40 મિત્રોએ સ્થાપેલી સંસ્થા વિશ્વ વ્યાપી બની અને ભારતમાં પાટીદાર સંદેશે અનોખો વિક્રમ નોંધાવ્યો...
વર્ડ રેકોર્ડ ઓ ઈન્ડિયા દ્વારા 10 માર્ચ 2021ના રોજ અમદાવાદ ખાતે સાણંદ રોડ પર યોજાયેલ સાદગીપૂર્ણ કાર્યક્રમમાં આ ગૌરવપૂર્ણ પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું.
કોરોનાના કારણે નાનો કાર્યક્રમ રખાયો હતો. પાટીદાર સંદેશના મુખ્ય તંત્રી શ્રી શામજીભાઈ પટેલ, અમદાવાદ, સાણંદ અને તંત્રી શ્રી કરમશીભાઈ પટેલને, સંસ્થાના પાવનકુમાર દ્વારા પ્રમાણપત્ર અને મેડલ એનાયત કરાયો હતો. આ પ્રસંગે ગુજરાતના જાણીતા પત્રકાર દિલીપ પટેલે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.
1980માં સમાન વિચારો ધવાવતાં 40 મિત્રોની એકઠા થયા હતા. તેમણે નક્કી કર્યું કે એક ટ્રસ્ટ બનાવીને સમાજના સમાચાર માટે અખબાર શરૂ કરવું. ઓલ ઈન્ડિયા કચ્છ કડવા પાટીદાર યુથ સોસાયટી ઊભી કરી હતી. 25 વર્ષના યુવાનોની 1978માં યુથ હોસ્ટેલ ગાંધીનગરમાં બેઠક મળી હતી. 1980માં ટ્રસ્ટની મંજૂરી મળી હતી. ટ્રસ્ટનું એક માત્ર કામ સમાચાર પત્ર ચલાવવાનું છે.
10 એપ્રિલ 1981ના દિવસે "પાટીદાર સંદેશ"નો પ્રથમ અંક બહાર પડ્યો હતો. આજે 480માં અંકનું આનાવરણ કરી પ્રસિધ્ધ કરવામાં આવ્યો હતો.
આજે તેને 40 વર્ષ થયા છે. દરેક વર્ષે અલગ 12 અંકો બહાર પાડ્યા છે. વર્ષના 12 અંક પ્રમાણે 40 વર્ષના કુલ 480 પ્રસિદ્ધ થયા છે. તમામ અંકો વેબ સાઇટ પર મૂકી દીધા છે. 480મો અંક 10 માર્ચ 2021ના રોજ પ્રસિદ્ધ થયો છે. જે ભારતનો એક અનોખો વિક્રમ બની ગયો છે. સળંગ અંકો બહાર પડ્યા હોય એવું એક પણ માસિક છાપું ભારતમાં નથી. જોકે, આ વિક્રમ વિશ્વમાં પણ બની શકે તે માટે પ્રયાસ થઈ રહ્યાં છે. અત્યાર સુધીની માહિતી પ્રમાણે એવો 40 વર્ષનો વિક્રમ કોઈ ધરાવતું નથી.
સર્ટી અને મેડલ આપશે
ગુજરાતમાં અનેક તોફાનો આવ્યા, કુદરતી આફતો, ભૂકંપ, પૂર, કોરના જવા વિધ્નો પણ આવ્યા પણ પાટીદાર સંદેશની નકલ દર મહિનાની 10 તારીખે ગમેતે ભોગે પ્રકાશિત થતી રહી છે. તે માટે ઘણો સંઘર્ષ પણ કરવો પડ્યો છે.
પાટીદાર સંદેશના ઉદેશ એક માત્ર હતો કે, સમાચાર પત્ર ચલાવીને વૈચારીક ક્રાંતિ ઊભી કરવી. જે સમાચારો છે તે ભેળસેળ વગર, જે હોય તેવા જ સમાચાર છાપવા. વિવાદો ન કરવા અને સારા સમાચાર જ્ઞાતિના લેવા. અંધશ્રદ્ધા, કન્યા કેળવણી, સમૂહ લગ્નો, સાદગીથી લગ્નો, આખુ પાનું ભરીને સમાચાર છાપતાં હતા.
એક નાનકડી સંસ્થા આજે વિશ્વ વ્યાપી બની ગઈ છે. સહકુટુંબની પારિવારીક સંસ્થા બની ગઈ છે. ગાંધીનગરથી શરૂ થયેલી આ સંસ્થા વિશ્વ વ્યાપી બની ગઈ છે. ભારતમાં આશરે 2200 કચ્છ કડવા પાટીદાર સમાજ છે. લાંબાગાળે ભારતનાં 9 ઝોન બનાવીને માળખા ઊભા કર્યા, ગુજરાતમાં 5 ઝોન છે જેમાં સાબરકાંઠા પણ એક ઝોન છે. વર્ષમાં એક વખત સહપરીવાર મળે છે.
કુલ 40માંથી સભ્યો બધીને હાલ 144 સભ્યો કાર્યરત છે. 18 સભ્યો અવસાન પામ્યા છે. સમાચાર, જાહેરાત અને લાવાજમ મોકલે છે.
પાટીદાર સંદેશ શામજીભાઈ અને કરમશીભાઈ બન્ને તંત્રોઓનું આ માનસ સર્જન છે. સામજીભાઈ પટેલ ક્લાર્ક હતા. ગાંધીનગર સચિવાલયમાં તેઓ સચિવ પદ સુધી પહોંચી શક્યા હતા. આજે તેઓ 68 ઉંમરના છે. તેમની સાથે કરમશીભાઈ પણ ખરા. તે બધાને એવું હતું કે આ મેગેઝીન વધીને 10-15 વર્ષ ચાલશે. પણ જ્યાં સુધી ચાલે ત્યાં સુધી પૂર્વગ્રહ વગર ચલાવવું, એવું સ્પષ્ટ હતું. 15 વર્ષ પછી લોકો ન સ્વિકારે તો પ્રકાશન બંધ કરી દેવું એવું મિત્રોના મનમાં હતું.
પહેલા રૂં.100નું લવાજમના હવે 1000 થયા છે. લવાજમની રકમ બેંકમાં ડિપોઝીટ તરીકે સલામત છે. પણ પાના અને નકલો વધતી ગઈ. 4 પાનાનું પાટીદાર સંદેશ માંથી 60 પાનાનું થયું છે. છતાં તે નાનું પડે છે. મહિને 8 લાખનો ખર્ચ તેની છપાઈમાં થાય છે. 23500 ગ્રાહકો છે. આનો સંપૂર્ણ ખર્ચ જાહેરાતો દ્વારા મેળવવામાં આવે છે.
કોઈ દાન ન લેવું એવું પહેલાથી નક્કી હતું. શુભેચ્છાની જાહેરાત લેતા હતા.પહેલા શુભેચ્છા માટે જાહેરાતો લેવાતી હતી. હવે 90 ટકા ટકા જાહેરાતો કોમર્શિયલ છે.
કચ્છમાં 400માંથી 130 ગામોમાં કચ્છી પાટીદારો છે. ત્યાં વાડી, સમાજ છે. ભારતમાં 4 લાખ કચ્છી પાટીદારો વસે છે. દરેક ગ્રપમાં પીડીએફ મોકલે છે. સવાલાખ મોબાઈલમાં તે પહોંચે છે. મોટા ભાગના જ્ઞાતિજનો સુધી દર મહિને આ રીતે પાટીદાર સંદેશ ઘરબેઠાં પહોંચે છે.
ભારતમાં જમ્મુ અને કાશ્મીર, પંજાબ અને પૂર્વોત્તર રાજ્યો સિવાયના તમામ રાજ્યોમાં વસે છે. દર વર્ષે 500 ગ્રાહકો સામે ચાલીને આપે છે. અમેરિકા, યુકે, દક્ષિણ આફ્રિકા, કેનેડા, કેન્યામા વસે છે. 50 જેટલા દેશના પરિવાર વસે છે.
પાટીદાર કુટુંબો લાકડા અને ટીંબરનો વ્યવસાય હતો. યુવા પેઢી હવે અનેક ધંધામાં છે.
આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ ડો. એ. આર. પટેલ - ગાંધીનગર, ઉપપ્રમુખ ડાહ્યાભાઈ પટેલ, સીએ આર એન પટેલ - નરોડા, ઉપપ્રમુખ વસંતલાલ - સતના, મંત્રી ઈશ્વરભાઈ ભગત - નખત્રાણા, મંત્રી ડો. આર. એસ. પટેલ, લખમશીભાઈ - વટવા, મણીભાઈ પટેલ - સીંગરવા, મંત્રી ડો. બી. આર. પટેલ - ખારધર, સહિત સંસ્થાના સ્થાપક એવા 15 મુખ્ય સભ્યો હતાં. એક કુટુંબ તરીકે બધાએ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.