નખત્રાણા તાલુકાના નાના એવા આણંદપર(યક્ષ) ગામે આજ રોજ તા.૩/૪/૨૧ ના એક જ દિવસમાં ૮૮(અઠયાસી) લોકોએ કોરોનાની વેકસીન લઈ મહામારી સામેની લડાઈમાં જાગૃતિના દર્શન કરાવ્યા હતા.
મંગવાણાના સેજાના આણંદપર(યક્ષ) મધ્યે ડો.નીરવ રાજપુરાના માર્ગદર્શન હેઠળ કોરોના રસીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.જેમાં કોમલબેન(સી.એચ.ઓ),સંજયભાઈ(આરોગ્ય કાર્યકર) સુનિલભાઈ(આરોગ્ય કાર્યકર),આશાવર્કર મંજુલાબેન પોકાર આંગણવાડી વર્કર વર્ષાબેન પોકાર દ્વારા સારી એવી જહેમત ઉઠાવવામાં આવી હતી.જેના પરિણામે ૮૮(અઠયાસી) લોકોએ વિના સંકોચે કોરોના વેકસીન (રસી)લીધી હતી.
સ્થાનિક પાટીદાર સમાજના પ્રમુખ પચાણભાઈ છાભૈયા દ્વારા પુરેપુરો સાથ સહકાર આપવામાં આવ્યો હતો.આણંદપર આવેલ મંગવાણા પી.એચ.સી.સ્ટાફની કામગીરીને ગામલોકોએ બિરદાવી હતી અને આભાર માન્યો હતો.
સરકાર દ્વારા જ્યારે કોરોના રસીકરણ માટે વ્યાપક પ્રમાણમાં ઝૂંબેશ હાથ ધરવામાં આવી રહી છે ત્યારે નાગરિકોએ પણ આ રીતે સહકાર આપવા આગળ આવવું જોઈએ, તો જ ધાર્યું પરિણામ આવી શકશે.