Contact Us

Address :

Email :

Tel :

Opp. Kanya Shala, Nakhatrana, Gujarat 370615

info@paatidarsaurabh.com

+91 98256 39106

સમસ્યા સગપણની : સમાજની સૌથી મોટી સગપણ સમસ્યા હવે વિકરાળ બની રહી છે... જ્ઞાતિના યુવાનો સગપણ થતા ન હોવાથી હતાશામાં આત્મઘાતી પગલું ભરી મોત માંગી લે તે આ સમસ્યાની ભયાનકતા દર્શાવે છે...બિદડાનો યુવાન મયુર પારસીયા પણ આ સમસ્યાનો જ શિકાર બન્યો...816816 Views

સમસ્યા સગપણની : સમાજની સૌથી મોટી સગપણ સમસ્યા હવે વિકરાળ બની રહી છે... જ્ઞાતિના યુવાનો સગપણ થતા ન હોવાથી હતાશામાં આત્મઘાતી પગલું ભરી મોત માંગી લે તે આ સમસ્યાની ભયાનકતા દર્શાવે છે...બિદડાનો યુવાન મયુર પારસીયા પણ આ સમસ્યાનો જ શિકાર બન્યો...

કચ્છમાં માંડવી તાલુકાના બિદડા ગામના ૩૨ વર્ષીય યુવાન મયુર દેવચંદભાઈ પારસીયાએ ઉંમર મોટી થઈ ગઈ હોવા છતાં પોતાનું સગપણ થતું ન હોઈ, હતાશામાં આવી આપઘાત કરી લેતાં સનસનાટી મચી ગઈ છે. જ્ઞાતિના કોઈ પણ સભ્યનું દિલ દ્રવી ઉઠે એવા આ સમાચાર છે...
પંખામાં લટકી આત્મહત્યા કરી લેતાં હાહાકાર...
ગઈકાલે સોમવારના બપોરે પોણા ત્રણ વાગ્યાના અરસામાં ઘરે કોઈ નહોતું ત્યારે મયુરે પંખાના હૂકમાં રસો બાંધી આત્મહત્યા કરી લેતા હાહાકાર મચી ગયો હતો. મૃતકના પરિવારજનોએ પોલીસને જણાવ્યું હતું કે, મયુરની ઉંમર થઈ ગઈ હતી છતાં સગપણ ન થતાં હતાશામાં આવી આત્મઘાતી પગલું ભરી લીધું હતું.
આપણા સમાજમાં સગપણની સમસ્યાએ કેટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે તે બિદડાના કિસ્સાએ સાબિત કરી દીધું છે...ગરીબ અને મધ્યમ વર્ગના અનેક પરિવારો આજે આવી પીડા ભોગવી રહ્યા છે પણ કોઈ કરતાં કોઈ ઉકેલ મળતો ન હોઈ, આવા પરિવારો હતાશાની ઊંડી ગર્તામાં ધકેલાઈ રહયા છે.
સમાજની સૌથી મોટી સમસ્યા છે આ...
સગાઈ ની સમસ્યા બાબતે જોઈએ તો જણાશે કે આજે આપણી સમાજની સૌથી જટિલ અને કઠિન સમસ્યા જો કોઈ હોય તો તે યુવક/યુવતિના વેવિશાળ બાબતની છે. તો આ બાબતે ગંભીરતાથી વિચારવું જરૂરી બન્યુ છે. હવે સમય આવી ગયો છે કે આ બાબતે યુવક/યુવતિનાં માતા-પિતા તેમજ સમાજના અગ્રણીઓ, હિતેચ્છુઓએ આગળ આવીને સુવ્યવસ્થિત રીતે આયોજનો કરીને વિકટ બનતી જતી આ સમસ્યાને નિવારવાના પ્રયત્નો જરૂરથી કરે તે સમાજ માટે ખુબજ જરૂરી છે. આ માટે સમાજ ના લોકોનો સાથ સહકાર પણ ખુબજ જરૂરી છે...
સમસ્યા ઉકેલવા પ્રયત્નો તો થઈ રહયા છે પણ...
આજે આપણાં સમાજ ઉપર એક નજર ફેરવીએ તો જણાશે કે મોટા ભાગના ઉંમરલાયક યુવકોનાં માતા પિતા પોતાના સંતાનનું વેવિશાળ યોગ્ય અને આદર્શ ઉંમરે થઇ જાય તેવા પ્રયત્નોમાં સતત તણાવગ્રસ્ત જોવા મળે છે. જયાં પણ ખબર પડે કે જ્ઞાતિમાં ફલાણા ઘરે યુવતિ ઉંમરલાયક છે કે તેનુ વેવિશાળ કરવાનું છે એટલે તુરંતજ યુવતિના માતા-પિતા સાથે વાતચીતનો દોર શરૂ કરવા માટેના પ્રયત્નો શરૂ કરી દે છે... સમાજના અગ્રણીઓ અને સમાજની કેટલીક સંસ્થાઓ અને હિતેચ્છુઓ પણ યુવક/યુવતિની સગાઇ થઈ જાય એવા સંમેલનો યોજે છે છતાં પણ જોઈએ એટલા પ્રમાણમાં આ કાર્ય સફળ થતું ન હોઈ, સગપણની સમસ્યા વિકટ બનતી જાય છે.

Contact

Email : info@patidarsaurabh.com

Tel : +91 98256 39106