Contact Us

Address :

Email :

Tel :

Opp. Kanya Shala, Nakhatrana, Gujarat 370615

info@paatidarsaurabh.com

+91 98256 39106

ગાયત્રી ભાદાણીની અનોખી સાહસ યાત્રા..કોલ્હાપુરથી લેહ-લડાખ સુધીની ૩૦,૦૦૦ કિ.મી. લાંબી બાઈક રાઈડ ચેન્નાઇ પહોંચી277277 Views

કોલ્હાપુરની દીકરી ગાયત્રી ભાદાણી All India Awareness Adventurous Ride માટે single rider તરીકે 30,000 km ની ride પર નીકળ્યા છે. આ ride તેમણે 05 ડિસેમ્બરના કોલ્હાપુરથી શરૂ કરી છે અને એપ્રિલમાં લેહ-લડાખમાં પુરી કરશે.

   અત્યાર સુધી તેઓ મહારાષ્ટ્ર , ગુજરાત, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ , ઉતરાખંડ, ઉત્તર પ્રદેશ , બિહાર, કોલકાતા, છત્તીસગઢ, ઝારખંડ તેમજ ઈસ્ટના સેવન સ્ટેટની યાત્રા પુરી કરી છે..

કચ્છમાં નખત્રાણા તાલુકાના દેશલપર(ગુંતલી)ના હાલે કોલ્હાપુર રહેતા શક્તિ સીમેન્ટ પાઈપ તેમજ ડેલ્ટા આઈ.ટી.સોલ્યુશનવાળા લક્ષ્મણભાઈ ખીમજીભાઈ ભાદાણી અને પુષ્પાબેનની પુત્રી એવી ગાયત્રીએ ચેન્નાઇ પહોંચી આંદામાન જવાની તૈયારી વચ્ચે 'પાટીદાર સૌરભ' સાથેની વાતચીતમાં તેમની આગળની યાત્રા અંગે જાણકારી આપી હતી.

તેમના રોકાણ અંગેના સ્થાન બાબતનો નિર્ણય મોટા ભાગે TVS કમ્પની નક્કી કરે છે. ક્યારેક કોઈ વધારે આદર સન્માનથી એમને પોતાને ત્યાં અતિથિ દેવો ભવઃ ના ભાવથી આવકારે તો એ જરૂર થી માન રાખે પણ મોટે ભાગે TVS Show Room વાળાજ host કરતા હોય છે. એ દરેક જગ્યાએ TVS ના શોરૂમ પર અચૂક જાયે છે કારણ કે તેઓ TVS Apache ના ગ્રુપ ની PAN INDIA Admin પણ છે. અને રાઈડમાં હંમેશા Apache 200 બાઇક ચલાવે છે. 

અત્યાર સુધી એક લાખ કિ.મી.ની રાઈડ કરી.

 

અનેક નાની મોટી રાઈડ કરતા ગાયત્રીએ હમણાં સુધી 01 લાખ કિ.મી. પુરા કરી લીધા છે. આ સૌથી મોટી 30000 km Adventurous યાત્રાના 22000 km પુરા કરી લીધા છે. 

 તેઓએ કોલ્હાપુર સિટીમાં ક્યારેય બાઇક નથી ચલાવી. માત્ર Out of City Ride કરવા માટેજ બાઇક ચલાવે છે. અભ્યાસમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કરી ઇન્ટિરિયર ડિઝાઇન પણ કર્યું છે અને સાથે તેઓ અત્યારે Tours & Travels co. શરૂ કરી બધા માટે ટ્રાવેલ ટુરનું આયોજન પણ કરે છે. 

    ગાયત્રીનું લક્ષ્ય છે કે સ્ત્રી સશક્તિકરણ એજ કે મહિલા સાહસિક બને અને આવા વિવિધ પ્લેટફોર્મ પર આવે. સાથે સહુમાં Traffic Awareness આવે. રોડ અકસ્માત ઘટે, ઓછા થાય તેનો સંદેશ આપે છે. 

   તેઓ પોતાની બાઈકની સ્પીડ રોડની સ્થિતિ મુજબ રાખે છે. ક્યારેક 100 તો ક્યારેક 50 તો ક્યારેક તેથી પણ ઓછી સ્પીડમાં ચલાવી પડે છે. અત્યાર સુધી લાંબી બાઈક યાત્રા કોલ્હાપુરથી ભૂતાન અને કોલ્હાપુરથી લદાખ એવા 8000, 6000, 4000 km ની rides કરેલ છે. આ જીવનમાં પહેલી વખત છે જ્યારે 30,000 km નો લક્ષ્ય સાધવાનો સંકલ્પ કરેલ છે.

 ગાયત્રી આનંદ અને રોમાંચની પળો જણાવતાં કહે છે, લડાખમાં World નો Highest Motarable Road છે. આ Dangerous Road પર Adventure Ride કરવું ખુબજ રોમાંચકારી હતું. આ સાહસ કરવા માટે પોતાના પરિવારનો આભાર વ્યક્ત કરેલ કે તેઓએ આના માટે પરમિશન આપેલ.

 ગાયત્રીએ 2016 માં બાઇક ચલાવતા શીખી અને 2017 થી બાઈક રાઈડ પર જવાનું શરૂ કર્યું. શરૂઆતમાં તેઓ કન્યાકુમારી અને લદાખ ગયા. 

   India Record માં નામ નોંધાવ્યું

ગાયત્રીએ 300 અને 550 Cc ની બુલેટ પર Race પણ કરેલ છે જેમાં National લેવલ પર તેઓ 3rd Rank પર આવેલ. India Book of Record માં પણ પોતાનું નામ અંકિત કર્યું છે, જેમાં તેઓ કોલ્હાપુરથી આંદામાન અને પાછા કોલ્હાપુર પહોંચવાનો Bike ridder તરીકે First Indian lady નું ગૌરવ હાંસિલ કરેલ છે.

  અત્યારે Covid ના લીધે Night Ride કરતા નથી અને દિવસના 7-8 કલાક યાત્રા કરે છે.

    Most Adventurous Ride અત્યાર સુધી માં Spiti Valley Himanchal હતું જ્યાં તેઓ એ માયનસ -29 degree માં પણ બાઇક ચલાવી છે. જે બર્ફીલા રસ્તા પર ચાલવું પણ અશક્ય હોય ત્યાં મોટરસાયકલ બાઇક પર ચાલવું ખુબજ સાહસ અને જીગરનું કાર્ય છે.

   અત્યાર સુધી ની યાત્રા માં તેઓ આખું North East સાથે સેવન સ્ટેટ નાગાલેન્ડ, ત્રિપુરા, અરુણાચલ મણિપુર, આસામ, મેઘાલય, મિઝોરમ રાજ્ય પૂરું કર્યું છે. હવે બાકી રહ્યા તેમાં દક્ષિણ ભારતના કેરળ, કર્ણાટક, ગોવા અને પછી ત્યાંથી ઉત્તર ભારત માં જમ્મુ અને કાશ્મીરથી લદાખ 30000 km પૂર્ણ કરીને કોલ્હાપુર પાછી પહોંચી પોતાના ઉદ્દેશ્યને સાર્થક કરશે..

ગાયત્રી ભાદાણી ગઈકાલે જ્યારે ચેન્નાઇ પહોંચી ત્યારે શ્રી દ.ભા કકપા સનાતન સમાજ ના પ્રમુખ શ્રી ખીમજીભાઈ ભાવાણી સહિત મદ્રાસ સમાજ ના અગ્રણીઓ, મદ્રાસ મહિલા મંડળ ના અગ્રણીઓ, દ.ભા રીજીયન અને ચેન્નાઇ યુવક મંડળના સુકાનીઓ વતી ભવ્ય સ્વાગત કરાયું હતું અને વડીલો તેમજ માતૃશક્તિના આશીર્વાદ મેળવેલ. જ્યાં જ્યાં તે જાય ત્યારે અનેક સ્થળે તેની સાથે સ્થાનિક રાઈડર્સ આવકારવા અને આગળ વધવા થોડે સુધી જોડાય છે. વોર્મ વેલકમ તેનો ઉત્સાહ વધારે છે. 

   

 

Contact

Email : info@patidarsaurabh.com

Tel : +91 98256 39106