પાટીદાર પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટમાં વિજેતા બનતી જે.પી.વોરિયર્સ
તા. 28/03/24 નાં બજરંગ ગ્રાઉન્ડ નખત્રાણા મધ્યે શ્રી અખીલ ભારતીય કચ્છ કડવા પાટીદાર યુવાસંઘ કચ્છ રીજીયન આયોજીત PPL (પાટીદાર પ્રીમિયર લીગ ) ક્ચ્છ ફ્રૂટ માર્કેટ ચેમ્પિયન્સ ટ્રોફી - 2024 નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ થયેલ જે તા.07/04/24 ના સાંજે મેગા ફાઇનલ તથા સમાપન સમારોહ કાર્યક્રમ પાટીદાર સમાજની વિવિધ પાંખોના વડાઓની વિશેષ ઉપસ્થિતીમાં યોજાયો હતો.
રીજીયન ચેરમેન રમેશ દડગાના અધ્યક્ષપદે આ કાર્યક્રમમાં સ્ટેજ ઉપર બિરાજમાન મહેમાનશ્રીઓ અને દાતાશ્રીઓ ને સન્માનિત કરી અભિવાદન કરવામાં આવેલ.
10 દિવસ ચાલેલ આ ટુર્નામેન્ટ મહા મુકાબલામાં 8 ફ્રેન્ચાઈજી (સનાતની ટાઇગર... સરદાર પટેલ સ્ટ્રાઇકર્સ...એન. આર. સિક્સર્સ... શિવાજી લિજેન્ડસ... એસ.એફ. સુપર કિંગ્સ.... ઓમ્ ગુરુકૃપા લાયન્સ... જે.પી. વોરિયર્સ... એમ.એસ ધનાણી યોગેશ્વર બ્લાસ્ટર્સ...)ના ઓકસન પ્રક્રિયા દ્વારા પસંદગી પામેલ 120 જેટલા ખેલાડીઓએ આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં પોતાના કૌશલ્યનો પરિચય આપેલ.
તા. 07/4/24 રવિવારે ખેલાયેલ મેગા ફાઇનલ મેચમાં જે.પી. વોરિયર્સ અને ઓમ્ ગુરુકૃપા લાયન્સ ટીમો વચ્ચે રોમાંચક મુકાબલો જામેલ જેમાં જે.પી. વોરિયર્સ ટીમ વિજેતા જાહેર થયેલ અને ઓમ્ ગુરૂકૃપા લાયન્સ રનર્સ અપ જાહેર થયેલ.
અંતમાં રીજીયન ચેરમેન રમેશ દડગાએ આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે ચાવીરૂપ ભૂમિકા ભજવનાર સર્વે દાતાશ્રીઓને ધન્યવાદ આપેલ જેમાં ટુર્નામેન્ટ ટ્રોફીના મુખ્ય સ્પોન્સર ક્ચ્છ ફ્રૂટ માર્કેટના મુખ્ય ઓનર્સ કલ્પેશભાઇ ચૌધરી અને અર્જુનભાઈ પટેલ, રનર્સટ્રોફી નાં દાતાશ્રી દિપકભાઈ વસંતભાઈ ચોપડા (જીયાપર ), ટુર્નામેન્ટ કો.-સ્પોન્સર તથા ચોગ્ગા-છગ્ગાના દાતાશ્રી મે. પાર્થ પોલીમર્સ (ભચાઉ) જગદીશભાઈ ભગત અને અમૃતભાઈ રવાણી -ગુણાત્તિતપૂર, લાઈવ પ્રસારણ દાતાશ્રી એચ.કે.ડોર (ગાંધીધામ) હરેશભાઈ રૂડાણી સહીત સર્વે શ્રેષ્ઠિ દાતાશ્રીઓની સમાજ પ્રત્યે રહેલ પ્રાથમિકતા રૂપ ભૂમિકાની સરાહના કરેલ સાથે સાથે આ સફળ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર કચ્છભરના પાટીદાર ખેલાડીઓને અભિનંદન આપેલ.
આ આયોજનને સફળતાપૂર્વક નિર્વિઘ્ને પાર પાડનાર રીજીયન સ્પોર્ટ્સના કર્ણધારો જીગર ભગત, વિવેક કેશરાણી, ચંદ્રેશ રૂડાણી, કિશન ભગત, પ્રિતેશ છાભૈયા, કમલેશ માનાણી, પિયુષ રૈયાણી, ચિંતન ભગત તેમજ અન્ય ટીમ મેમ્બરોને વિશેષ ધન્યવાદ આપી બિરદાવેલ.
કાર્યક્રમને સુપારે પાર પાડવા માટે રીજીયન મીશન ચેરમેન મયુર ભીમાણી, રીજીયન PRO વિજય ભગત, રીજીયન સેક્રેટરી જીતેન્દ્ર ચૌહાણ, ખજાનચી વસંત સાંખલા, સહ ખજાનચી પ્રવીણ માવાણી, ભુપેન્દ્ર ડોસાણી, બિપીન ચૌધરી, મનસુખ રાજાણી, યોગેશ ચોપડા, ઉમેશ માનાણી, સૂરજ રામાણી, યોગેશ ચોપડા સહીત સર્વે હોદેદારોએ ટુર્નામેન્ટના સમગ્ર સફળ આયોજનમાં પોતાનું યોગદાન આપેલ. રીજીયન ચીફસેક્રેટરી સુરેશ હળપાણીએ આવેલ મહેમાનશ્રીઓ અને દાતાશ્રીઓને અલગ અંદાજ માં આવકાર્યા હતાં. આ કાર્યક્રમમાં કેન્દ્રીય સમાજ અને ઝોન સમાજના પદાધિકારીઓ સહીત મહિલા અને યુવાસંઘના મહાનુભાવો હાજર રહેલ અને પ્રોત્સાહિત કરેલ.
YSK લક્કી-ડ્રો નું સંચાલન YSK કન્વીનર પ્રકાશભીમાણી અને આદિત્ય સોમજીયાણી એ કરેલ તથા અભિવાદન સન્માન સમારોહનાં સમગ્ર કાર્યક્રમ નું સંચાલન રીજીયન ઓડિટર્સ તુલસી લીંબાણી અને નીતિન ભાદાણી એ કરેલ હતું.