કોલ્હાપુરના અગ્રણી હરિભાઈ માવજીભાઈ વાગડિયાનું દુઃખદ અવસાન
કચ્છમાં લખપત તાલુકાના ધારેશીના વતની અને કોલ્હાપુર રહેતા હરિભાઈ માવજીભાઈ વાગડિયાનું ગઈકાલે સાંજે નિધન થયું છે, તેઓ ૬૪ વર્ષના હતા.
અનેકવિધ સામાજિક સંસ્થાઓ અને સંગઠનો સાથે સંકળાયેલા કોલ્હાપુર સો મીલવાળા હરિભાઈ વાગડીયાના અચાનક નિધનથી કોલ્હાપુર સહિતના વિસ્તારોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
કોલ્હાપુર ચેમ્બર ઓફ કોમર્સના મહત્વના પદો પર તેમણે વર્ષો સુધી સેવા આપી હતી અને તાજેતરમાં યોજાયેલ ચૂંટણીમાં પણ તેમની બિનહરીફ વરણી થઈ હતી. તેઓ સંસ્કારધામના ટ્રસ્ટી ઉપરાંત કેન્દ્રીય સમાજના કારોબારી સભ્ય અને લખપત તાલુકા સમાજના ઉપપ્રમુખપદે પણ તેઓ સેવા આપી રહ્યા હતા. માદરે વતન ધારેશીની સમાજના પણ તેઓ પ્રમુખ હતા.