ઉમિયા માતાજી સંસ્થાન વાંઢાયના પ્રમુખ હંસરાજભાઇ દેવજીભાઈ ધોળુની ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાના ટ્રસ્ટીપદે નિમણૂંક કરવામાં આવી છે.
ઊંઝા સંસ્થાન સાથે છેલ્લા ૨૫ વર્ષથી સંકળાયેલા હંસરાજભાઈ ધોળુની સક્રિયતાને ધ્યાનમાં રાખીને વિશ્વના કડવા પાટીદારોની સર્વોચ્ચ એવી આ સંસ્થામાં તેમની ગૌરવરૂપ નિમણૂંક કરવામાં આવી છે.
ઉમિયા માતાજી ઈશ્વર રામજી અન્ન ક્ષેત્ર ટ્રસ્ટ વાંઢાયના ૧૬ વર્ષથી પ્રમુખપદે સેવા આપતા હંસરાજભાઈ અખિલ ભારતીય લક્ષ્મીનારાયણ સનાતન સમાજમાં ૧૮ વર્ષથી ટ્રસ્ટીપદે અને ૧૦ વર્ષથી લક્ષ્મીનારાયણ વિદ્યા પ્રતિષ્ઠાનના ચેરમેનપદે પણ અમૂલ્ય સેવા આપી રહયા છે.