કરો કેસરિયા : લખપતમાં હવે કોંગ્રેસ મુક્ત પાટીદાર ! દિગ્ગજ કોંગ્રેસી નેતા જશવંત પટેલ ભાજપમાં
લખપત તાલુકાના ઘડુલી ગામના વતની અને વર્ષોથી કોંગ્રેસનો ખેસ ધારણ કરનાર પીઢ સહકારી નેતા જશવંત દેવજી સાંખલા આખરે ભાજપમાં જોડાઈ ગયા છે. લખપતના તેઓ એકમાત્ર પાટીદાર નેતા હતા જેઓ કોંગ્રેસમાં હતા.
ગઈકાલે ભુજમાં ભાજપના કાર્યકર્તા સંમેલનમાં જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, સાંસદ વિનોદભાઈ ચાવડા અને ધારાસભ્યોની ઉપસ્થિતિમાં જિલ્લાના ૪૦ જેટલા કોંગ્રેસના નામાંકિત કાર્યકરોએ કેસરીયો ધારણ કર્યો હતો.
કચ્છ જિલ્લા કોંગ્રેસના વર્તમાન ઉપપ્રમુખ એવા જશવંત પટેલ લખપત તાલુકા પંચાયતના પ્રમુખ રહી ચૂક્યા છે અને ઘડુલીના સરપંચપદે પણ સેવા આપી ચૂક્યા છે.
સહકારી ક્ષેત્રે પણ તેમણે અત્યાર સુધીમાં અનેક પદો સંભાળ્યા છે. કચ્છ જિલ્લા ખરીદ વેચાણ સંઘના બે ટર્મ સુધી પ્રમુખ રહ્યા છે અને KDCC બેંકની લોન કમિટિના ચેરમેન પણ રહી ચૂક્યા છે.
કચ્છ જિલ્લા સહકારી સંઘના ડાયરેક્ટર ઉપરાંત જમીન વિકાસ બેંક નખત્રાણાના વાઇસ ચેરમેન તરીકે પણ સેવા આપે છે.
સામાજિક ક્ષેત્રે ઘડુલી સમાજ ઉપરાંત લખપત તાલુકા પાટીદાર સમાજના પ્રમુખ, કેન્દ્રીય સમાજ અને ઉમિયા માતાજી સંસ્થાન વાંઢાય સાથે પણ વર્ષોથી સંકળાયેલા છે.