સુવિધા : ભુજથી અમદાવાદ અને બેલગામની સીધી વિમાની સેવા ત્રીજી જૂનથી શરૂ થશે...સ્ટાર ઍરની જાહેરાત.
સંજય ઘોડાવત ગ્રુપની સ્ટાર ઍર દ્વારા ૩ જૂનથી કચ્છના ભુજ-અમદાવાદ-બેલગામ સેકટર વચ્ચે અઠવાડિયામાં પાંચ દિવસ સીધી વિમાની સેવા શરૂ કરવાની જાહેરાત કરી છે.
અઠવાડિયામાં પાંચ દિવસ સેવા મળશે
અમદાવાદથી દર સોમ,ગુરૂ,શુક અને શનિવારના આ ફલાઈટ સવારના ૧૧ કલાકે ઉપડી ૧૨ વાગે ભુજ પહોંચશે. વળતાં આ ફ્લાઈટ ભુજથી ૧૨-૩૦ કલાકે ઉપડી અમદાવાદ ૧૨-૩૦ કલાકે પહોંચશે. જ્યારે બુધવારે આ ફ્લાઈટ અમદાવાદથી ૧૬-૧૦ કલાકે ઉપડી ભુજ ૧૭-૧૦ વાગે પહોંચશે અને વળતાં ૧૭-૩૫ કલાકે ઉપડી ૧૮-૩૫ કલાકે અમદાવાદ પહોંચશે.
ભુજથી બેલગામ હવે સીધી ફ્લાઈટ!
કર્ણાટકના બેલગામથી દર સોમ,ગુરૂ,શુક અને શનિવારના સવારના ૯-૧૦ કલાકે અમદાવાદ આવતી ફલાઈટને ઉપર મુજબ ભુજ સુધી લંબાવવામાં આવી છે. ટૂંકમાં સ્ટાર ઍર દ્વારા અમદાવાદ- બેલગામ સેકટર પર ચાલતી ફલાઈટને ભુજ સુધી લંબાવવામાં આવી છે.
કચ્છના પ્રવાસીઓને અમદાવાદ માટે સીધી વિમાની સેવા ઉપલબ્ધ થવા સાથે કોલ્હાપુર,હુબલી,ગોવા તરફના પ્રવાસીઓની સુવિધામાં પણ વધારો થશે તેવું વિમાની સેવા સાથે સંકળાયેલા વર્તુળોએ જણાવ્યું હતું.
કચ્છી પાટીદારોની સુવિધા વધશે
કચ્છના કડવા પાટીદારોને બેલગામની સીધી વિમાની સેવા શરૂ થતાં મોટી રાહત થશે કારણ આ વિસ્તારમાં મોટી સંખ્યામાં કચ્છી પાટીદારો વસી રહયા છે.