સુરત નજીક ધોળાપીપળા ( જિ.નવસારી ) રહેતાં લખમાબેન રામજીભાઈ દિવાણી આજે તેમનો ૧૦૮ મો જન્મ દિવસ ઉજવી રહયા છે!
મૂળ દયાપરના વતની. તાલુકાના જ ઘડુલી ગામના દીકરી એવાં લખમામા આજે પણ પોતાનું તમામ કામ જાતે જ કરી લે છે! છે ને નવાઈ લાગે તેવી વાત !!
કયારેક ઘરનું આંગણું સાફ કરતાં જોવા મળે તો બપોરના બધા આરામ કરતા હોય ત્યારે આ લખમામા અગાશીએ સૂકવવા નાખેલા કપડાં લઈ આવે અને ઘડી કરી જેના હોય તેના રૂમમાં મૂકી પણ આવે!
સ્વ.રામજીભાઈ માવજીભાઈ દિવાણી અને સ્વ.રતનશીભાઈ માવજીભાઈ દિવાણીના બંને ભાઈનો વિશાળ સંયુક્ત પરિવાર લખમામાની છત્રછાયામાં શીતળતા મેળવી રહયો છે અને પોતાને ખુશનસીબ માની રહ્યો છે...
લખમામાએ તેમની હયાતીમાં ૯ દીકરાઓ,૯ પુત્રવધૂઓ,૫ દીકરીઓ,૧૭ પૌત્ર, ૯ પૌત્રી, ૧૬ પૌત્રવધૂઓ, ૧૬ પ્ર.પૌત્ર, ૧૧ પ્ર.પૌત્રી, ૨ પ્ર.પૌત્રવધૂ, ૨ લડપૌત્ર અને ૧ લડપૌત્રીના મો જોયાં છે...હવે તેમની એવી કોઈ ખાસ ઈચ્છા પણ બાકી રહી નથી !
સતત પ્રવૃતિમય જીવન, સાદો ખોરાક અને નિજાનંદમાં રહેવાના તેમના સ્વભાવને કારણે તેઓ ૧૦૮ મી દિવાળી જોવા તરફ આગળ વધી રહ્યા છે..! સમાજની નવી પેઢીએ આ બધું આત્મસાત કરવાની જરૂર છે.
જીવનના મણકારૂપી માળા આજે પૂર્ણ કરી રહ્યાં છે ત્યારે માતૃશ્રી લખમામાને તેમના ૧૦૮ મા જન્મ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ...