ગુજરાત સ્ટેટ કો-ઓપ. એગ્રીકલ્ચર ઍન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેન્ક લિ. સંચાલિત ખેતી બેન્ક નખત્રાણા- લખપતની તાજેતરમાં યોજાયેલ ચૂંટણીમાં બેન્કના શાખા પ્રતિનિધિ અને જિલ્લા પ્રતિનિધિ બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા.
બેન્કના શાખા પ્રતિનિધિ તરીકે ખીરસરા(રોહા) ના વસંતલાલ હરજી છાભૈયા અને અશોક મેઘજી છાભૈયા જ્યારે જિલ્લા પ્રતિનિધિ તરીકે ઘડુલીના સહકારી આગેવાન જશવંતભાઈ દેવજી સાંખલા અને સુરેન્દ્રભાઈ કાનજી પોકાર મંગવાણા હાલે માધાપર-ભુજને અન્ય કોઈ હરિફ ઉમેદવાર ન હોઈ બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા.
આ ખેતી બેન્ક દ્વારા નખત્રાણા-લખપત તાલુકામાં જરૂરતમંદ ખેડૂતોને કૃષિ વિષયક ધિરાણ આપવાની કામગીરી થઈ રહી છે.