Contact Us

Address :

Email :

Tel :

Opp. Kanya Shala, Nakhatrana, Gujarat 370615

info@paatidarsaurabh.com

+91 98256 39106

અલવિદા શિવદાસબાપા : કચ્છના જાહેર જીવનના અગ્રણી અને પીઢ નેતા શિવદાસભાઈ ગોવિંદ છાભૈયાનું નિધન...૯૪ વર્ષની જૈફ વયે પણ યુવાનને શરમાવે તેવા ઉત્સાહથી વિવિધ સેવાકાર્ય સંભાળી રહ્યા હતા...10471047 Views

અલવિદા શિવદાસબાપા : કચ્છના જાહેર જીવનના અગ્રણી અને પીઢ નેતા શિવદાસભાઈ ગોવિંદ છાભૈયાનું નિધન...૯૪ વર્ષની જૈફ વયે પણ યુવાનને શરમાવે તેવા ઉત્સાહથી વિવિધ સેવાકાર્ય સંભાળી રહ્યા હતા...

કચ્છના કોંગ્રેસના પીઢ અગ્રણી, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ, સારસ્વતમ સંસ્થાના પાયાના પથ્થર અને કચ્છ કડવા પાટીદાર સમાજના ભૂતપૂર્વ ટ્રસ્ટી ઉપરાંત રણછોડરાય સત્સંગ સેવા મંડળ જેવી અનેક સેવાભાવી સંસ્થાઓ સાથે સંકળાયેલા જાહેર જીવનના અગ્રણી શિવદાસભાઈ ગોવિંદભાઈ છાભૈયાનું ૯૪ વર્ષની જૈફ વયે ગઈકાલે અવસાન થયું હતું.

સમાજ ઉપરાંત તમામ સેવાકીય ક્ષેત્રમાં નામના મેળવી હતી...

શિવદાસભાઈ પટેલે જિલ્લા સહકારી સંઘના ડાયરેક્ટર, ભુજ કોમર્શિયલ બેંકના પૂર્વ ચેરમેન, ભુજ પાંજરાપોળમાં ચેરમેન તરીકે ત્રણ દાયકા જેટલો લાંબો સમય સેવા આપી હતી.

સારસ્વતમ સંસ્થાના માધ્યમથી શિવદાસભાઈ પટેલે કચ્છના ગામડાઓમાં માધ્યમિક શાળાઓ ખોલીને વિધાર્થીઓ માટે ઘરઆંગણે શિક્ષણ મેળવવાની ભૂખ સંતોષી હતી. એ માટે કચ્છના ગામડાંઓ હંમેશા તેમના રૂણી રહેશે.
કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખપદે પણ રહયા... 
 
 કરાંચીથી કચ્છ આવેલા શિવદાસભાઈના પરિવારે માંડવી તાલુકાના દરશડીને વતન બનાવ્યું હતું. તેમનો જન્મ ૨૫ જાન્યુઆરી ૧૯૨૯ ના દરશડીમા થયો હતો. ૧૯૮૧ થી ૧૯૮૭ સુધી કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે તેમણે સેવા આપી હતી. આરોગ્ય અને શિક્ષણની સમસ્યાઓ દૂર કરવા તેમણે પ્રાધાન્ય આપ્યું હતું. કોંગ્રેસ અને જનતાદળમાં પણ રાજકીય રીતે સક્રિય રહ્યા હતા અને વિધાનસભાની ચૂંટણીમાં પણ ઝંપલાવ્યું હતું.
વતન દરશડીને વોટર સપ્લાય અને આરોગ્ય કેન્દ્રની ભેટ આપી હતી...
૧૯૬૨ ના સમયગાળામાં કચ્છમાં મહિલાઓને બે કિ.મી. ચાલીને પીવાનું પાણી ભરવા જવું પડતું હતું ત્યારે તેમણે પોતાના ગામ દરશડીમાં જિલ્લાની પ્રથમ પાણી પુરવઠા યોજના અમલમાં મૂકી ઘરોઘર પાણીના જોડાણ અપાવ્યા હતા. દરશડીમાં પ્રથમ સરકારી આરોગ્ય કેન્દ્ર પણ તેમણે જ શરૂ કરાવ્યું હતું.
કચ્છ કડવા પાટીદાર સમાજ ઉપરાંત વાંઢાય ઉમિયા માતાજી સંસ્થાન અને જ્ઞાતિના અનેક સંગઠનોમાં તેઓ સક્રિય રહ્યા હતા. ભુજના લાલટેકરી વિસ્તારમાં આવેલા રણછોડરાય સત્સંગ મંડળમાં તેમણે ખૂબ જ મોટી સેવા આપી હતી.
 
 

Contact

Email : info@patidarsaurabh.com

Tel : +91 98256 39106