WELCOME TO BANGALORE : કેન્દ્રીય સમાજની કારોબારીમાં ભાગ લેવા આવતા સમાજના મહાનુભાવોને સત્કારવા બેંગલોર સજજ! કાઉન્ટ ડાઉન શરૂ... ભારતભરમાંથી પધારી રહેલા મહેમાનોની આગતા-સ્વાગતાની તૈયારીઓ પુરજોશમાં...
૩૧ ડિસેમ્બર અને ૧ જાન્યુઆરીએ બેંગલોર ખાતે યોજાનાર કેન્દ્રીય સમાજની કારોબારી બેઠકમાં ભાગ લેવા માટે ભારતભરમાંથી આવનાર મોંઘેરા મહેમાનોની આગતા-સ્વાગતા માટે બેંગલોર સજ્જ થઈ ગયું છે અને આ કાર્યક્રમને લઈને સ્થાનિકે અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
યજમાનપદે છે દક્ષિણ કર્ણાટક ઝોન સમાજ...
શ્રી દક્ષિણ કર્ણાટક કચ્છ કડવા પાટીદાર સમાજના યજમાનપદે યોજાઈ રહેલા આ કાર્યક્રમને સફળ બનાવવા ઝોન સમાજ અને બૃહદ બેંગલોર સમાજની પૂરી ટીમ દ્વારા તૈયારીઓને હવે આખરી ઓપ અપાઈ રહ્યો છે.
શું છે બેંગલોરનો ચાર દિવસનો કાર્યક્રમ?
કારોબારી સભાના ચાર દિવસીય કાર્યક્રમની રૂપરેખા નક્કી કરી છે તે મુજબ તા.૩૦/૧૨/૨૦૨૨ ના સવારથી સાંજ સુધી આગમન અને રજીસ્ટ્રેશન, સાંજે ૩-૩૦ કલાકથી ટ્રસ્ટી, હોદ્દેદારો અને પ્રભારીઓની મિટિંગ, સાંજે ૬-૦૦ કલાકથી આગામી સનાતની શતાબ્દી મહોત્સવના આયોજન અંગે બેઠક યોજાશે.
બીજા દિવસે તા.૩૧/૧૨/૨૦૨૨ ના સવારે ૯-૦૦ કલાકથી કેન્દ્રીય સમાજની કારોબારી સભા યોજાશે. તા.૦૧/૦૧/૨૦૨૩ ના સવારે ૯-૦૦ કલાકે સ્થાનિક ઝોન સમાજની ઘટક સમાજો સાથે મિલન અને બપોરે ૩-૦૦ કલાકે આયોજનની વિવિધ સમિતિઓના કાર્ય અંગેની મિટિંગ યોજાશે.
તા.૦૨/૦૧/૨૦૨૩ ના સવારે ૮-૦૦ કલાકથી બેંગલોર દર્શન કરી સાંજે ૫-૦૦ વાગ્યાથી મહેમાનો અનુકૂળતાએ વિદાય થશે.
સફળ આયોજન માટેની વિવિધ સમિતિઓ...
યજમાન દક્ષિણ કર્ણાટક ઝોન સમાજ દ્વારા આયોજનને સફળ બનાવવા માટે વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે. જેમાં મુખ્ય આયોજન સમિતિમાં ચીમનભાઈ નાનજીભાઈ લીંબાણી,વિશ્રામભાઇ લાલજીભાઈ છાભૈયા, પુરષોત્તમભાઈ હરિલાલભાઈ વેલાણી, રતિલાલભાઈ લધારામભાઈ ભાવાણી અને વસંતભાઈ કેશવલાલ ગોરાણીનો સમાવેશ કરવામાં આવ્યો છે.
રજીસ્ટ્રેશન સમિતિ:( આવનાર સભ્યોની નોંધણી) યલહંકા સમાજનું યુવક મંડળ સંભાળશે. સ્વાગત સમિતિ, સ્ટેજ વ્યવસ્થા સમિતિ, ઉતારા વ્યવસ્થા સમિતિ, સભા ખંડ વ્યવસ્થા સમિતિ, કાર્યાલય સમિતિ, ભોજન તથા રસોડા વ્યવસ્થા સમિતિ...આ મુજબ સમાજ ભવનમાં આવતી ઉપર ની છ સમિતિઓનું સંચાલન પિન્યા યુવક મંડળના સભ્યો સંભાળશે.
કીટ (ભેટમાં આપવા) વ્યવસ્થા સમિતિ : મૈસૂર રોડ યુવક મંડળના સભ્યો સંભાળશે.
ટ્રાન્સપોર્ટ સમિતિ:આવનાર સભ્યોને ઉતારવા તથા ચડાવવા વ્યવસ્થા.
Flight Arrival/Departur: દેવનાલી સમાજ યુવક મંડળ અને દોડબાલાપુર સમાજ યુવક મંડળ.
Train Arrival: નેલમંગલા સમાજ અને કે.આર. પુરમ સમાજ યુવક મંડળ.
Train Departure :ઇન્દિરા નગર સમાજ નું યુવક મંડળ
Bus Arrival/Departure:મૈસુર રોડ સમાજનું યુવક મંડળ.
બેંગ્લોર દર્શન: લાલબાગ સમાજનું યુવક મંડળ.
આરોગ્ય વ્યવસ્થા સમિતિ: પ્રવિણભાઈ પોકાર, મૈસૂર રોડ અને દિપકભાઇ લિંબાણી, મૈસૂર રોડ
વિડીયો એડિટર: રમેશભાઈ વેલાણી, ઇન્દિરા નગર અને હિતેશભાઈ છાભૈયા, પીન્યા.
આ પ્રમાણે સમિતિઓની રચના અને જવાબદારી ઓ સોપવામાં આવી છે અને ઝોન સમાજના માર્ગદર્શન નીચે સ્વયંસેવકો જોરદાર તૈયારીઓ કરી રહ્યા છે...