શ્રી કચ્છી કડવા પાટીદાર જ્ઞાતિ ટ્રસ્ટ ફંડ મુંબઈ આયોજિત ૬૨ મો સમૂહલગ્ન સમારોહ વસંતપંચમીના શુભદિને થાણા સમાજવાડીમાં યોજાયેલ જેમાં ૪ નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડયાં હતાં.
કોરોના મહામારીના સરકારી નિયમોના કડક પાલન સાથે યોજાયેલ આ સમૂહલગ્નમાં સમાજના વડીલો અને જ્ઞાતિજનોએ ખાસ ઉપસ્થિત રહી વરકન્યાઓને શુભાશિષ આપેલ.
સવારના ૭ વાગ્યે કન્યાઓના માંડવાની વિધિ શરૂ કરવામાં આવેલ.૮-૩૦ કલાકે જાનોના સામૈયાં ઢોલ-શરણાઈના સૂરો સાથે કરવામાં આવેલ. હસ્તમેળાપ ૧૦-૩૦ કલાકે શાસ્ત્રોકત વિધિ સાથે કરવામાં આવેલ.
લગ્નવિધિ બાદ વર- કન્યાનો ગ્રુપ ફોટો ટ્રસ્ટ ફંડના ચેરમેન અરૂણભાઈ નાકરાણી, મેનેજીંગ ટ્રસ્ટી છગનભાઈ રામજીયાણી તથા ટ્રસ્ટ ફંડના સર્વે ટ્રસ્ટીઓ સાથે પડાવેલ.અરૂણભાઈ નાકરાણી અને થાણા સમાજના પ્રમુખ કાન્તિલાલ લખમશી લીંબાણીએ નવદંપતિને આશીર્વચન આપેલ.