Contact Us

Address :

Email :

Tel :

Opp. Kanya Shala, Nakhatrana, Gujarat 370615

info@paatidarsaurabh.com

+91 98256 39106

સૃષ્ટિ રૈયાણી હત્યા કેસના પડઘા નખત્રાણા સુધી પડયા...પાટીદાર યુવાક્રાંતિ દળનું આવેદનપત્ર.245245 Views

જેતપુર તાલુકાના જેતલસર ગામે ગત તા.16ના રોજ ધરાર પ્રેમીએ છરીના 32 ઘા ઝીંકી ક્રુરતાપૂર્વક માસૂમ ૧૬ વર્ષિય સગીરા સૃષ્ટિ રૈયાણીની હત્યા નિપજાવી હતી. આ ઘટનાના ઘેરા પડઘા સમગ્ર સૌરાષ્ટ્ર સહિત કચ્છના નખત્રાણામાં પણ પડયા છે. તરૂણીની હત્યાના વિરોધમાં પાટીદાર યુવાનોએ નખત્રાણા નાયબ કલેકટરને આવેદનપત્ર આપી પોતાનો રોષ વ્યકત કર્યો હતો.

 આવા ગુનેગારોને કડકમાં કડક સજા મળે તે હેતુથી પશ્ચિમ કરછ પાટીદાર યુવાક્રાંતિ દળની હાકલથી નખત્રાણા પ્રાંત કચેરી મધ્યે મોટી સંખ્યામાં યુવાનોએ એકત્ર થઇને પોલીસ તેમજ સંબંધિત તંત્રને તાકીદ કરતું આવેદન પત્ર પાઠવેલ. આવેદનપત્રમાં આ હત્યાને સખ્ત શબ્દોમાં વખોડી કાઢી હત્યારાને સખ્તમાં સખ્ત સજા થાય તે માટે રજૂઆત કરવામાં આવી હતી.

આ સમયે યુવા ક્રાંતિદળના પ્રમુખ શૈલેષભાઇ પોકારની આગેવાનીમાં દળના ઉપપ્રમુખ 

ભૂપેશ ભગત,વિનોદ ભગત, નખત્રાણા તાલુકા પંચાયત ના પૂર્વ પ્રમુખ ભરતભાઈ સોમજીયાણી,નખત્રાણા તાલુકા પંચાયતના દંડક દિનેશભાઇ નાથાણી. સભ્ય કેતન પાંચાણી,નખત્રાણા તાલુકા યુવાભાજપ પ્રમુખ ધર્મેશ કેશરાણી, નૈતિક પાંચાણી,પિયુષ રૈયાણી,મનસુખ લીંબાણી,મનોજ માનાણી,પ્રવીણ દિવાણી,શૈલેષ વાડિયા,કિશોર નાયાણી,મનસુખ રાજાણી, 

 નખત્રાણા સોની યુવકમંડળ ના પ્રમુખ સેફરીન સોની સહીત નખત્રાણા વિસ્તારના યુવા આગેવાનો હાજર રહેલ.

ગઇકાલે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે મૃતકના પરિવારજનોની મુલાકાત લીધી હતી ત્યારે ગત સાંજે 4 વાગ્યા બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ અને એનસીપી મહિલા નેતા રેશમા પટેલ પણ જેતલસર આવી પહોંચ્યા હતા. હાર્દિકે આ તકે માંગ કરી હતી કે 30 થી 35 દિવસમાં જ આ કેસની ચાર્જશીટ ફાઇલ કરી ઝડપી ન્યાય આપવામાં આવે, રેશ્મા પટેલે કહ્યું હતું કે ન્યાયમાં વિલંબએ પણ અન્યાય છે.

તરૂણી સૃષ્ટિના વાલીઓને શાંત્વના આપવા દોડી આવેલા ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ કહ્યું કે આ ખુબ દુ:ખદ ઘટના બની છે. 16 વર્ષની બહેનને 13 વર્ષનો ભાઈ બચાવી ના શકે તે સહજ છે છતાં ભાઈની હિમ્મત કાબિલેદાદ કહેવાય.પોલીસને અભિનંદન આપતા હાર્દિકે કહ્યું કે રાજકોટ જિલ્લા પોલીસ વડાને તેમની વિનંતી છે કે 30-35 દિવસમાં જ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરે અને આરોપીને સજા અપાવે.

હાર્દિક પટેલ સાથે આવેલા એનસીપીના રેશ્મા પટેલે કહ્યું હતું કે ઘટના વિષે બોલવા જેવા કોઈ શબ્દો જ નથી. ઓછા સમયમાં જ નરાધમને સજા કરીને ફાંસીને માચડે લટકાવી દેવો જોઈએ. તેણીએ વધુમાં કહ્યું કે ન્યાય ઓછા સમયમાં નરાધમને ફાંસી ચડાવી દેવો જોઈએ કારણકે લાંબા સમયે ન્યાય મળે તો પણ અન્યાય કહેવાય. રેશ્માએ કહ્યું કે સરકારે તાત્કાલિક રૂપિયા 1 કરોડ જેવું સૃષ્ટિના પરિવારજનોએ વળતર ચૂકવવું જોઈએ. તેણીએ પણ 30 દિવસમાં જ આ કેસનો ફેંસલો: થાય તેવી ત્વરિત કાર્યવાહી થાય તેવી માંગ કરી હતી.

સગીરાના પરિવારને સહાય ચૂકવો, ઝડપી કાર્યવાહી કરો : સંબંધીત વિભાગોને ગૃહમંત્રી જાડેજાની સૂચના

સૃષ્ટિ રૈયાણી હત્યા કેસ સંદર્ભે કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા બે દિવસ પહેલા જ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને મળ્યા હતા અને કેટલીક રજુઆતો કરી હતી. જેના પરિણામ સ્વરૂપે આ મામલામાં સરકારે ત્વરીત પગલાઓ લીધા છે. ગત રોજ ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ સંબંધીત વિભાગોના અધિકારીઓને કેટલીક મહત્વની સૂચનાઓ આપી હતી. તેમણે લખેલા સૂચનાપત્રમાં જણાવ્યું હતું કે મૃતક સગીરાના પરિવારને વિકટીમ કોમ્પેશન ફંડ હેઠળ મળવાપાત્ર સહાયની તત્કાલ ચુકવણી કરવી તેમજ આ કેસની સુનાવણી ઝડપથી પૂર્ણ થાય તે માટે સ્પેશ્યલ ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસની ટ્રાયલ ચલાવવા હાઇકોર્ટને વિનંતી કરવામાં આવે. કેસની તલસ્પર્શી તપાસ માટે જિલ્લા અધિક્ષકનું સુપરવિઝન રાખવામાં આવે તેવા હુકમો કરવા અને તાત્કાલીક સ્પેશ્યલ પીપીની નિમણુંક કરવી. ઉપરાંત સ્પેશ્યલ પેરવી અધિકારી આપવામાં આવે તેવા સૂચનો કર્યા છે. આ મુજબની કાર્યવાહી સત્વરે હાથ ધરી ઝડપથી ઇન્વેસ્ટીગેશન પૂર્ણ કરવામાં આવે તેવો હુકમ પણ ગૃહમંત્રીએ કર્યો છે.

 

 

Contact

Email : info@patidarsaurabh.com

Tel : +91 98256 39106