Contact Us

Address :

Email :

Tel :

Opp. Kanya Shala, Nakhatrana, Gujarat 370615

info@paatidarsaurabh.com

+91 98256 39106

જીતેગા પાટીદાર : મૈસૂર રોડ, બેંગ્લોર યુવક મંડળ દ્વારા પાટીદાર ક્રિકેટ લીગ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન...૧૦ ટીમોએ ભાગ લીધો...WOC વૉરીયર્સ ચેમ્પિયન.463463 Views

જીતેગા પાટીદાર : મૈસૂર રોડ, બેંગ્લોર યુવક મંડળ દ્વારા પાટીદાર ક્રિકેટ લીગ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન...૧૦ ટીમોએ ભાગ લીધો...WOC વૉરીયર્સ ચેમ્પિયન.

શ્રી પાટીદાર પરિવાર સમાજ યુવક મંડળ મૈસૂર રોડ બેંગ્લોર દ્વારા ત્રીજી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન તા. 02.04.2022 ને શનિવારના રોજે BICC INFINITY ક્રિકેટ ગ્રાઉન્ડ મધ્યે કરવામાં આવેલ.
સૌ પ્રથમ સવારના 6.30 કલાકે કુળદેવી શ્રી ઉમિયા મા તથા ઈષ્ટ દેવ ભગવાન શ્રી લક્ષ્મી નારાયણની પુજા બાદ ગ્રાઉન્ડ 1 પર ટુર્નામેન્ટમાં ભાગ લેતી સર્વે ટીમોની પરેડ સાથે નિયમોની જાણકારી આપવામાં આવેલ અને ત્યાર બાદ રાષ્ટ્રગીત ગાઈ યુવક મંડળના હોદ્દેદારોના હસ્તે ટુર્નામેન્ટની શરૂઆત કરવામાં આવેલ.
૧૦ ટીમને ૩ ગ્રુપમાં વહેંચવામાં આવી...
આજની આ પાટીદાર ક્રિકેટ લીગ ટુર્નામેન્ટમાં ૧૦ ટીમોએ ભાગ લીધેલ હતો જેને ત્રણ ગ્રુપમાં વિભાજીત કરવામાં આવેલ.
ગ્રુપ એ : રોયલ સ્ટ્રાઈકર, ગણેશ સ્ટ્રાઈકર, મારુતિ સુપર જાઈન્ટસ.
ગ્રુપ બી : આર આર રેન્જર્સ, રાજેશ્ચરી ઈલેવન, એવેન્જરસ ઈલેવન,
ગ્રુપ સી : આરપીસી યુનાઈટેડ, વાય પી આર યુનાઇટેડ, WOC વૉરીયર્સ, ESS ચેલેન્જર્સ.
આમ ત્રણ ગ્રુપમાં 12 લીગ મેચો એક પ્રી ક્વાર્ટર સેમીફાઈનલ બાદ બે સેમી ફાઇનલ બાદ ફાઈનલ મળીને કુલ 16 મેચો 10 - 10 ઓવરની આઈપીએલ ફોરમેટના નિયમના આધારે રમાડવામાં આવેલ.
પ્રથમ સેમી ફાઇનલમાં WOC વારીયર્સે રાજેશ્ચરી ઈલેવનને પછાડી...
પ્રથમ સેમી ફાઈનલ WOC વારીયર્સ અને રાજેશ્ચરી ઈલેવન વચ્ચે રમાડવામાં આવેલ જેમાં રાજેશ્ચરી ઈલેવને પ્રથમ બેટીંગ કરતાં ૧૦ ઓવરમાં 79/5 સ્કોર કરીને 80 રનનો ટાર્ગેટ આપેલ જે WOC વૉરીયર્સ ટીમે 7.2 ઓવરમાં 82 રન કરીને ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો.
બીજી સેમી ફાઈનલમાં રોયલ સ્ટ્રાઈકરનો ગણેશ સ્ટ્રાઈકર સામે પરાજય...
ત્યારબાદ બીજી સેમીફાઈનલ ગણેશ સ્ટ્રાઈકર અને રોયલ સ્ટ્રાઈકર વચ્ચે રમાડવામાં આવેલ જેમાં ગણેશ સ્ટ્રાઈકરે પ્રથમ બેટીંગ કરતાં 9.3 ઓવરમાં 71 રન બનાવીને જીત માટે 72 રનનો ટાર્ગેટ આપેલ હતો જે રોયલ સ્ટ્રાઈકર 9.2 ઓવરમાં 59 ઓલઆઉટ થઈ જતાં ગણેશ સ્ટ્રાઈકર 12 રનથી વિજય થઈને ફાઈનલમાં પહોંચી હતી.
ફાઈનલમાં WOC વોરીયર્સ વિજેતા
ટુર્નામેન્ટનો અંતિમ પડાવ ફાઈનલમાં WOC એ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 3 વિકેટ ખોઈને 78 રન બનાવ્યા હતા અને ગણેશ સ્ટ્રાઈકરને 43 રન પર ઓલઆઉટ કરી ને WOC વોરીયર્સએ ફાઈનલ જીતીને ટ્રોફી પોતાના નામે કરેલ.
ત્યાર બાદ ઈનામ વિતરણ કાર્યક્રમમાં અલગ અલગ સ્પોન્સરના હસ્તે સન્માનિત કરવામાં આવેલ બેસ્ટ બોલર હાર્દિક ચૌહાણ (રોયલ સ્ટ્રાઈકર),બેસ્ટ બેસ્ટમેન વિવેક રવાણી (WOC),મેન ઓફ ધ ટુર્નામેન્ટ જય ચૌધરી (ગણેશ સ્ટ્રાઈકર) રહ્યા હતા બાદ રનર્સઅપ અને વીનર્સ ટીમના ખીલાડીઓને વીનર્સ અને રનર્સઅપ ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવેલ.
પાટીદાર ક્રિકેટ લીગના સ્પોન્સર્સ
વીનર્સ કપ - રીલાયન્સ પ્લાયવુડ.
રનર્સઅપ - કપ સ્પર્શ હોસ્પિટલ.
બેસ્ટ બોલર - ક્રિયા લેમીનેટ.
બેસ્ટ બેસ્ટમેન - રાજ પ્લાયવુડ.
મેન ઓફ ધ ટુર્નામેન્ટ - કેન-બી ડોર્સ 
બેવરેજર્સ - નિર પ્લાય ગીતા ટીંબર એજન્સી.
સ્પર્શે હોસ્પિટલ તરફથી ટુર્નામેન્ટ દરમિયાન મેડીકલ સહાયતા માટે એમ્બ્યુલન્સ સાથે ડોક્ટર અને નર્સની સેવા મફતમાં ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.
સેમીફાઈન અને ફાઈનલની મેચોમાં પ્રેક્ષકો એટલા જોશમાં આવી ગયા હતા કે સીક્સ, ફોર અને વીકેટ માટે પાંચ સો અને હજાર રૃપિયાની બક્ષીશ ચાલુ મેચમાં જ જાહેર કરતા હતા.
અંતમાં યુવક મંડળના પ્રમુખ પ્રવિણભાઈએ પુરી સ્પોટર્સ કમીટી તથા રસોડા સમિતિ તથા સ્પોંસર્સ ભાઈઓનો આભાર વ્યક્ત કરતાં ટુર્નામેન્ટને પૂર્ણ જાહેર કરેલ...
 
 
 

Contact

Email : info@patidarsaurabh.com

Tel : +91 98256 39106