ABVP ગુજરાત પ્રદેશ કારોબારીમાં ભરૂચના મન વાડીયાની નિમણુંક
ભરૂચના મન પ્રવિણભાઇ વાડીયાની અખિલ ભારતીય વિદ્યાર્થી પરીષદ ગુજરાત પ્રદેશની કારોબારીમાં સભ્ય તરીકે નિમણુંક કરવામાં આવેલ છે.
મુળ દયાપરના હાલે ભરૂચ રહેતા વિરજીભાઇ વિશ્રામભાઇ વાડીયાના પૌત્ર મન વાડીયા છેલ્લા બે વર્ષથી ABVP ભરુચ શહેર કાર્યાલય મંત્રી તરીકે સેવા આપી રહ્યા છે. ભરૂચના યુવા મન વાડીયા, જે હાલ કોલેજમાં અભ્યાસ કરે છે.
હાલમાં દિલ્હી ખાતે ૬૭ મી રાષ્ટ્રીય જનરલ સભામાં તેઓ હાજરી આપવા ઉપસ્થિત છે.
આ ABVP ની રાષ્ટ્રીય ટીમમાં કચ્છ કડવા પાટીદાર સમાજના પ્રોફેસર ડો. છગનભાઇએ વર્ષ ૨૦૨૦/૨૧ અને ૨૦૨૧/૨૨ એમ સતત બે વર્ષ રાષ્ટ્રીય પ્રમુખ તરીકે જવાબદારી નિભાવી હતી..જે આપણા સમાજ માટે ગૌરવની વાત છે.