Contact Us

Address :

Email :

Tel :

Opp. Kanya Shala, Nakhatrana, Gujarat 370615

info@paatidarsaurabh.com

+91 98256 39106

ઐતિહાસિક કાર્યશાળા : કેન્દ્રીય સમાજની બે દિવસની કર્મવીર કાર્યશાળાનો મંગળ પ્રારંભ... પ્રથમ દિવસે સમાજના કાર્યકર્તાનો પદધર્મ અને સનાતની મુહિમના મુદ્દા છવાયેલા રહ્યા... કાર્યકર્તાઓમાં અભૂતપૂર્વ ઉત્સાહ...414414 Views

ઐતિહાસિક કાર્યશાળા : કેન્દ્રીય સમાજની બે દિવસની કર્મવીર કાર્યશાળાનો મંગળ પ્રારંભ...પ્રથમ દિવસે સમાજના કાર્યકર્તાનો પદધર્મ અને સનાતની મુહિમના મુદ્દા છવાયેલા રહ્યા...કાર્યકર્તાઓમાં અભૂતપૂર્વ ઉત્સાહ...

પાટીદાર સમાજ જ્યાં સુધી તેની નબળાઈઓ સ્વીકારી તેને દૂર કરવાનો સંનિષ્ઠ પ્રયાસ નહીં કરે ત્યાં સુધી સમગ્ર સમાજના વિકાસની તકો ધૂંધળી જ રહેવાની છે અને સમાજના કામ તાકાત અને ખુમારીથી કરવાની ત્રેવડ હોય તેવા કાર્યકરો જ સમાજમાં પદ સંભાળે તેવી સ્પષ્ટ વાત કરતાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આર.પી.પટેલે સમગ્ર પાટીદાર સમુદાયને સમાજ અને રાષ્ટ્રના હિતમાં કાર્ય કરવા આહવાન કર્યું હતું.

નરોડા, અમદાવાદ ખાતે શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા આજથી શરૂ થયેલ બે દિવસની કર્મવીર કાર્યશાળામાં અતિથિ વિશેષપદેથી બોલતાં પાટીદારોની વૈશ્વિક સંસ્થા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખે સમાજમાં પદ નાનું હોય કે મોટું, નિષ્ઠાથી કાર્ય કરવા સમાજના કાર્યકર્તાઓને અપીલ કરી હતી. તેમણે કચ્છ કડવા પાટીદાર સમાજની સંગઠન વ્યવસ્થા અને યુવા સુરક્ષા કવચ જેવા પ્રોજેક્ટની પ્રસંશા કરી હતી.

સમાજને દિવ્ય અને દેદીપ્યમાન બનાવવાના ઉદ્દેશ સાથે કેન્દ્રીય સમાજના પ્રમુખ અબજીભાઈ કાનાણીના અધ્યક્ષસ્થાને યોજાઈ રહેલ બે દિવસની આ કાર્યશાળા સાથે કેન્દ્રીય સમાજની કારોબારી બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ભારતના જુદા જુદા ઝોનમાંથી ૨૪૦ કરતાં વધુ પ્રતિનિધિ સભ્યો આ કાર્યશાળામાં ભાગ લઈ રહ્યા છે.

આજે ઉદ્ઘાટન સમારંભ બાદ જાણીતા મોટીવેશનલ સ્પીકર શૈલેષ સગપરિયાએ 'પદધર્મ' વિશે તો ગુજરાતના લબ્ધપ્રતિષ્ઠિત કટાર લેખક જય વસાવડાએ 'પદધર્મ અને કર્તવ્ય તત્પરતાનું ઘડતર' વિષય પર ધારદાર વક્તવ્ય આપ્યું હતું.

કેન્દ્રીય સમાજના વરિષ્ઠ ટ્રસ્ટી ગોપાલભાઈ ભાવાણીએ કેન્દ્રીય સમાજની યશ ગાથા રજુ કરી હતી.

પ્રખર સનાતની આગેવાન રમેશભાઈ વાગડિયાએ 'સનાતન મુહિમને ઓળખીએ..' એ વિષય પર વક્તવ્ય આપ્યું હતું તો ચંદ્રકાન્ત છાભૈયા દ્વારા 'એકતા, સંપ અને સંગઠનના ખોટા ઓથાને જાણીએ... પીછાણીએ ' વિષય પર ધારદાર પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. 'સનાતન મુહિમનું ઔચિત્ય' વિષય પર આર્ય સમાજ દિલ્હીના શુભાષ દુઆએ હિન્દુ ધર્મને જે ચાર બાબતથી વિશેષ ખતરો છે તેની ઉદાહરણ સહ છણાવટ કરી હતી. પ્રખર સનાતની હિંમતભાઈ ખેતાણી મંચસ્થ રહયા હતા.

કચ્છના કડવા પાટીદાર સમાજને વર્ષોથી પીડી રહેલા સાંપ્રદાયિક વિવાદ અંગે આજે દિવસ દરમિયાન ગહન ચર્ચા કરવામાં આવી હતી અને સમાજના વર્તમાન સનાતની અભિગમનું દેશભરમાંથી આવેલા સભ્યોએ પ્રચંડ સમર્થન કર્યું હતું.

આજના પ્રથમ સત્રના પ્રારંભે સમાજના મંત્રી અશોક ભાવાણીએ સૌ કર્મવીર યોધ્ધાઓને આવકાર્યા હતા. મહામંત્રી પુરષોત્તમ ભગતના સ્વાગત પ્રવચન બાદ વિઝન ડેવલપમેન્ટ સમિતિના સભ્ય દામજીભાઈએ વિઝન ડેવલપમેન્ટના બહુસ્તરીય માળખા અંગે વિગતવાર માહિતી આપી હતી.

આવતીકાલે બીજા દિવસે સવારના યજમાન અમદાવાદ ઝોન અને સંલગ્ન ઘટક સમાજ સાથે સ્નેહમિલન યોજાશે . આ પ્રસંગે વિદ્યા સેતુ યોજનાના મેઘા ઈનામી ડ્રોનું આયોજન પણ કરવામાં આવ્યું છે.બપોર બાદ કેન્દ્રીય સમાજની કારોબારી સભા મળશે જેમાં સમાજ વિકાસ અંગે ચર્ચા અને આગામી લક્ષ્યાંકો માટે મનોમંથન કરવામાં આવશે.

કાર્યક્રમને સફળ બનાવવા માટે કેન્દ્રીય સમાજના ઉપપ્રમુખ જયંતિ લાકડાવાળાના માર્ગદર્શન નીચે પ્રચાર- પ્રસાર સમિતિના વડા ડૉ.વિઠ્ઠલભાઈ ભાવાણી, અમદાવાદ ઝોન સમાજના પ્રમુખ આર.એન.પટેલની સમગ્ર ટીમ જોરદાર કામગીરી કરી રહી છે.

Contact

Email : info@patidarsaurabh.com

Tel : +91 98256 39106