અભિનંદન : નખત્રાણા નગરપાલિકામાં ઈજનેર તરીકે નરેન્દ્ર રવિલાલ ભાદાણીની નિમણૂંક
કમિશનર, મ્યુનિસિપાલીટી એડમિનીસ્ટ્રેન ગાંધીનગર દ્વારા નખત્રાણા નવાવાસના અને હાલમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં class - 3 officer (Civil Engineer) તરીકે ફરજ બજાવતા નરેન્દ્ર રવિલાલ ભાદાણીની નખત્રાણા નગરપાલિકામાં ઈજનેર તરીકે નિમણૂંક આપવામાં આવી છે.
કમિશનર, મ્યુનિસિપાલીટી એડમિનીસ્ટ્રેન દ્વારા 6 માર્ચના હુકમથી શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ, સચિવાલય ગાંધીનગર હસ્તકની રાજયની 91 નગરપાલિકાઓમાં મ્યુનિસિપલ ઈજનેર વર્ગ-3 ની જગ્યા પર આ નિમણૂંકો કરવામાં આવી છે.
M.S.University Baroda માંથી Civil Engineering (B.E) First Class સાથે પાસ કરનાર નરેન્દ્ર રવિલાલ નારણભાઈ ભાદાણી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ મ્યુનિસિપલ એન્જિનિયર (civil )(super class-3) ની પરીક્ષા સમગ્ર ગુજરાતમાં 2 ક્રમે પાસ કરી નખત્રાણામાં પોસ્ટિંગ મેળવ્યું છે.
ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા લેવામાં આવેલ નર્મદા,જળ સંપત્તિ,પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ ( સિંચાઈ વિભાગ ) ની Assistant Engineer Class-2 ની પરીક્ષા સમગ્ર ગુજરાતમાં 15 મા ક્રમે પાસ કરી છે. ( પોસ્ટિંગ બાકી છે )
નખત્રાણામાં નગરપાલિકા બન્યા બાદ સ્ટાફના અભાવે લોકો નગરપાલિકાના રોજીંદા કાર્યોમાં પારાવાર પરેશાની ભોગવી રહ્યા છે ત્યારે નગરપાલિકામાં સ્થાનિકના જ કચ્છી ઉમેદવારને ઈજનેર તરીકે નિમણૂંક અપાતાં નગરપાલિકાનું ગાડું પાટે ચઢશે તેવી આશા લોકો રાખી રહ્યા છે.
તેમનો સંપર્ક નંબર - 8866226489