પ.પૂ. ભકત શ્રી માવજી બાપા આશ્રમ નાની અરલના ગાદીપતિ પ.પૂ.ઈશ્વરરામ ભગત ગુરૂ દયારામ ભગત તા.૧૬/૪/૨૦૨૧ ના દેવલોક થતાં ભારતભરમાં ફેલાયેલા તેમના ભકત સમુદાયમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
શ્રી ઈશ્વરરામ ભગત હાલ વૈશ્વિક બિમારી કોરાનાના કારણે અવસાન પામ્યા છે.
ભગતશ્રીને પહેલા ભુજ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા ત્યાં કોઈ બેડ ન મળતાં માંડવી હોસ્પિટલમાં લઈ જવામાં આવેલ જ્યાં સારવાર દરમિયાન અવસાન પામ્યા છે.
વર્તમાન સંજોગોને લીધે કોઈ પણ પ્રકારનું બેસણું કે શોક સભા રાખવામાં આવેલ નથી.