Contact Us

Address :

Email :

Tel :

Opp. Kanya Shala, Nakhatrana, Gujarat 370615

info@paatidarsaurabh.com

+91 98256 39106

સ્નેહમિલન : વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા નખત્રાણામાં પ્રથમ સ્નેહમિલન યોજાયું... નખત્રાણા,લખપત અને અબડાસા તાલુકામાંથી મોટી સંખ્યામાં કડવા પાટીદારો ઉપસ્થિત રહ્યા.612612 Views

સ્નેહમિલન : વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા નખત્રાણામાં પ્રથમ સ્નેહમિલન યોજાયું... નખત્રાણા,લખપત અને અબડાસા તાલુકામાંથી મોટી સંખ્યામાં કડવા પાટીદારો ઉપસ્થિત રહ્યા.
 
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા તા.2/04/22 ના રોજ પાટીદાર વિદ્યાર્થી ભવન નખત્રાણા ખાતે નખત્રાણા,લખપત અને અબડાસા તાલુકાના સમસ્ત કડવા પાટીદારોનું તાલુકા કક્ષાનું પ્રથમ સ્નેહમિલન પશ્વિમ કરછ સમાજ ઝોનના પ્રમુખશ્રી રતનશીભાઈ સોમજીભાઇ ભીમાણીના અધ્યક્ષસ્થાને યોજાયેલ.
સૌ પ્રથમ આજના આ સ્નેહમિલનમાં મહિલા સંગઠન મહામંત્રી ઉર્મિલાબેન ડાયાણી દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવેલ.વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનમાંથી આવેલ મુખ્ય મહેમાનોનો પરિચય હર્ષદભાઈ પટેલ દ્વારા આપવામાં આવેલ.
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ઉદ્દેશ અંગે માહિતી અપાઈ...
આજના આ સ્નેહમિલનમાં ડૉ.રૂપલબેન પટેલ (ચેરપર્સનશ્રી, કેન્દ્રીય મહિલા સંગઠન કમિટી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન) દ્વારા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના મુખ્ય ઉદ્દેશો અને કામગીરીની સંપૂર્ણ માહિતી પુરી પાડવામાં આવેલ.સાથે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પધારેલા મહેમાનો ડૉ.વસંતભાઈ ધોળુ, જયંતીભાઈ રામાણી, લીલાબેન સાંખલા, મિનાક્ષીબેન પટેલ અને ગીરાબેન પટેલે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની વિવિધ કામગીરીથી વાકેફ કર્યો હતા.
કે.કે.પી. સમાજના આગેવાનો પણ હાજર રહયા
આ પ્રસંગે કેન્દ્રીય સમાજના ઉપપ્રમુખ રાજેશભાઈ દિવાણી, કેન્દ્રીય સમાજના માજી ઉપપ્રમુખ ડૉ.શાંતિલાલ સેંઘાણી દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવેલ.તાલુકા સંગઠન પ્રમુખ છગનભાઈ ધનાણી, મહિલા સંગઠનના પ્રમુખ શ્રીમતી અનુરાધાબેન સેંઘાણીએ પોતાના વિચારો સભામાં મુકેલ.
સભાના અધ્યક્ષશ્રી રતનશીભાઈ ભીમાણી દ્વારા પોતાના વિચારો સભામાં મુકતા જણાવેલ કે કોઇ પણ સંસ્થામાં પદગ્રહણ કરો તો નિષ્ઠાપૂર્વક ફરજ નિભાવવી જોઈએ.
કાર્યક્રમને સફળ બનાવવા કાર્યકરોએ જહેમત ઉઠાવી
આજના આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રીમતિ ગંગાબેન રામાણી, નયનાબેન શેઠીયા,રસિલાબેન ઠાકરાણી, હર્ષાબેન પનારા, ઉર્મિલાબેન ડાયાણી, ઉર્મિલાબેન પારસીયા, ભગવતીબેન પોકાર, નિર્મળાબેન સુરાણી, પુષ્પાબેન લિંબાણી, દિપ્તીબેન ચોપડા, મંજુલાબેન લિંબાણી, નિર્મળાબેન નાયાણી, લતાબેન સાંખલા, ઉર્મિલાબેન ખેતાણી, નયનાબેન પોકારે ખૂબ જહેમત ઉઠાવેલ.
ભાઇઓ દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી ઝવેરભાઈ કેશરાણી, શ્રી કિશોરભાઈ નાયાણી, શ્રી મુકેશભાઈ કૈલા, શ્રી મંગલભાઇ કેશરાણી, શ્રી અરજણભાઇ તેજાણી, શ્રી રોહિતભાઈ પટેલ, શ્રી મુકેશભાઈ પટેલ, શ્રી મુકેશભાઈ ઉકાણી, શ્રી દિપકભાઈ નાકરાણી, શ્રી ચુનિલાલ પોકાર, રાજેશભાઈ સાંખલા, શ્રી ભરતભાઈ રૈયાણી, શ્રી અશોકભાઈ ધોળુ, શ્રી ધીરજભાઈ ભગત, શ્રી તુલસીભાઈ પોકાર, શ્રી મનોજભાઇ ગઢિયા, શ્રી સંજયભાઈ પટેલ વગેરે દ્વારા જહેમત ઉઠાવેલ.
આ કાર્યક્રમનું સંચાલન શ્રી શાંતિલાલ નાકરાણી અને આભારવિધિ શ્રી નરશીભાઈ પોકાર દ્વારા કરવામાં આવેલ.
દાતાઓનો અનન્ય સહયોગ મળ્યો...
આ કાર્યક્રમમાં મા ઉમિયાના પ્રસાદના મુખ્ય દાતાશ્રી રતનશીભાઈ સોમજીભાઇ ભીમાણી, સહયોગી દાતાશ્રી પ્રવિણભાઇ શામજીભાઈ ધનાણી, શ્રી સંજયભાઈ પટેલ, શ્રી તુલસીભાઈ પોકાર, શ્રી અરજણભાઇ તેજાણી સાથે અન્ય દાતાશ્રીઓનો સહયોગ મળેલ.
આ સ્નેહમિલનને સફળ બનાવવા માટે શ્રી કરછ કડવા પાટીદાર સમાજની દરેક ધટક સમાજ,યુવક મંડળ, મહિલા મંડળ, સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સમાજ,ઉતર ગુજરાત કડવા પાટીદાર સમાજના હોદ્દેદારો અને કારોબારી સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
 
 
 
 
 

Contact

Email : info@patidarsaurabh.com

Tel : +91 98256 39106