના તેમજ મધ્યમ (SMB) વ્યવસાય, Corporates, Bank, Profetional ને પ્રદાન કરે છે. તથા GSTIN હેઠળ ફ્રી એકાઉટીગ સોલ્યુસનના રૂપમાં પણ ઉપલબધ છે.
કચ્છમાં વિગોડીના છે નીતિન કાલરીયા
નીતિનભાઈની બેંગ્લોર મધ્યે પોતાની કોર્પોરેટ ઓફિસ છે અને તેઓ શ્રી પાટીદાર પરિવાર સમાજ મૈસૂર રોડના યુવક મંડળના મંત્રી તરીકે પણ સેવા આપી રહેલ છે. કરછમાં ગામ વિગોડી અને તેઓ આપણી સમાજના પ્રથમ CA એવા શ્રી શામજીભાઈ લધાભાઈ કાલરિયાના મોટા પુત્ર છે. નાનો દીકરો હર્ષદભાઈ પણ CA છે અને તે શામજીભાઈ સાથે જ પ્રેક્ટિસ કરે છે.