સ્નેહમિલન : દક્ષિણ ભારત કચ્છ કડવા પાટીદાર સમાજનું ૬૨ મું સ્નેહમિલન મંદિરોની નગરી કુંભકોણમમાં યોજાયું... સમાજના ૫૦૩ તેજસ્વી તારલાઓને સરસ્વતી સન્માનથી નવાજવામાં આવ્યા.
( રમેશભાઈ રંગાણી-ત્રિચેનગોડ દ્વારા )
શ્રી દક્ષિણ ભારત કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજની ૬૨મી વાર્ષિક સામાન્ય સભા ૨૬ અને ૨૭ માર્ચના ચિદમ્બર ઝોન સમાજના યજમાનપદે મંદિરોની નગરી કુંભકોણમખાતે સમગ્ર તામીલનાડુ કેરાલામાંથી ઉમટી પડેલા જ્ઞાતિજનોના અદમ્ય ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાઈ હતી.
કોરોનાકાળને લઈ બે વર્ષ પછી એકબીજાને મળવાનો મોકો મળ્યો
સમાજના પ્રમુખ ખીમજીભાઈ મનજીભાઈ ભાવાણીના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ બે દિવસના સામાજિક મેળાવડામાં અનેકવિધ કાર્યક્રમોના આયોજન સાથે સભ્યોએ એકબીજાને મળવાનો લહાવો લીધો હતો. પાટીદારોની ચહલપહલથી કુંભકોણમનગર ધમધમી ઉઠ્યું હતું.
સૌ પ્રથમકારોબારી સભામાં સ્થાનિક ઝોનના વડીલ ઉમરશીભાઈ વેલાણી દ્વારા સમગ્ર ટીમને આવકાર આપવામાં આવેલ. મહામંત્રી બાબુભાઈ ખેતા દિવાણીએ સૌ આગંતુકોનું સ્વાગત કરેલ. સભાનું સંચાલન મહામંત્રી પુરૂષોત્તમભાઈ ભાણજી રંગાણીએ સંભાળેલ. કેન્દ્રીય સમાજના ટ્રસ્ટી શ્રી રવજીભાઈ ભાદાણી અને દક્ષિણ ભારત ખંડના સહપ્રભારી શ્રી મુકેશભાઈ હળપાણી દ્વારા કેન્દ્રીય સમાજની તમામગતિવિધિઓની જાણકારી આપેલ તો ઉપપ્રમુખ નરસિંહભાઈ જબુવાણી દ્વારા અમદાવાદ ખાતે યોજાયેલ કેન્દ્રીય સમાજની કાર્યશાળાનો અહેવાલ આપવામાં આવેલ.
તમામ ૧૦ ઝોનમાં નેત્રદિપક કામગીરી થઈ
દક્ષિણ ભારત સમાજની વિવિધ સમિતિના અહેવાલો સમિતિના અધ્યક્ષ દ્વારા વિડિયો ક્લીપ રૂપે સ્ક્રીમપર રજૂ કરવામાં આવેલ. એ રીતે સમાજના વિવિધ ઝોનના અહેવાલ પણ રજૂ કરવામાં આવ્યા. આ તમામ૧૦ ઝોન સમાજમાં માનવસેવા અને સમાજલક્ષી ઉમદા કાર્યો હાથ ધરવામાં આવ્યા હતા, જેને સભાએ તાળીઓથી ગડગડાટથી બિરદાવેલ.
છેલ્લા બે વર્ષથી બાકી રહી ગયેલ સનાતન સમાજના તેજસ્વી તારલાઓને અપાતા સરસ્વતી પુરસ્કારના પ્રથમસત્રમાં ધો.૧૦, ધો.૧૨ અને ઈત્તર પ્રવૃત્તિમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થી ભાઈ-બહેનોને આવરી લેવાયાં હતાં. બીજા સત્રમાં ઉચ્ચ શિક્ષણ, ડિપ્લોમા તેમજ ટોપરને અગ્રણીઓના વરદ્ હસ્તે સરસ્વતી સન્માનથી નવાજવામાં આવેલ. આ વર્ષે કુલ ૫૦૩ વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવેલ.
સમાજની પ્રથમ મહિલા M.B.B.S. તબીબને સન્માનિત કરાયા
સમાજની પ્રથમ મહિલા સ્.મ્.મ્.જી. ડાક્ટર બનેલ ડા. પ્રાચી હરીભાઈ રૂડાણીને સનાતન રત્ન-૨૦૨૧નો પુરસ્કાર આપી સન્માનિત કરાયેલ. સરસ્વતી સન્માન કાર્યક્રમનું સંચાલન અધ્યક્ષ શ્રી કાન્તિભાઈ રામજીયાણી, દિક્ષિતભાઈ ઉકાણી (ત્રિચી) અને કમલેશ જાદવાણી (કોઈમ્બતુર) દ્વારા કરવામાં આવેલ.
ખુલ્લા મંચમાં સર્વ શ્રી યોગેશભાઈ પોકાર (ચેન્નૈ), મણિલાલભાઈ વાગડીયા (મદુરાઈ), લધુભાઈ છાભૈયા (તિરૂપુર), લક્ષ્મીબેન દિવાણી, અમૃતભાઈ ભાવાણી (ચેન્નૈ), કરમશીભાઈ વાસાણી (ઈરોડ), રમેશભાઈ રંગાણી, બાબુભાઈ છાભૈયા (તિરૂપુર), વાલજીભાઈ રંગાણી (સીંગોટા), કાન્તાબેન લીંબાણી, મયુર વેલાણી (કુંભકોણમ), ગંગારામજાદવાણી (કોઈમ્બતુર), જીતેન્દ્રભાઈ જાદવાણી (કડલુર), વિજયાબેન જાદવાણી (કડલુર) અને દિનેશ લીંબાણી (ચેન્નૈ)એ મુક્ત મંતવ્યો રજુ કર્યા હતા.
પ્રમુખશ્રી ખીમજીભાઈએ શું કહ્યું ?
પ્રમુખસ્થાનેથી બોલતાં ખીમજીભાઈ ભાવાણીએ જણાવેલ કે, સમાજની એકતા, સંગઠન ભાવના હોય તો કોઈ પણ કાર્ય સરળ અને સફળ બનતા હોય છે. દક્ષિણ ભારત સમાજનું પોતીકું એક સંકુલ હોવું જોઈએ અને આ સમયની માંગ છે. સભામાં વિશાળ જનમેદની જોઈ ભાવવિભોર થઈ ગયેલા પ્રમુખે જણાવેલ કે સમાજ પ્રત્યે ભાવના હોય તો જ આટલી જનસંખ્યા ઉપસ્થિત રહી શકે... સરસ્વતિ પુરસ્કાર ટીમને સુંદર આયોજન માટે તેમણે અભિનંદન આપેલ.
સભાને સફળ બનાવવા માટે આયોજન ઝોનના પ્રમુખ શામજીભાઈ લીંબાણીના માર્ગદર્શન નીચે વિવિધ સમિતિઓએ સુંદર જહેમત ઉઠાવી હતી. સમાજના પૂર્વ પ્રમુખ શિવગણભાઈ વાસાણીએ શ્રી સમાજની આરોગ્ય નિધિથી કોઈ દુખિયારા પરિવારજનો વંચિત ન રહે એનો ખાસ ખ્યાલ રાખવા ઝોનલ પ્રતિનિધિઓને અપીલ કરેલ.
અંતમાં આભારદર્શન સમાજના મંત્રીશ્રી પોપટભાઈ પોકાર અને ચિદમ્બરમઝોનના મંત્રી શ્રી બાબુભાઈ દિવાણી દ્વારા કરવામાં આવેલ. બે દિવસીય સભાનું સંપૂર્ણ સંચાલન મહામંત્રી શ્રી પુરૂષોત્તમભાઈ રંગાણી અને પોપટભાઈ પોકારે કરેલ.