Contact Us

Address :

Email :

Tel :

Opp. Kanya Shala, Nakhatrana, Gujarat 370615

info@paatidarsaurabh.com

+91 98256 39106

જય હરદાસબાપા : લીંબાણી પરિવારના સૂરધનદાદા પ.પૂ. હરદાસબાપાની 332 મી નિર્વાણ તિથી 6 અને 7 મેના ઉજવાશે939939 Views

જય હરદાસબાપા : લીંબાણી પરિવારના સૂરધનદાદા પ.પૂ. હરદાસબાપાની 332 મી નિર્વાણ તિથી 6 અને 7 મેના ઉજવાશે
અખિલ ભારતીય ભૃગુ ગોત્રીય સનાતન લીંબાણી પરિવારના સુરધન પૂજ્ય હરદાસબાપાની 332 મી નિર્વાણ તિથી ઉમંગ અને આસ્થા સાથે ઉજવવાનું નક્કી થયેલ છે તે મુજબ આગામી તા.06/05/24 અને 07/05/24 (સોમવાર અને મંગળવાર) બે દિવસ દાદાના સ્થાનક ઘડાણી મધ્યે ઉજવાશે.
ચૈત્ર વદ-૧૩ને સોમવાર તા. ૦૬-૦૫-૨૪ ના સવારે ૭:૩૦ કલાકે યજ્ઞ-હવન કાર્યક્રમ યોજાશે, જેમાં મહોત્સવના ભોજનના મુખ્ય યજમાન તથા અન્ય   સહયોગી યજમાનો બેસશે. સહયોગી યજમાન થવા  જે ઈચ્છુક હોય તેઓ રૂપિયા 5100/- દાન નોંધાવી તા.25/04/24 સુધીમાં સંસ્થાના મહામંત્રીશ્રી ચિમનભાઈ લીંબાણીના મો.નં. 7016377320 / 9408203366 ઉપર નામ નોંધાવી શકશે.
એજ દિવસે બપોર પછી 3-30 કલાકે પરિવારની કારોબારી સભા પ્રમુખશ્રી મોહનભાઈ ખીમજી લીંબાણીના અધ્યક્ષસ્થાને મળશે. બીજા દિવસે ચૈત્ર વદ-14 ને મંગળવાર તા.07/05/24 ના સવારે  પૂ.દાદાના સ્થાનકે પુજા-અર્ચના,આરતી, પ્રસાદ, નુતન ધજારોહણ તેમજ પરિવારની સામાન્ય સભા મળશે. ત્યારબાદ પ્રથમ નીયાણીઓને ભોજનપ્રસાદ, દાન-દક્ષિણા અર્પણ વિધિ થશે. આ બંને દિવસ ઉપસ્થિત મહેમાનો તથા પધારેલા પરિવારજનો માટે સંસ્થા દ્વારા ભોજનપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે. આ પ્રસંગે પરિવારજનોને ઉપસ્થિત રહી ભાગ લેવાનું હાર્દિક નિમંત્રણ સંસ્થાના મહામંત્રીશ્રી ચિમનલાલ જેઠાલાલ લીંબાણી(ભુજ)ની યાદીમાં આપવામાં આવ્યું છે.
 
 

Contact

Email : info@patidarsaurabh.com

Tel : +91 98256 39106