સનાતન મેડિકોઝનું સ્નેહમિલન સ્પંદન-૬ તા.૪-૫-૬ નવેમ્બર ૨૦૨૪ ના દિલ્હીમાં યોજાશે
ઓલ ઇન્ડિયા કચ્છ કડવા પાટીદાર સનાતન મેડીકોઝ નું દ્વિવાર્ષિક સ્નેહમિલન સ્પંદન-૬ આવતી ૪-૫-૬ નવેમ્બર ૨૦૨૪ ના દિલ્હી ખાતે યોજવાનું નક્કી થયું છે.
સનાતન મેડિકોઝના ચારેય ઝોનના સભ્યોની તા.૨૬.૦૬.૨૪ ના રોજ મળેલ ઝૂમ મિટિંગમાં MMRI ઝોનના યજમાન પદે આ સ્નેહમિલન યોજવાની પ્રાથમિક ચર્ચા થયેલ હતી. ત્યારબાદ તા. ૫.૦૭.૨૪ ના બધા ઝોનના સભ્યોની ફરી થી મળેલ ઝૂમ મિટિંગમાં દિલ્હી પાસે ટ્રી હાઉસ હોટલ, ભિવાડી ખાતે MMRI ઝોનના યજમાન પદે તા. ૪-૫-૬ નવેમ્બર ૨૪ ના રોજ યોજવાનું નક્કી કરવામાં આવેલ છે.
આ મિલનમાં બહોળી સંખ્યામાં સભ્યો પરિવાર સાથે હાજર રહેશે. આ અંગેના રજીસ્ટ્રેશનની કાર્યવાહી પણ શરૂ થઈ ગયેલ છે.
સંપર્ક સૂત્ર :
દિલ્હી : ડો. કુણાલ સાંખલા. મો.૯૩૧૧૯ ૧૧૦૯૯ અને
હિંમતનગર : ડો. અમૃતભાઈ એમ. ધોળુ મો. ૯૪૨૭૬ ૯૧૧૪૪
આ સ્નેહમિલન અંગે આ ડોક્ટર મિત્રોનો સંપર્ક સાધી વધુ માહિતી મેળવી શકાશે.