અભિનંદન : નખત્રાણાના એડવોકેટ K.K.Patel નોટરી બન્યા
કેન્દ્ર સરકાર દ્વારા નખત્રાણાના એડવોકેટ K.K.Patel ની નોટરી તરીકે નિમણુંક કરવામાં આવી છે.
કચ્છમાં નખત્રાણા તાલુકાના દેશલપર(ગુંતલી)ના અને નખત્રાણા નગરમાં છેલ્લા 14 વર્ષથી એડવોકેટ તરીકે કાર્યરત કિરીટકુમાર ખીમજીભાઈ વાડિયાની સરકારે નોટરી તરીકે નિયુક્તિ કરતાં આ વિસ્તારના લોકોને અને કચ્છ બહાર રહેતા પાટીદાર ભાઈઓને તેમના રોજિંદા વહીવટી કાર્યોમાં સુગમતા રહેશે.
કે.કે.પટેલની નોટરી તરીકેની નિમણુંક બદલ તેમને ઠેરઠેરથી અભિનંદન મળી રહ્યા છે.