ખેલે પાટીદાર : શ્રી બોરસદ કચ્છ કડવા પાટીદાર સનાતન યુવા મંડળ દ્વારા 'શ્રી મહેશ ગ્રુપ પ્રીમિયર લીગ 2022' ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન... ગણેશ
ઈલેવન ચેમ્પિયન બની...
શ્રી બોરસદ ક. ક.પા. સનાતન સમાજ પ્રેરિત અને યુવા મંડળ દ્વારા તા. 27. 2.2020 રવિવારે બોરસદ કોમર્સ કોલેજ ગ્રાઉન્ડ ખાતે અને 'શ્રી મહેશ ગ્રુપ'
ના શ્રી શિવદાસભાઈ વાલજીભાઈ ચૌહાણની મુખ્ય સ્પોન્સરશિપ હેઠળ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.
ટૂર્નામેન્ટના સ્પોન્સર્સ આ રહ્યા...
સમગ્ર ટુર્નામેન્ટ માં યુવા મંડલ દ્વારા છ ટીમ અને તેના સપોન્સર કરવામાં આવેલ હતા જેમાં,
# બજરંગ ઈલેવન- હરિભાઈ વાલજીભાઈ ચૌહાણ પરિવાર
# જલારામ ઈલેવન- મોહનભાઈ કરમશીભાઈ પોકાર પરિવાર
# ગીતા ઈલેવન- ભીમજી ભાઈ મનજીભાઈ હળપાણી પરિવાર
# ગીતા પાઈપ ઈલેવન- અમૃતભાઈ લખુભાઈ માંકાણી પરિવાર
# હરીઓમ ઈલેવન- હરિભાઈ પ્રેમજીભાઈ જબુઆણી પરિવાર.
# ગણેશ ઈલેવન- રવજીભાઈ ગંગદાસભાઈ પેથાણી પરિવાર
આ પરિવારો ટીમના સ્પોન્સેર થયા હતા.
સમાજના આગેવાનોની પ્રેરક ઉપસ્થિતિ
સવારમાં 8.00 કલાકે સર્વે ખેલાડીઓ તથા સમગ્ર સમાજજનોની ઉપસ્થિતિમાં સમાજના તથા મહીલા મંડળના હોદ્દેદારો અને યુવા મંડળના પ્રમુખ
શ્રી નરેન્દ્ર ચૌહાણના વરદ હસ્તે દીપ પ્રાગટ્યથી શુભ શરૂઆત કરવામાં આવી. મંડલના સ્પોટર્સ મંત્રી ભાવેશ ચૌહાણ અને હિતેષ હળપાણી દ્વારા
રમતના નિયમોની માહિતી આપવામાં આવી.
ફાઈનલમાં રોમાંચક મુકાબલો
સૌ પ્રથમ સમાજના વડિલોની ઔપચારિક મેચથી શુભ શરૂઆત સાથે ગીતા ઈલેવન × હરીઓમ ઈલેવન,બજરંગ ઈલેવન × ગણેશ ઇલેવન, જલારામ
ઈલેવન × ગીતા પાઈપ વચ્ચે લીગ મેચ રમાડવામાં આવી જ્યારે સેમી ફાઇનલ જલારામ ઈલેવન × ગણેશ ઈલેવન વચ્ચે રહેલ અંતે ફાઇનલમાં ગીતા ઈલેવન
અને ગણેશ ઇલેવન વચ્ચે ખુબ જ રસાકસીભર્યો મુકાબલો રહ્યો. જેમાં ગણેશ ઇલેવન અંતે વિજયી બનેલ.
આ રહ્યા ટૂર્નામેન્ટના શ્રેષ્ઠ ખેલાડીઓ...
ટુર્નામેન્ટની લીગ મેચમાં હિતેષ હળપાણી, જીજ્ઞેશ પેથાણી અને સુરેશ હળપાણી મેન ઓફ ધ મેચ રહેલ જ્યારે સેમી ફાઈનલ અને ફાઇનલમાં સચિન ચૌહાણને
મેન ઓફ ધ મેચ ઘોષિત કરવામાં આવ્યા.
ટુર્નામેન્ટમાં બેસ્ટ બોલર તરીકે સુરેશ હળપાણી, બેસ્ટ બેટ્સમેન, મેન ઓફ ધ સિરીઝ, અને મોસ્ટ ફોર આ ત્રણેય એવોર્ડ સચિન ચૌહાણના ફાળે અને મોસ્ટ
સીક્સનો એવોર્ડ ધ્રુવ ચૌહાણે મેળવેલ હતો. ટુર્નામેન્ટ દરમિયાન વચ્ચે મહીલા મંડળની પણ એક મેચ ઉમિયા ઈલેવન સામે સનાતન ઈલેવનનું આયોજન થયેલ
જેમાં અનુક્રમે અરૂણાબેન નરેન્દ્ર ચૌહાણ અને શિત્તલબેન જીતેન્દ્ર ચૌહાણની કેપ્ટન શિપ હેઠળ કરવામાં આવેલ, જેમાં સનાતન ઇલેવન વિજેતા બનેલ હતી.
ટૂર્નામેન્ટના મુખ્ય સ્પોન્સર્સ
આ ટુર્નમેન્ટ ને સફળ બનાવવા માટે મુખ્ય સ્પોનસર
# શ્રી મહેશ ગ્રુપ શિવદાસ વાલજી ચૌહાણ પરિવાર.
#રનર્સ અપ જયભારત ગ્રુપ,
#મેન ઓફ ધ સિરીઝ- મહાવીર સો મિલ,
#મેન ઓફ ધ મેચ - suncity પાઈપ, હરીઓમ ટિમ્બર્સ, ખોડીયાર ટિમ્બર્સ, ગૌતમભાઈ હળપાણી
#ટેનીસ બોલ સ્પોન્સર- કૈલાસપતિ સો મિલ,
#બેસ્ટ બેટ્સમેન- કુંજ ટ્રેડર્સ,
#બેસ્ટ બોલર- કેદારનાથ મારબલ,
#ગ્રાઉન્ડ સ્પોન્સર- રામેશ્વર ગ્રુપ,
#મંડપ સ્પોન્સર- આર કે ટીમ્બર્સ,
#બેસ્ટ સીક્સ - દીપક સો મિલ
#બેસ્ટ ફોર - આશાપુરા સો મિલ
આ ઉપરાંત પરસોત્તમ ટીમ્બર્સ, શિવમ વુડ વર્કસ, મારુતિ ટીમ્બર્સ, ગણેશ પ્લાય & હાર્ડવેર, શિવ શક્તિ સો મિલ, નરશી પ્રેમજી બાથાણી તથા સ્વ.
પરબતભાઇવાલજીભાઈ ચૌહાણ પરિવાર , બોરસદ ક. ક. પા સમાજ અને મહીલા મંડળ નો પણ આર્થિક સહયોગ પ્રાપ્ત થયેલ હતો.
એવોર્ડ સેરેમની પણ યોજાઈ
એવોર્ડ સેરેમની દરમિયાન સમાજ પ્રમુખ શ્રી ખીમજીભાઈ ચૌહાણ, IPP શ્રી અમૃતભાઈ માકાણી, મહામંત્રી શ્રી વિરજીભાઈ હળપાણી, મહીલા મંડળ
મહામંત્રી કોમલબેન ચૌહાણે પ્રસંગોચિત ઉદબોધન કરેલ અને યુવા મંડળની કામગીરીને બિરદાવેલ . મંડળના પ્રમુખ શ્રી નરેન્દ્ર ચૌહાણ તેના ઉદબોધનમાં
સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે તન મન અને ધનથી મદદ કરનાર સર્વે તથા સમાજજનોનો, તથા મહીલા મંડળનો, સહયોગી સ્પોર્ટ્સ
સમિતિના હિતેષ હળપાણી, ભાવેશ ચૌહાણ, હરેશ ચૌહાણ, જીજ્ઞેશ પેથાણી,શિવમ પેથાણી, ભૌતિક ચૌહાણ, સાર્થક હળપાણીનો તથા નિર્ણાયક તરીકે
સેવા આપનાર રાજેન્દ્ર ભાવાણી, વિજય જબુઆણી તથા ભરત ચૌહાણનો વિશેષ આભાર સાથે કૃતઘ્નતા વ્યક્ત કરેલ .
ટુર્નામેન્ટ નું સફળ સંચાલન મહામંત્રી નીરવ માકાણી, વિનીત પેથાણી તથા ઉપપ્રમુખ દિલીપ હળપાણીએ કરેલ.
|