સ્વર્ણિમ જોશ : પૂર્વ કચ્છ રીજીયનની પ્રથમ સ્વર્ણિમ કાર્યશાળા કર્મભૂમિ ડીવીઝનની યજમાનીમાં સંસ્કારધામ ખાતે યોજાઈ... કેન્દ્રીય પદાધિકારીઓની પ્રેરક ઉપસ્થિતિ.
જીતેશ હળપાણી (PRO) દ્વારા
યુવા સંઘના પૂર્વ કચ્છ રીજીયનની પ્રથમ સ્વર્ણિમ કાર્યશાળા કર્મભૂમિ ડીવીઝનની યજમાનીમાં સંસ્કારઘામ દેશલપર વાંઢાય ખાતે યોજાયેલ જેમાં આમંત્રિત સેન્ટ્રલ તેમજ કાઉન્સિલના હોદ્દેદારોનું સ્વાગત રીજીયનના હોદ્દેદારો દ્વારા કરવામાં આવેલ.
પૂર્વ કચ્છ રિજીયન ટીમ દ્વારા મિશન 20-20ના પૂર્વ કચ્છ રિજીયનના વર્ષ 2008 થી 2021 ના ચેરમેનો ને અમૃત રસપાનનો કાર્યક્રમ યોજવામાં આવેલ સાથે વિશિષ્ટ સેવા સહયોગ મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવેલ.
મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ
સ્વર્ણિમ કાર્યશાળામાં પધારેલા પૂર્વ કચ્છ રીજીયનના ચેરમેન સુરેશભાઈ ભગત, ગ્રીનલેન્ડ કાઉન્સિલ પ્રેસિડેન્ટ CA પંકજ પારસિયા, સેન્ટ્રલ પ્રેસિડેન્ટ હિતેશ રામજીયાણી, સેન્ટ્રલ IPP ડો. વસંત ઘોળુ, રીજીયન વાઇસ ચેરમેન અશોકભાઈ ઠાકરાણી,પશ્રિમ કચ્છ રિજયન ચેરમેન શાન્તિલાલ નાયાણી, કેન્દ્રીય સમાજના ઉપપ્રમુખ જયંતિભાઈ રામાણી,ભુજ ઝોનના પ્રમુખ ઇશ્વરભાઇ ભાવાણી, માંડવી ઝોનના પ્રમુખ કાન્તિભાઈ અમૃતિયા, મહામંત્રી મોહનભાઈ પરવાડીયા, રામસેતુ કાઉન્સીલ પ્રેસિડેન્ટ જયેન્દ્ર રૂડાણી, યજમાન કર્મભૂમિ ડિવિઝન ચેરમેન કિરણભાઈ પોકાર, માંડવી ડિવિઝન ચેરમેન મનોજભાઇ દડગા સર્વ હોદ્દેદારો રીજીયનની પ્રથમ કાર્યશાળાના સાક્ષી બનેલ.
કાર્યક્રમની શરૂઆત દિપ પ્રાગટ્ય અને મહિલા કારોબારી સભ્ય દ્વારા પ્રાર્થનાના સુર સાથે કરવામાં આવેલ. પધારેલ સર્વ હોદ્દેદારોનું શાબ્દિક સ્વાગત રીજીયનના ચેરમેન સુરેશભાઈ ભગત દ્વારા કરવામાં આવેલ.
રીજીયનના હોદ્દેદારો તેમજ ૧૩ થીમના કન્વીનર અને સાથી PDO નો પરિચય રીજીયનના PRO જીતેશ હળપાણી સાથે પ્રચાર પ્રસાર કન્વિનર જયેશભાઈ ભાદાણી દ્વારા કરવામાં આવેલ.
રિજીયન મિશન ચેરમેન અશોકભાઈ ઠાકરાણી દ્વારા કાર્યશાળા પ્રસ્તાવના અને તેની રૂપરેખા વિશે વિગતવાર માહિતી પૂરી પાડેલ.
ત્રિસ્તરીય માળખાની સમજણ અપાઈ
કાર્યશાળા ના પ્રથમ સેશનમાં ગ્રીનલેન્ડ કાઉન્સિલ પ્રેસિડેન્ટ CA પંકજ પારસિયા દ્વારા ત્રિસ્તરીય માળખા વિશે વિગતવાર માહિતી આપેલ જેમાં થ્રી લેયર સ્ટ્રક્ચર ૧. સેન્ટ્રલ બોડી, ૨. રિજિયન બોડી ૩. યુવા મંડળ વિશે વિગતવાર અને સરળતાથી સૌને સમજાય તે રીતે પ્રોજેક્ટર દ્વારા સૌને માહિતગાર કર્યા. વિશેષમાં શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર યુવા સંઘની ટીમનો પરિચય, કાઉન્સિલ લેવલની સમજણ વગેરે બાબતોની ઉંડાણ પૂર્વક માહિતી આપેલ હતી.
ડૉ.વસંત ધોળુએ પૂર્યો સનાતની જુસ્સો
સેન્ટ્રલના IPP ડો. વસંત ધોળુ દ્વારા સનાતન ધર્મની શરૂઆત તેમજ યુવાસંઘની શરૂઆતની ચળવળો વિશે સૌને માહિતગાર કર્યા હતા. તેમજ તેમના જોશીલા અને ઉત્સાહી અંદાજમાં યુવાઓમાં ચૈતન્ય સ્ફૂર્તી અને ઉત્સાહની સમજણ આપેલ. વિશેષમાં 13 થીમના વર્ણન અને અને તેમના કાર્યો અને ઉદ્દેશો વિશે સૌને માહિતગાર કરેલ.
ઉપસ્થિત આગેવાનો કિરીટભાઈ ભગત, સંસ્કાર ઘામ કેન્દ્રસ્થાનના મંત્રી રમેશભાઈ પોકાર ભુજ ઝોન મંત્રી દ્વારા પોતાના અનુભવની ઝાંખી સર્વ સમક્ષ રજુ કરેલ. સાથે સાથે યુવાઓમાં રહેલ સમાજ પ્રત્યેની ભાવનાને વંદન સહ આશિર્વાદ પાઠવેલ.
કેન્દ્રીય ઉપપ્રમુખનું પ્રેરક ઉદબોધન
પ્રથમ સેશનના અંતમાં સહુએ ભોજન લીધા બાદ કેન્દ્રિય શ્રીસમાજના ઉપપ્રમુખ શ્રી જયંતીભાઈ લાકડાવાળાએ યુવાસંઘ અને સમાજ વિશે વિગતવાર માહિતી આપેલ હતી. વિશેષમાં કેર યોર પોર્ટફોલિયોના મુદ્દા પર સમાજ, યુવા મંડળ કે યુવાસંઘ વગેરેમાં તમે સારા કાર્યો કરો પરંતુ તમારા પરિવારને પણ સમય અચૂક આપવો અને પોતાના બિઝનેસને પણ પૂરતો સમય આપીને જ સમાજ કે યુવાસંઘના કાર્યો કરવા જોઈએ એવો ભાવ તેમણે પ્રગટ કર્યો હતો.વર્તમાન સેન્ટ્રલ પ્રેસિડેન્ટ હિતેશ રામજીયાણીએ પોતાનો દ્રષ્ટિકોણ સભા સમક્ષ વિગતવાર રજુ કરેલ.
ભૂલોમાંથી કંઈક શીખો...
પૂર્વ કચ્છ રીજીયન ચેરમેન સુરેશભાઈ ભગતે પોતાના દ્રષ્ટિકોણમાં લક્ષ્ય પર આપણું ધ્યાન કેવી રીતે કેન્દ્રિત કરી શકાય તે બાબત પર તેમણે ભાર મૂક્યો હતો. તેમજ ઇતિહાસમાં થયેલી ભૂલોમાંથી શીખીને ફરી વખત તે ભૂલો ના કરવી જોઈએ તેવું સૂચન તેમણે કર્યું હતું. કારણ કે જો આપણે ભૂતકાળની ભૂલોમાંથી શીખીને આપણો વિકાસ અવશ્ય કરી શકીએ છીએ. જો આપણે તેવી બાબતો પર ધ્યાન નથી આપતા તો આપણું ભવિષ્ય મુશ્કેલીમાં મુકાય છે.રિજિયનના કાર્યો કરવા અને સમયનું મેનેજમેન્ટ કેવી રીતે કરવું જોઈએ અને રીજીયનના ચેરમેન બન્યા બાદ કેવા ફાયદા થયા છે તેને અનુરૂપ તેમનો દ્રષ્ટિકોણ જણાવેલ તેમજ આવનાર કાર્યક્રમ અને ફિટનેસ વર્ષની ઉજવણી વગેરે બાબતો વિશે માહિતી આપેલ હતી.
દરેક થીમના મેન્ટર દ્વારા ચિંતન - મંથન
બીજા દિવસની કાર્યશાળા દરમ્યાન ગ્રીનલેન્ડ કાઉન્સિલ CA પ્રેસિડન્ટ પંકજ પારસીયા, રામસેતુ કાઉન્સિલ પ્રેસિડેન્ટ જયેન્દ્રભાઈ રૂડાણી દ્વારા મેન્ટર તરીકે સંચાલન કરેલ તેમજ વર્કશોપનું આયોજન કરવામાં આવેલ જેમાં અલગ અલગ બેઠક વ્યવસ્થા થકી દરેક થીમના મેન્ટર દ્વારા ચિંતન - મંથન કરવામાં આવેલ. જેમાં થીમ લીડર્સના આગામી સમયમાં વિવિધ પ્રવૃતિઓ દ્વારા ગોલ સેટિંગની ઝાંખી સહુ સમક્ષ રજુ કરેલ. સ્વર્ણિમ કાર્યશાળાના અંતે આભાર વિધિ પૂર્વ કચ્છ રિજીયન જોઈન્ટ સેક્રેટરી વિનોદભાઈ લીંબાણી દ્વારા કરવામાં આવેલ.અંતમાં રાષ્ટ્રગીતના ગાન બાદ સૌ છુટા પડેલ.