અનોખી પહેલ : નાગપુરમાં જ્ઞાતિની મહિલાઓમાં રહેલ શક્તિઓને પ્લેટફોર્મ પુરૂં પાડી આત્મનિર્ભર સાથે સન્માન આપવાનો સ્તુત્ય પ્રયાસ... ભારતભરના મોટા સેન્ટરોમાં સમાજે અપનાવવા જેવો સુંદર પ્રોજેક્ટ...
આજના જમાનામાં મહિલાઓને ફ્ક્ત ઘરકામમાં જ નહીં, ઘરની બહાર નીકળી પૈસા કમાતા પણ આવડે છે. મહિલાઓને સમાજમાં સન્માન અને મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે નાગપુર સમાજે અનોખી પહેલ કરી છે.આપણી સમાજની માતા - બહેન - દીકરી માટેનો, સ્વના થકી જ આત્મનિર્ભર થઈને પોતાની પ્રતિભાને પ્રદર્શિત કરીને એક ઓળખ બનાવવાનો પ્રયાસ KKP SHG
( કચ્છ કડવા પાટીદાર-Self Help Group)ના માધ્યમથી કરવામાં આવ્યો છે.
નાગપુર સમાજની સુંદર પહેલ...
આપણી શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજમાં સૌ પ્રથમવાર એક અનોખી સામાજિક પહેલ સમાજની ઉત્સુક અને પ્રતિભાશાળી બહેનો માટે પોતાની અંદર રહેલી કલાને પ્રદર્શિત કરીને પોતના સ્વપ્નને પાંખો આપીને ઉડાન ભરવાની એક સુવર્ણ તક પાટીદાર સમાજ લક્ડગંજ નાગપુર, ટેકનોક્રેટ ગ્રુપ, સેવા સમિતિ તથા પાટીદાર મહિલા મંડળ -નાગપુર દ્વારા કરવામાં આવી છે.
ઉદ્ઘાટન સમારોહમાં વિશાળ હાજરી...
KKP- SHG સ્ટોરનો શુભારંભ તારીખ 24- 12 - 2022 શનિવારના શુભ દિવસે શ્રી પાટીદાર વાડી, આંબેડકર ચોક,નાગપુર મધ્યે કરવામાં આવ્યો હતો.
આ સ્ટોર ની શરૂઆત ઉમિયામાના ફોટોને માળા અર્પણ કરીને દીપ પ્રજ્વલિત કરીને કરવામાં આવી હતી. શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ લક્ડગંજ નાગપુરની સમસ્ત કારોબારી, મહિલા મંડળની સમસ્ત કારોબારી , ટેકનોક્રેટ ગ્રુપના મેમ્બર્સ તથા સમાજના સર્વે જ્ઞાતિજનોની હાજરીમાં આ સ્ટોરની opening ceremony કરવામાં આવી હતી.
KKP- SHG સ્ટોરમાં ૨૫ જેટલા સ્ટોલ...
આ સ્ટોર માં ટોટલ 25 સ્ટોલ રાખવામાં આવ્યા હતા. જેમાં પૌષ્ટિક ખાદ્ય પદાર્થો, વિવિધ પ્રકારના મુખવાસ, નમકીન , અથાણાં , વિવિધ પ્રકારના સ્વાદિષ્ટ નાસ્તાઓ , સરબત , જ્યૂસ, વિવિધ પ્રકારના ડિઝાઇન કપડાં , હેન્ડવર્ક અને કલાકારી , પેઇન્ટિંગ, ચિત્રકલા, મહેંદી, મેકઅપ આર્ટિસ્ટ, લગ્ન પ્રસંગમાં વિવિધ વિધિઓમાં વપરાતી ડેકોરેશનની વસ્તુઓ, ધર ની સજાવટમાં વપરાતી વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
નિપુણમ " બ્રાન્ડ નેઈમથી થઈ રહ્યું છે વેચાણ...
સ્ટોર માં વેચાતી વસ્તુઓ એક જ બ્રાન્ડ નામ "નિપુણમ " ના નામથી સર્વોતમ ગુણવતા સાથે વેચવામાં આવશે.જેનું સાપ્તાહિક બજાર એટલે કે પ્રદર્શની અને વેચાણ દર શનિવારે બપોરે 2 થી 6 દરમ્યાન શ્રી પાટીદાર સમાજ વાડી, આંબેડકર ચોકમાં રાખવામાં આવશે. સર્વે સહભાગી થયેલ બહેનોની મહેનત અને જ્ઞાતિજનોના સાથ - સહકાર થકી આ પ્રોજેક્ટને જોરદાર ,જબરદસ્ત સફળતા મળી હતી.
...સમાજની મહિલાઓ આર્થિક રીતે પણ મજબૂત બનશે.
આજ ના આધુનિક સમયમાં ઉપયોગી થતી અને રોજીંદા જીવનમાં વપરાશ થતી વિવિધ વસ્તુઓનું Digitalization સાથે નવા પ્રયાગોનું નવી રીતે પ્રદર્શિત કરવાના ઉદ્દેશ્યથી આ નવતર સ્ટોર ખુલ્લો મુકવામાં આવ્યો છે. આ પ્રકારની પ્રવૃત્તિથી આપણી સમાજની માતા - બહેન - દીકરી આર્થિક રીતે મજબૂત બનશે અને સમાજ સમૃદ્ધ થશે એ નક્કી છે.
આપણી સમાજ ની પ્રતિભાશાળી બહેનોની મહેનત અને કળાને નિહાળવાની સાથે ખરીદી કરીને તેમના ઉત્સાહ સાથે આર્થિક રીતે સહાયતા કરીને સાથ - સહકાર આપવા માટે જ્ઞાતિના સૌ પરિવારજનોને દોસ્તો સાથે આ KKP STORE સ્ટોર ની મુલાકાત લેવા આયોજકો દ્વારા વિનંતી કરવામાં આવી છે.