Congratulations : યુવાસંઘની 2023-25 ટીમની જાહેરાત...પંકજ પારસિયા નવા પ્રમુખ...નરોડા - ગુજરાતનો દબદબો !
ભારતભરમાંથી આવેલી યુવા મેદની, અદભુત જોશ અને જુસ્સો, ભવ્ય માહોલ, નવા આગોવાનોની ઘોષણાનો ઇંતજાર અને સૌ યુવા કાર્યકર્તાઓના અદમ્ય ઉત્સાહ સાથે અંતિમ સત્રની સફળ શરૂઆત...
તારીખ ૨૦ ઓગષ્ટ, ૨૦૨૩ને રવિવારે સરદાર પટેલ રિજીયનની યજમાનીમાં વડોદરા ખાતે ત્રીમંદિરના રમણીય વાતાવરણમાં સ્વર્ણિમ ટર્મની અંતિમ વાર્ષિક સામાન્ય સભા સવારે ૮.૩૦ વાગ્યે પ્રારંભ કરવામાં આવી. આગલા દિવસથી જ સર્વ યુવા મિત્રોમાં અનેરો ઉત્સાહ છલકાતો હતો. કેન્દ્રીય સમાજના આગેવાનો, ૨૩ રિજીયનના હોદ્દેદારો, CCM મેમ્બર્સ, સ્થાનિક આગેવાનો અને અન્ય કાર્યકર્તાઓએ બહોળી સંખ્યામાં હાજરી નોંધાવી.
દરેકેરજિસ્ટ્રેશન કરાવી અનેરા ઉમણકા સાથે સભાનું ડેકોરમ જણવાય એ રીતે ભગવાનના સાનિધ્યમાં ભવ્ય ઓડિટોરિયમમાં સ્થાન ગ્રહણ કર્યું. સંચાલનનો દોર મંત્રીશ્રી નિલેશભાઈ સુરાણીએ સંભાળ્યો. વડોદરાની સ્થાનિક સમાજની દીકરીઓએ આહલાદક પ્રાર્થના નૃત્ય રજૂ કરી કાર્યક્રમની સૂરીલી શરૂઆત કરી. સભાના અધ્યક્ષ શ્રી હિતેશભાઈ રામજીયાણી તેમજ શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજના મહામંત્રી શ્રી પુરુષોત્તમભાઈ ભગત સાથે યુવાસંઘના મુખ્ય હોદેદારોએ દીપ પ્રજ્વલિત કરીને સભાની શુભ શરૂઆત કરી. મંત્રી શ્રી નિલેશભાઈ સુરાણીએ શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજના મહામંત્રીશ્રી, શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર યુવા સંઘના કેન્દ્રીય પ્રમુખ શ્રી હિતેશભાઈ રામજીયાણી, મિશન ચેરમેન શ્રી નટવરભાઈ સામાણી, મહામંત્રી શ્રી ભરતભાઈ છાભૈયા સાથે મુખ્ય હોદ્દેદારો, આમંત્રિત મહેમાનો, પસંદગી સમિતિના સભ્યોને મંચ ઉપર અને આગલી હરોળમાં સ્થાનગ્રહણ કરાવ્યું. ઉપસ્થિત સર્વેના શાબ્દિક આવકાર અર્થે સરદાર પટેલ રિજીયનના તત્કાલીન ઇમિડીએટ પાસ્ટ ચેરમેન શ્રી જગદીશભાઈ લીંબાણીને સ્વાગત પ્રવચન માટે અનુરોધ કર્યો.
આપણી વચ્ચેથી ક્યારેય ન પુરી શકાય એવો ખાસનો ખાલીપો આપીને હરહંમેશ માટે વિદાય લઈ ચૂકેલા છતાં સૌના દિલમાં પરોક્ષ રીતે હાજર એવા સ્વ. ડૉ. વસંતભાઈ ધોળુ તેમજ DKT રિજીયનના કિશોરભાઈ તેમજ અન્ય લાગતી વળગતી સૌ દિવંગત આત્માઓને યાદ કરીને મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવા મંત્રીશ્રી એ સભાને અનુરોધ કર્યો.
નખત્રાણા ખાતે યોજાયેલ ગત સામાન્ય સભાની મિનિટ્સનું વાંચન મંત્રી શ્રી નિલેશભાઈ સુરાણી દ્વારા કરાયું અને સભાએ સર્વાનુમતે હાથ ઉપર કરી બહાલી આપી. YSKના હિસાબોનું વાંચન કરવા YSKની આખી ટીમ મંચ પર ઉપસ્થિત થઈ અને એકદમ સરળ ભાષામાં હિસાબોનું વાંચન કરીને સૌની બહાલી મેળવી. યુવાસંઘના હિસાબોનું વાંચન કરવા ખજાનચી શ્રી લક્ષ્મણભાઇ અને સહ ખજાનચી શ્રી દિનેશભાઇને અનુરોધ કરવામાં આવ્યો અને તેઓએ પણ ખૂબ જ પારદર્શકતા સાથે હિસાબો રજૂ કરી સભાની બહાલી મેળવી.
શ્રી સમાજના મહામંત્રીશ્રીને આશીર્વચન માટે વિનંતી કરવામાં આવી જેમાં સનાતની શતાબ્દી મહોત્સવની તૈયારીઓમાં યુવાસંઘના કાર્યકર્તાઓની મહેનતને શ્રી સમાજ વતી સચોટ રીતે બિરદાવવામાં આવી અને યુવા કાર્યકર્તાઓને સમાજસેવાની મળેલી તકને કેવીરીતે ન્યાય આપી શકાય એનું માર્ગદર્શન આપવામાં આવ્યું.
ત્યારબાદ મહામંત્રી શ્રી ભરતભાઇ છાભૈયાએ સભામાં ઉપસ્થિત સર્વ માટે મંતવ્યો અને સુજાવ માટે મંચ ખુલ્લો મુક્યો, જેમાં ભારતભરના અનેક સદસ્યોએ પોતાના વિચારો, પ્રતિભાવો તેમજ સૂચનો ખુમારીથી સભા સમક્ષ પ્રસ્તુત કર્યા.
ત્યારબાદ મહામંત્રીશ્રીએ પોતાના સ્વર્ણિમ ટર્મના આખરી ઉદબોધનમાં યુવાસંઘ સાથે જોડાયેલા સર્વેનો લાગણીશીલ થઈને આભાર વ્યક્ત કરીને આવનારી ટીમને શુભેચ્છાઓ પાઠવી. ત્યારબાદ મિશન ચેરમેન શ્રી નટવરભાઈ સામાણીએ પોતાના જોશીલા અંદાજમાં પોતાના ૧૫ વર્ષના કાર્યકાળને વાગોળતા પોતાનું આખરી વક્તવ્ય આપ્યું જેમાં તેઓએ પોતાના અનુભવોના નિચોડને સભા સમક્ષ મુકી તેમના જીવનમાં યુવાસંઘની પરિવાર સમી ભૂમિકાને અશ્રુભીની યાદો સાથે સરખાવી સૌ ઉપસ્થિત યુવાઓને મળેલી જવાબદારીને પુરા ખંતથી નિભાવવાની સલાહ આપી. ત્યારબાદ અધ્યક્ષ સ્થાનેથી આખરી રજુઆત કરવા પ્રમુખશ્રી હિતેશભાઈ રામજીયાણી ને આમંત્રણ આપવામાં આવ્યુ, જેમાં પોતાના બે વર્ષના કાર્યકાળની સફરને પોતાના આગવા અંદાજમાં સૌ સમક્ષ મૂકી, એમની પુરી ટિમ સાથે સૌ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી મુક્ત મંતવ્યોના દોરમાં આવેલા સુચનો ઉપર આવનારી નવી ટિમ કાર્ય કરે એવો ભાવ વ્યક્ત કરી એમના કાર્યકાળનું સૌથી લાંબુ તેમજ સચોટ વક્તવ્ય આપી સૌનું ફરી એક વખત દિલ જીતી લીધું. પોતાના ગૌરવવંતા સ્વર્ણિમ કાર્યકાળ ને પૂર્ણ જાહેર કરી પ્રમુખશ્રીએ ગૌરવ પૂર્વક આખી ટીમને મંચ પર ઉપસ્થિત કરી સભાનું અભિવાદન જીલ્યું. ત્યારબાદ સૌ હોદ્દેદારોને મોમેન્ટો આપી સફળતાપૂર્વક બે વર્ષના અદભુત કાર્યો બદલ સન્માનિત કરવામાં આવ્યા. ટીમના IPP સ્વ. વસંતભાઈ ધોળુનું સન્માન સ્વીકારવા એમના દીકરાને અનુરોધ કરવામાં આવ્યોને આખી સભા જાણે વસંતભાઈની જીવનયાત્રાને નત મસ્તક થઈને ગમગીનીમાં સરી પડી.
આગળનો દોર સંભાળવા પસંદગી સમિતિને મંચ પર આવવા અનુરોધ કરવામાં આવ્યો. સમિતિના પ્રમુખ શ્રી માવજીભાઈ માવાણીએ સમિતિની પ્રક્રિયાની પ્રસ્તાવના બાંધીને આગળનું સંચાલન કરવા સમિતિના મંત્રીશ્રી મોહનભાઇ ધોળુને વિનંતી કરી. સૌની આતુરતાનો સમયસર અંત લાવવા મંત્રીશ્રીએ નવી વરાયેલી ટીમની જાહેરાત શરૂ કરી.
નામોની ઘોષણા નીચેથી ઉપરના ક્રમમાં કરવામાં આવી એટલે ૧૩ થિમના કન્વીનર અને PDOથી શરૂ કરીને ઉત્કૃષ્ટ થીમ લીડર્સને મંચ પર બોલાવવામાં આવ્યા. ત્યારબાદ સહ ખજાનચી, ૬ કાઉન્સિલના મંત્રી, કેન્દ્રીય મંત્રી, ખજાનચી, પ્રવક્તા, મહામંત્રી, ૬ કાઉન્સિલના પ્રમુખ, મિશન ચેરમેન અને પ્રમુખની જુસ્સાભેર જાહેરાત કરીને મંચ પર બોલાવાયા અને સભાએ સમિતિની દરેક પસંદગીને તાળીઓના ગડગડાટથી વધાવી લીધી.
ત્યારબાદ મંત્રીશ્રીએ નવી વરાયેલી ટીમને આવનારી ટર્મમાં નિષ્ઠાપૂર્વક કાર્ય કરવાની પ્રતિજ્ઞા લેવડાવી અને સાંકળ બનાવી ટીમમાં સંગઠનની ભાવના જગાડી. ત્યારબાદ નવા વરાયેલા મહામંત્રીશ્રી ડૉ. વિપુલભાઈ છાભૈયાને વક્તવ્ય માટે આમંત્રણ આપવામાં આવ્યું અને તેઓના પ્રથમ જુસ્સાભેરના વક્તવ્યથી એમને નવી ટીમના પ્રતિનિધિ તરીકે અદભુત પ્રભાવ પાડ્યો. ત્યારબાદ નવા વરાયેલા પ્રમુખ શ્રી CA પંકજભાઇ પારસીયાએ પોતાના આવનારી ટર્મના આગવા લક્ષ્યો રજૂ કરતા કહ્યું કે હવે યુવાસંઘને પાછું ઘરે ઘરે પહોંચવું છે અને વ્યસનમુક્તિને મુખ્ય અભિયાન બનાવવું છે. એમની ધારદાર વાણીમાં એમને એટલા અસરદાર હેતુઓ સભા સમક્ષ રજૂ કર્યા કે સૌની પ્રમુખ પ્રત્યેની અપેક્ષાઓ આપમેળે સંતોષાઈ ગઈ. અંતમાં આભારવિધિ કરવાની જવાબદારી નવા નિમાયેલા મંત્રીશ્રી ડૉ. મુક્તિબેન લીંબાણીને સોંપવામાં આવી અને તેઓએ પોતાની આગવી શૈલીમાં ટૂંકમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જોડાયેલા સૌનો દિલથી આભાર માન્યો. ખાસ કરીને પસંદગી સમિતિ, સરદાર પટેલ રિજીયન અને દાતાશ્રીઓ પ્રત્યે દિલથી કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી. આ રીતે સ્વર્ણિમ ટીમે ગૌરવપૂર્વક વિદાય લીધી અને અદમ્ય જુસ્સા સાથે નવી ટીમને આવનારી ટર્મની કાર્યવાહી સોંપાઈ.
શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર યુવાસંઘ નવનિયુક્ત 18 મી ટીમ 2023-25
પ્રેસિડન્ટ- સી.એ. પંકજ રમેશભાઈ પારસીયા - અમદાવાદ- સાંયરા યક્ષ
IPP- હિતેશ હરિલાલ રામજીયાણી - ઘાટકોપર- દેશલપર વાંઢાય
વાઇસ પ્રેસિડન્ટ -જગદીશ નારણ લીંબાણી -વડોદરા -પાનેલી
કાઉન્સિલ પ્રેસિડેન્ટ -
ગંગાસાગર - મુકેશ ગોવિંદભાઈ છાભૈયા -બાલેશ્વર -ભડલી
ગ્રીનલેન્ડ- કિશોર રતિલાલ પોકાર -સુરત -વાલકા મોટા
ફોરેસ્ટ- દિલીપ શિવદાસ પોકાર -હરદા -કાદીયા મોટા
ઓશિયન- ગીરીશ મનજીભાઈ ભાવાણી- કોલ્હાપુર -ખીરસરા
રામસેતુ - નવીન કાંતિલાલ લીંબાણી -રાયપુર- દેવીસર
નર્મદા- અશોક કરસનભાઈ પોકાર -ઘાટકોપર -દરસડી
જનરલ સેક્રેટરી- ડૉ. વિપુલ હેમંતભાઈ છાભૈયા- નરોડા- ભડલી
PRO - સેન્ટ્રલ પ્રવકતા - મહેશ કિશોરભાઈ પોકાર -મદુરાઈ - ઘડુલી
સેક્રેટરી- ડૉ. મુક્તિ કપિલભાઈ લીંબાણી- ભુજ- મથલ
ટ્રેઝરર-મિનેશ ઈશ્વરભાઈ વાડીયા- મોડાસા- કોટડા (ચ)
કાઉન્સિલ સેક્રેટરી-
ગંગાસાગર- જગદીશ વેલજીભાઈ હળપાણી- બુંદ બુંદ- વિથોણ
ગ્રીનલેન્ડ- રમેશ કાંતિલાલ રામાણી -બિદડા -બિદડા
ફોરેસ્ટ- યોગેશ મગનલાલ રામાણી- ચાલીસગાવ- કાદિયા નાના
ઓશિયન- ગિરીશ મોહનલાલ જાદવાણી- કોદડ- આમારા
રામસેતુ- પ્રવીણ વિશ્રામભાઈ છાભૈયા -બેંગ્લોર -કોટડા
નર્મદા- ચંદ્રકાંત રણછોડભાઈ પોકાર- કલોલ- રવાપર
જોઈન્ટ ટ્રેઝરર - જગદીશ જયંતીલાલ લીંબાણી-ચિંચવડ- મથલ
કૃષિ અને પર્યાવરણ કન્વીનર - જીગ્નેશ સેંગાણી- બિદડા
બિઝનેસ સેલ કનવીનર - પ્રિતેશ લીંબાણી- મોડાસા, નખત્રાણા
બિઝનેસ સેલ સેન્ટ્રલ PDO-
હેમંત ચૌહાણ - ઔરંગાબાદ-ખોંભડી
ચેતન માકાણી - બાલોદ - વીરાણી મોટી
એજ્યુકેશન & ટેલેન્ટ હન્ટ કન્વીનર-
હરેશ લીંબાણી- અમદાવાદ- ઘડુલી
ફંડ રાઇઝિંગ કન્વીનર -રમેશ પોકાર - હૈદરાબાદ- મથલ
સેન્ટ્રલ PDO ફંડ રાઇઝિંગ- હરેશ રૂડાણી -ગાંધીધામ - દેવિસર
હેલ્થ & ડિઝાસ્ટર કન્વીનર- દિનેશ પોકાર -મહાડ- ધાવડા મોટા
હેલ્થ & ડિઝાસ્ટર સેન્ટ્રલ PDO- કપિલ નાકરાણી- ડીસા- નાની વિરાણી
મેટ્રિમોનિયલ કન્વીનર- નરેશ પોકાર -રત્નાગીરી - દાવડા
મેટ્રિમોનિયલ સેન્ટ્રલ PDO- ભદ્રેશ છાભૈયા -તખતગઢ - થરાવડા
પોલિટિકલ & લીડરશિપ કન્વીનર- મયુર રંગાણી -સુરત -દયાપર
પોલિટિકલ & લીડરશિપ સેન્ટ્રલ PDO- ધર્મેશ કેસરાણી- નખત્રાણા
પ્રચાર પ્રસાર કન્વીનર- રીના પોકાર - પુણે - ટોડિયા
પ્રચાર પ્રસાર સેન્ટ્રલ PDO- મનોજ વાઘાણી- અંગિયા નાના
સામાજિક & આધ્યાત્મિક કન્વીનર- અમિત ચૌધરી- સોલાપુર- રસલિયા
સ્પોર્ટ્સ કન્વીનર- નિશાંત રામાણી- નાગપુર - નખત્રાણા
સ્પોર્ટ્સ સેન્ટ્રલ PDO-ઉમેદ લીંબાણી- કોલકતા - કોટડા જડોદર
વેબકોમ કન્વીનર- નિલેશ વાસાણી- અમદાવાદ - નખત્રાણા
વેબકોમ સેન્ટ્રલ PDO- પ્રિતેશ માવાણી- થાણા - રતનાપર (માઉ)
યુવા ઉત્કર્ષે કન્વીનર- નટવર સામાણી - નાગપુર -વિથોણ